android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahegam: દહેગામ પાલિકામાં પ્રમુખ પદ માટે પટેલ પાવરની દાવેદારી મજબૂત
calendar_today May 4, 2026

Dahegam: દહેગામ પાલિકામાં પ્રમુખ પદ માટે પટેલ પાવરની દાવેદારી મજબૂત

દહેગામ નગર પાલિકામાં પ્રમુખ પદ માટે હાલમાં રાજકીય. ગતિવિધિઓ તેજ બની છે. પ્રમુખપદ માટે સામાન્ય મહિલા બેઠક હોવાથી પાલિકામાં સામાન્ય બેઠકો પર જીતેલા મહિલા ઉમેદવારો પૈકી ત્રણ નામ હાલમાં ચર્ચામાં ચાલી રહ્યા છે અને આ ત્રણેયની પ્રમુખ પદ માટે દાવેદારી માનવામાં આવી રહી છે.આ ત્રણેય નામો પૈકી પટેલ ઉમેદવારનુ નામ અગ્ર હરોળમાં મનાઇ રહ્યુ છે. જોકે શાહ તથા બ્રાહમણ ઉમેદવાર પણ મેદાનમાં છે. દહેગામ નગર પાલિકા સ્થાપનાના દાયકાઓ બાદ પાલિકાના પ્રમુખ પદે અત્યાર સુધી પાલિકામાં અમીન, બારોટ, રબારી, જૈન, બ્રાહમણ ,એસસી સહી તના સમાજના ઉમેદવારો પ્રમુખ પદે આવી ચુક્યા છે. પરંતુ પાટીદાર સમાજમાંથી પટેલ સરનેમવાળા ઉમેદવાર પાલિકાના પ્રમુખ બની શક્યા નથી. આ વખતે સમીકરણો અલગ જોવા મળી રહ્યા છે. હાલ પાલિકાના સાતેય વોર્ડમાંથી જીતેલા સામાન્ય બેઠકો પૈકીના ત્રણ મહિલા ઉમેદવારોના નામ ભારે ચર્ચામાં છે. જે પૈકી વોર્ડ નંબર 4 માંથી ભાજપની સામાન્ય મહિલા બેઠક પર 1541 મતોથી વિજયી બનેલા નેહા કિંજલ પટેલનુ નામ અગ્ર હરોળમાં ચર્ચાય રહ્યુ છે. નેહા પટેલના પતિ કિંજલ પટેલ ભાજપમાં સક્રીય અને રેલવે સમિતીના સદસ્ય પણ છે. કિંજલ પટેલ સક્રીય હોદ્દેેદાર મનાય છે. જેને લઇને આગામી પાલિકાના પ્રમખ તરીકેની રેસમાં નેહા પટેલની દાવેદારી મજબુત માનવામાં આવી રહી છે. આ સિવાય શહેર સંગઠનમાં મહત્વનુ પદ ધરાવતા એક ભાજપ અગ્રણીની મનશા બ્રાહમણ ઉમેદવાર પાલિકા પ્રમુખ બને એવી માનવામાં આવી રહી છે. તો બીજી તરફ શહેરના પુર્વ પાલિકા પ્રમુખ રહી ચુકેલા ભાજપના બે અગ્રણીઓની મનશા વણીક ઉમેદવારને પાલિકા પ્રમખના પદે બેસાડવાની છે. હવે પાર્ટી કોના પર કળશ ઢોળે છે એ ટુંક સમયમાં સામે આવી જશે. હાલ પાલિકાના વોર્ડ નંબર 4 ના નેહા કિંજલ પટેલ, વોર્ડ નંબર 5 માંથી ઝરણાબેન દવે તેમજ મેઘનાબેન પ્રતિકકુમાર શાહ ના નામો પ્રમુખ પદની દાવેદારી મામલે ચર્ચાઇરહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: ક્વાંટ નગરમાં રામનવમી બાદ ધર્મધ્વજાની અવદશાથી નારાજગી
calendar_today May 4, 2026

Chhota Udepur: ક્વાંટ નગરમાં રામનવમી બાદ ધર્મધ્વજાની અવદશાથી નારાજગી

કવાંટમાં રામ નવમી બાદ ધર્મધ્વજની અવદશા થતીં જોવા મળી હતી. શ્રદ્ધા સાથે જોડાયેલા ભગવા ઝંડાઓની ગરિમા ન જળવાતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઇ છે.કવાંટ નગરમાં તાજેતરમાં રામનવમીના પવિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે નગરના રામજી મંદિરથી લઈને હાર્દ સમા ચાર રસ્તા સુધી હિન્દુ સંસ્કૃતિની શાન સમા ભગવા ઝંડાઓ અને તોરણો લગાવીને વાતાવરણને ધર્મમય બનાવ્યું હતું. જોકે, ઉત્સવ પૂર્ણ થયા બાદ આ ધર્મધ્વજોની યોગ્ય જાળવણી ન થતા અને તેની ગરિમા લજવાતી જોઈ નગરજનોમાં ભારે નારાજગી ફેલાઇ છે. રામનવમીનો ઉત્સવ પૂરો થયા બાદ પણ અનેક જગ્યાએ આ ઝંડાઓ ફટી જવાની હાલતમાં કે ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યાં છે. જે ભગવો ધ્વજ સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે. તેની આવી અવદશા જોઈને ધર્મપ્રેમી જનતાની લાગણી દુભાઈ છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, ઉત્સવ વખતે ઉત્સાહમાં આવીને ઝંડાઓ તો લગાવી દેવાય છે. પરંતુ પર્વ પૂર્ણ થયા બાદ તેની સન્માનપૂર્વક ઉતારવાની જવાબદારી કોઈ લેતું નથી. નગરના જાગૃત નાગરિકો અને ભક્તોએ માંગ કરી છે કે, જે-તે આયોજકો અથવા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ઝંડાઓને આદરપૂર્વક ઉતારી લેવામાં આવે અને તેનું યોગ્ય વિસર્જન કરવામાં આવે, જેથી ધર્મધ્વજની ગરિમા જળવાઈ રહે. સ્થાનિક લોકોનું માનવું છે કે, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતિકોની સ્થાપના જેટલી મહત્વપૂર્ણ છે, તેટલી જ તેની જાળવણી પણ જરૂરી છે. ઝંડાઓની આ હાલતને કારણે ધાર્મિક ભાવનાઓ દુભાઈ રહી હોવાનો આક્ષેપ કરાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Karjan: કરજણ પાલેજ વચ્ચે અકસ્માત આઇશર ચાલકનું મોત નીપજ્યું
calendar_today May 4, 2026

Karjan: કરજણ પાલેજ વચ્ચે અકસ્માત આઇશર ચાલકનું મોત નીપજ્યું

કરજણ : આજરોજ તા. 3 મેના રોજ વહેલી સવારે 1:30 વાગ્યાના અરસામાં કરજણથી પાલેજ બાજુ ને.હા.8 પર બંધ પડેલ ફોરવ્હીલરને ક્રેન દ્વારા હટાવવાની કામગીરી દરમિયાન પૂરપાટ ઝડપે આવતી આઇશર ટ્રક ક્રેન સાથે ધડાકાભેર અથડાતા બંને વાહનો પલટી ગયેલ હતા.જેમાં આઇશરનો ડ્રાઈવર અંદર ફ્સાયેલ હોવાની જાણ કરજણ ફયર વિભાગને થતાં હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરી અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ પોલીસની હાજરીમાં કેબિનમાં ફ્સાઈ ગયેલ આઇશર ટેમ્પોચાલક રઘુવીરસિંહ કપ્તાનસિંહ યાદવ (ઉં. 35 રહે. ફુલાપુર તા. સૈપઈ જી. ઈટાવા ઉત્તરપ્રદેશ)ને ગંભીર ઇજા થયેલ હોય 108 મારફતે ભરૂચ સિવિલ હૉસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતાં વલણ પોલીસે અકસ્માત મોત હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward