android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કપાસીયા બજારના અસ્તિત્વનો જંગઃ 115 વર્ષ જૂના વારસા અને 500 પરિવારોની રોજીરોટી પર સંકટ
calendar_today May 3, 2026

Ahmedabad: કપાસીયા બજારના અસ્તિત્વનો જંગઃ 115 વર્ષ જૂના વારસા અને 500 પરિવારોની રોજીરોટી પર સંકટ

અમદાવાદના કપાસીયા બજારના અસ્તિત્વનો જંગ ચાલી રહ્યો છે, 115 વર્ષ જૂના વારસા અને 500 પરિવારોની રોજીરોટી પર સંકટ સર્જાશે. ઐતિહાસિક ધરોહર અને આર્થિક કરોડ રજ્જુ છે, વિકાસના નામે વિનાશ કેટલો યોગ્ય છે, તેવો વેપારી મંડળે રોષ ઠાલવ્યો હતો. સેવા અને સમર્પણની અવગણના નહીં કરવાની સાથે વેપારીઓની દુકાનો નહીં તોડી ન્યાય માટે સરકારને આક્રંદભરી અપીલ કરાઇ છે.કપાસીયા બજાર માત્ર એક બજાર નથી,પરંતુ શહેરની 115 વર્ષ જૂની જીવંત વિરાસત છે. જે બજાર ભગવાન જગન્નાથની રથયાત્રાનું સદીઓથી સ્વાગત કરતું આવ્યું હોય,તેને અચાનક 'દબાણ'ગણી લેવું એ તાર્કિક રીતે ગળે ઉતરે તેમ નથી. આ બજાર એશિયાનું સૌથી મોટું ન્યુમેટીક અને ઇન્ડસ્ટ્રીયલ વાલ્વસનું હબ છે, જે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતના ઉદ્યોગોને વેગ આપે છે. પાવર પ્લાન્ટથી માંડીને ફાર્મા અને ટેક્સટાઈલ મિલોના મશીનો આ બજારના કારણે ધબકતા રહે છે. વિકાસ ચોક્કસ જરૂરી છે,પરંતુ જે બજાર સરકારને કરોડોનો ટેક્સ ચૂકવે છે અને સેંકડો પરિવારોના ચૂલા સળગાવે છે, તેની આહુતિ આપીને થતો વિકાસ પ્રશ્નાર્થ ઊભો કરે છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જ્યારે લોકો ઘરમાં કેદ હતા,ત્યારે આ બજારના વેપારીઓએ પોતાના જીવના જોખમે હોસ્પિટલો અને સ્મશાનગૃહો સુધી જરૂરી સામગ્રી પહોંચાડી હતી. આજે એ જ વેપારીઓ પોતાની દુકાનો બચાવવા સરકાર સામે કરગરી રહ્યા છે. ટ્રાફ્કિની સમસ્યા માટે આસપાસના બંધ બ્રિજ અને અન્ય દબાણો જવાબદાર છે, પરંતુ તેનો દોષનો ટોપલો આ જૂના બજાર પર ઢોળવામાં આવી રહ્યો છે. વેપારીઓએ અગાઉ પાર્કિંગ માટેની જગ્યા જતી કરીને સહકાર આપ્યો જ છે,ત્યારે હવે તેમના મૂળિયાં ઉખેડી નાખવા એ ન્યાયસંગત નથી. સરકારે માનવીય અભિગમ અપનાવી,આ ઐતિહાસિક બજાર અને તેની સાથે જોડાયેલી હજારો જીંદગીઓ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ.સરકારને નમ્ર વિનંતી છે કે, વિકાસના ચક્ર નીચે આ મધ્યમવર્ગીય વેપારીઓ અને કારીગરો કચડાઈ ન જાય તે જોવાની જવાબદારી તંત્રની છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: તપતી ગરમીમાં બસસ્ટેન્ડ બન્યું આશ્રાયસ્થળ
calendar_today May 3, 2026

Ahmedabad: તપતી ગરમીમાં બસસ્ટેન્ડ બન્યું આશ્રાયસ્થળ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કાંકરિયા બસ સ્ટેન્ડ પાસે તાપમાન વધતા રસ્તા અને બસસ્ટેન્ડ વચ્ચેનો ફરક ધૂંધળો બન્યો છે. રોજગારની શોધમાં શહેરમાં આવેલા શ્રામિકો માટે છાંયો અને આરામ માટે બસસ્ટેન્ડ જ એકમાત્ર આશ્રાય બની રહ્યો છે. લાલ લોખંડની રચનામાં થોડીક છાંયડી મેળવવા લોકો થાકી ગયા પછી ત્યાં જ સુઈ જાય છે. એક તરફ્ વ્યસ્ત માર્ગ પર વાહનો દોડે છે, તો બીજી તરફ્ ગરમી સામે ઝઝૂમતા લોકોનો સંઘર્ષ નજરે પડે છે, જે શહેરના વિકાસની બીજી વાસ્તવિકતા દર્શાવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: નડિયાદ મહાનગપાલિકાના મેયરપદ માટે કમલમ્ ખાતે સેન્સ પ્રક્રિયા કરાઈ
calendar_today May 3, 2026

Nadiad: નડિયાદ મહાનગપાલિકાના મેયરપદ માટે કમલમ્ ખાતે સેન્સ પ્રક્રિયા કરાઈ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ નડિયાદ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે રવિવારે નડિયાદ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના મુખ્યપદો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે સેન્સ લેવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ઉપસ્થિત રહેતા મનપાના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોએ પક્ષના મોવડી મંડળના નિર્ણયને શિરો માન્ય રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું નડિયાદ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલાય ખાતે ભાજપના હાઇકમાન્ડ દ્વારા નિમાયેલા નિરીક્ષક અંજુબેન વેકરિયા ,રાહુલ શર્મા અને મારૂતિ અટોદરિયાની ઉપસ્થિતિમાં બે દિવસથી સ્થાનિક સ્વરાજયની વિવિધ સંસ્થાઓના મુખ્યપદો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં શનિવારે ચાર નગરપાલિકા અને 9 તાલુકા પંચાયતોના મુખ્ય પદો માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રવિવારે બપોરે નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયરપદ , ડેપ્યુટી મેયર , કારોબારી ચેરમેન સહિત મુખ્યપદ માટેના ઉમેદવારની પસંદગી માટે મનપા ચૂંટાયેલા ભાજપના 51 કોર્પોરેટરોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન તમામ કોર્પોરેટરનો એકજ સૂર પક્ષના મોવડી મંડળના નિર્ણયને શિરોમાન્ય રાખવામાં આવશે તેવી તૈયારીઓ દર્શાવી હતી. આ સંદર્ભે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, બે દિવસ થી સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. શનિવારે ચાર પાલિકા અને તાલુકા પંચાયતોની સેન્સ હતી . રવિવારે જિલ્લા પંચાયત અને નડિયાદ મહાનગરપાલિકાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયા સાંજે પૂર્ણ થઇ ગઇ હતી.ત્યારબાદ જિલ્લા સંકલનની બેઠક યોજાશે.જેમાં મુખ્યપદ માટે ત્રણ -ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ નામોની પેનલને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ને મોકલી આપવામાં આવશે. જયાં આખરી મહોર મારવામાં આવશે. તેમ જણાવવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward