android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: મેઘાણીનગરમાં AMCએ ખાડો ખોદ્યા બાદ મૂકેલા બેરિકેડ્સ જીવલેણ બન્યા
calendar_today May 3, 2026

Ahmedabad: મેઘાણીનગરમાં AMCએ ખાડો ખોદ્યા બાદ મૂકેલા બેરિકેડ્સ જીવલેણ બન્યા

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સિવિલ રોડ પર વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. રસ્તાની બાજુમાં કરવામાં આવેલા ખોદકામ બાદ તેને યોગ્ય રીતે સુરક્ષિત કરવામાં ન આવતા સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સિવિલ રોડ પર ગટર લાઈન નાખવા માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. આ ખાડામાં કોઈ પડી ન જાય તે હેતુ થી લોખંડના પતરા લગાવાયા હતા. જે વેરવિખેર હાલતમાં જોવા મળી રહ્યા છે. કેટલાક પતરા ખાડામાં જ પડી ગયા છે, જેના કારણે સુરક્ષા માટેનું કોઈ સાધન ત્યાં કાર્યરત નથી. મહત્ત્વનું છે કે આ બેરિકેડ્સ પડી ગયા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તસ્દી લેવામાં આવી નથી.આ વિસ્તારમાં સતત અવરજવર રહેતી હોવાથી રાત્રિના સમયે કોઈ વાહનચાલક કે રાહદારી આ ખુલ્લા ખાડામાં ખાબકે તેવી પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને નાના બાળકો અને વડીલો માટે આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. પતરાના તીક્ષ્ણ છેડા બહારની તરફ્ હોવાથી પણ ઈજા થવાનું જોખમ રહેલું છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા કામ તો શરૂ કરવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન ન અપાતું હોવાથી લોકોની સુરક્ષાને નેવે મૂકવામાં આવે છે. બેરિકેડિંગ એવી રીતે કરાયું છે કે તે પોતે જ એક મોટું જોખમ બની ગયું છે. લોકોની માંગ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સંબંધિત વિભાગ આ મામલે તાકીદે હસ્તક્ષેપ કરે અને યોગ્ય બેરિકેડિંગ કરી કામ વહેલી તકે પૂર્ણ કરે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકી શકે છે. હાટકેશ્વર બ્રિજ પાસે બેરિકેડ્સ ધરાશાયી થયા ખોખરાથી હાટકેશ્વરને જોડતા વિવાદિત અને જર્જરિત બ્રિજ પાસે સુરક્ષાના કારણોસર મુકવામાં આવેલા લોખંડના બેરિકેડ્સ (પતરા) રસ્તા પર ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. બંધ પડેલા આ બ્રિજની આસપાસ લોકોની અવરજવર રોકવા માટે આ આડશ મુકવામાં આવી હતી, પરંતુ તેના નબળા જોડાણ અથવા પવનના કારણે તે જમીન દોસ્ત થઈ ગયા છે. મહત્વનું છે કે વ્યસ્ત ગણાતા આ વિસ્તારમાં બેરિકેડ્સ પડવાને કારણે ટુ-વ્હીલર અને અન્ય વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજની કામગીરી એ તો ખુબ હેરાન કર્યા પરંતુ હવે જે સુરક્ષા વ્યવસ્થા છે તેની પણ જાળવણી કરાતી નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: સરદારનગરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારને વીસ વર્ષની કેદની સજા
calendar_today May 3, 2026

Ahmedabad: સરદારનગરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારને વીસ વર્ષની કેદની સજા

શહેરના સરદારનગર વિસ્તારમાંથી સગીરાને લલચાવી-ફેસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અજય દશરથજી ઠાકોરને પોકસોના ખાસ જજ મધુર પી. મહેતાએ ગુનેગાર ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા ફ્ટકારી છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર સગીરાને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂ.5,00,000 વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવતા નોંધ્યું હતું કે, ભોગ બનનારની જુબાની, મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન અને મેડિકલ પુરાવાઓને આધારે ગુનો પુરવાર થયો છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને સજા કરવી ન્યાયહિતમાં જરૂરી છે.આ કેસની વિગત એવી છે કે, સરદારનગર વિસ્તારમાંથી સગીરાને લલચાવી-ફેસલાવી અજય દશરથજી ઠાકોર અપહરણ કરી ગયો હતો અને 28 દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગત તા.31-5-2022ના રોજ સરદારનગર પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે આરોપી અજય ઠાકોરની ધરપકડ કરી પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ ચાલતા સરકારી વકીલ ડી.પી. પઢીયારે ભોગ બનનાર સગીરા સહિત આઠ સાક્ષીઓ અને 27 દસ્તાવેજી પુરાવાઓના આધારે કેસ પુરવાર કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સામે ગંભીર ગુનો પુરવાર થયો છે, તેથી સમાજમાં દાખલો બેસાડવા આરોપીને મહત્તમ સજા કરવી જોઈએ. દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફ્ટકારી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: મણિનગરમાં બહેનપણી અને તેના પરિવારના ત્રાસથી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો
calendar_today May 3, 2026

Ahmedabad: મણિનગરમાં બહેનપણી અને તેના પરિવારના ત્રાસથી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો

મણિનગરમાં રૂપિયાની બાબતે બહેનપણીએ પોતાના ભાઇ અને જમાઇ સાથે મળીને મહિલા તથા તેના પરિવારને મેસેજ કરી ધમકીઓ આપી ત્રાસ આપ્યો. તેમજ મહિલાના પિયરમાં જઇને અમે પોલીસમાં છીએ કહીને હેરાનગતિ કરતા હતા. કંટાળીને મહિલાએ ફ્નિાઇલ પીને આપધાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલાના પતિને ધંધામાં જરૂર પડતા બહેનપણી પાસેથી 140 ગ્રામ સોનુ અને તેના ભાઇઓ પાસેથી રૂ. 10 લાખ લીધા હતા. આ અંગે મહિલાએ ચાર લોકો સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.મણિનગરમાં 49 વર્ષીય તેજલબેન ગજ્જર પરિવાર સાથે રહે છે. તેમના પતિ હેમંતભાઇ કંપની ધરાવી મશીનરી સ્પેરપાર્ટસનો ધંધો કરતા હતા. સાત વર્ષ પહેલા ફેસબુક દ્વારા તેમને જીવરાજપાર્કના કેયુરીબેન શાહ સાથે સંપર્ક થયો હતો. બાદમાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. થોડા સમય બાદ હેમંતભાઇને ધંધાના કામઅર્થે રૂપિયાની જરૂર પડતા તેજલબેને કેયુરીબેનને વાત કરી હતી. જેથી કેયુરીબેને 140 ગ્રામ સોનુ આપ્યુ હતુ. તે સોનું ગિરવે મૂકીને તેજલબેને રૂ. 5.29 લાખની લોન લીધી હતી. પરંતુ તેના હપ્તા ન ભરાતા તે લોન હેમંતભાઇના નામે ટ્રાન્સફર કરાવી હતી. તેમાં પણ હપ્તા ન ભરાતા તે જ સોના પર રૂ. 9.30 લાખની લોન કરાવી હતી. તેના હપ્તા ચાલુ છે. બાદમાં વર્ષ 2024માં ધંધા માટે વધુ રૂપિયાની જરૂર પડતા કેયુરીબેનને કહેતા ભુજમાં રહેતા તેમના મામા-ફોઇના પુત્ર હિતેશ શાહ અને રસેસ શાહ પાસેથી ત્રણ-ચાર મહિનામાં પરત આપવાના વાયદે કુલ રૂ. 10 લાખ અપાવ્યા હતા. તેનું મહિને રૂ. 7 હજાર વ્યાજ નક્કી કર્યુ હતુ. પરંતુ ધંધામાં નુકસાન જતા હેમંતભાઇ રૂ. 10 લાખ પરત આપી શક્યા ન હતા. તેને લઇને કેયુરીબેન, તેનો જમાઇ જયમીન ચક્રવતી હેમંતભાઇને ફોન કરીને રૂપિયાની માંગણી કરી ધમકી આપતા હતા. આટલું જ નહિ લોકેશન ટ્રેસ કરાવીને હેમંતભાઇની પુત્રીને પણ મેસેજ કરી ધમકી આપતા હતા. તેમજ કેયુરીબેનના બંને ભાઇ તેજલબેનના પિયરમાં જઇને અમે પોલીસ છીએ તેમ જણાવીને હેરાન કરતા હતા. જેથી કંટાળીને ગત 3 ફ્રેબ્રુઆરીએ તેજલબેને બાથરૂમમાં ફ્નિાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમજ અવારનવાર હેરાન કરતા તેજલબેને કેયુરીબેન, જયમીન, મધુસુદન શાહ અને રસેસ શાહ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદનોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward