android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: નિકોલમાં ચાલતા જતા આધેડને પીકઅપવાને અડફેટે લેતા મોત
calendar_today May 3, 2026

Ahmedabad: નિકોલમાં ચાલતા જતા આધેડને પીકઅપવાને અડફેટે લેતા મોત

નિકોલમાં ચાલતા જતા આઘેડને પુરઝડપે આવી રહેલ બોલેરો પીકઅપવાને અડફેટે લેતા મોત નિપજ્યુ હતુ. આસપાસના લોકો ભેગા થતા ચાલક બોલેરો પીકઅપવાન મૂકીને નાસી ગયો હતો. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.નિકોલ અમરનાથ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મહેશ પટણી છુટક મજુરીકામ કરતા હતા. ગત 2 મેએ સાંજના સમયે તેઓ કામઅર્થે ઉત્તમનગર રોડ સ્વસ્તીકનગર સોસાયટી પાસેથી ચાલતા પસાર થઇ રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવી રહેલ એક બોલેરોપીકઅપ વાને તેમને અડફેટે લીધા હતા. જેથી રસ્તા પર પટકાઇ પડેલા મહેશ પટણીના માથા પરથી બોલેરોપીકઅપ વાનનું ટાયર ફ્ળી વળ્યું હોવાથી ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ જતા બોલેરો ચાલક બોલેરો મૂકીને નાસી ગયો હતો. આ અંગે મૃતકના પુત્રે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં ફરાર બોલેરો ચાલક સામે ગુનોનોંધી તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sabarkantha: પ્રાંતિજ તાલુકાના જૂના રસુલપુર પાસે ટ્રક કન્ટેનરમાં આગ, અફરાતફરીનો માહોલ
calendar_today May 3, 2026

Sabarkantha: પ્રાંતિજ તાલુકાના જૂના રસુલપુર પાસે ટ્રક કન્ટેનરમાં આગ, અફરાતફરીનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા જૂના રસુલપુર પાસે એક ટ્રક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે થોડીવાર માટે હાઈવે પર અફ્રાતફ્રીનો માહોલ સર્જાયો હતો. પ્રાંતિજ નેશનલ હાઈવે- 48 પર આવેલ જુના રસુલપુર પાસે રવિવારે સવારે 4 વાગ્યાની આસપાસ દિલ્હીથી અમદાવાદ તરફ્ જઈ રહેલ કન્ટેનર (નંબરRJ-14GR-1082)નું એક્સલ તૂટી જતા વાહનનું નિયંત્રણ ગુમાયું હતું. પરિણામે કન્ટેનર કેનાલની રેલિંગ સાથે જોરદાર અથડાયું હતું અને આ અથડામણ બાદ તેમાં આગ લાગી હતી. કન્ટેનરમાં ઈલેક્ટ્રોનિક્સના ઉપકરણો ભરેલા હતા, જે આગના કારણે અમુક માલ બળીને ખાક થઈ ગયો હતો. આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ પ્રાંતિજ ફયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે મહેનત કરીને અમુક માલ સહીસલામત બહાર કાઢયો હતો. આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફ્કિને નિયંત્રિત કરી હાઈવે પર વાહનવ્યવહાર હળવો કર્યો હતો. હાલમાં પોલીસ દ્વારા ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: નરોડામાં લગ્નમાં જતી લક્ઝરી બસની ડેકીમાંથી રૂપિયા ભરેલી 4 સૂટકેસ ચોરાઈ
calendar_today May 3, 2026

Ahmedabad: નરોડામાં લગ્નમાં જતી લક્ઝરી બસની ડેકીમાંથી રૂપિયા ભરેલી 4 સૂટકેસ ચોરાઈ

નરોડામાં લગ્ન પ્રસંગે જૂનાગઢ જવા માટે બુક કરેલી લક્ઝરી બસની ડેકીમાંથી અજાણ્યો ચોર માત્ર 10 મિનિટમાં સોનાના દાગીના અને કિંમતી કપડાં સહિત કુલ રૂ. 13.10 લાખની મત્તા ભરેલ 4 સૂટકેસ ચોરી કરી ફરાર થઈ ગયો છે. આ અંગે નરોડા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોધીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.નવા નરોડા વિસ્તારમાં આવેલી મધુબન ગ્લોરી સોસાયટીમાં રહેતા 50 વર્ષીય નરેશભાઇ ચંદનાણી પૂજાપાઠ કરે છે. તેમની ભત્રીજી રોશનીના લગ્ન ગત 29 એપ્રિલે જૂનાગઢ ખાતે હતા. આ પ્રસંગમાં હાજરી આપવા માટે પરિવાર દ્વારા એક ખાનગી લક્ઝરી બસ બુક કરવામાં આવી હતી. ગત 28 એપ્રિલે રાત્રે નરેશભાઈ અને તેમનો પરિવાર નરોડા પાટીયા પાસે અંબે માતાજીના મંદિર સામે ઉભેલી લક્ઝરી બસ પાસે પહોંચ્યા હતા. તેઓએ પોતાની પાસે રહેલી 4 સૂટકેસો બસની પાછળની ડેકીમાં સુરક્ષિત રીતે મૂકી હતી. જોકે, માત્ર 10 મિનિટ બાદ નરેશભાઇને સૂટકેસમાંથી કોઈ સામાનની જરૂર પડી અને ડેકી ખોલાવી હતી. ત્યારે અંદરથી ચારેય સૂટકેસો ગાયબ જણાતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. જ્યારે 4 સૂટકેસમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની બંગડીઓ, કપડાં સહિત કુલ રૂ. 13.10 લાખની મત્તા ભરેલ હતી. જેથી ડ્રાઇવર કંડકટરને જાણ કરતા આસપાસ શોધખોળ કરી પરંતુ મળી ન હતી. લગ્ન પ્રસંગ હોવાથી અને જાનને મોડું થતું હોવાથી પરિવાર તે સમયે ફરિયાદ નોંધાવી શક્યો ન હતો અને જૂનાગઢ રવાના થયો હતો. લગ્ન સંપન્ન થયા બાદ પરત આવીને નરેશભાઈએ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward