android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha: પ્રાંતિજ હાઈવે પરથી ફિલ્મી ઢબે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ
calendar_today May 3, 2026

Sabarkantha: પ્રાંતિજ હાઈવે પરથી ફિલ્મી ઢબે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ

સાબરકાંઠાની પ્રાંતિજ પોલીસે નેશનલ હાઈવે-48 પર ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી કરી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફશ કર્યો છે. પોલીસને શંકાસ્પદ કિયા સોનેટ કાર રોકવા ઈશારો કરતા ડ્રાઈવરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસે પીછો કરી તેને ઝડપી પાડી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 1520 બોટલ અને બિયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે રૂ.2.94 લાખ થાય છે. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.8.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે ધરપકડથી બચવા આરોપીઓ કાર પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવીને પોલીસને ગુમરાહ કરી રહ્યા હતા. આ મામલે પોલીસે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા મેહુલ મહેન્દ્રભાઈ મહેરિયા (28) અનેભૂમિબેન કાંતિલાલ મહેતા (27) ની ધરપકડ કરી છે. પ્રાંતિજ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસતેજ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadh: સવારથી ત્રણ માતા સિંહણથી વિખૂટાં પડી ગયેલા 7 સિંહબાળનું સાંજે મિલન થયું !
calendar_today May 3, 2026

Junagadh: સવારથી ત્રણ માતા સિંહણથી વિખૂટાં પડી ગયેલા 7 સિંહબાળનું સાંજે મિલન થયું !

જૂનાગઢના બિલખા રોડ પર ત્રણ માતા સિંહણથી સવારે વિખૂટાં પડી ગયેલા 7 સિંહબાળનું સાંજે વન વિભાગે વાહન વ્યવહાર અટકાવીને મિલન કરાવ્યું હતું.આજે વહેલી સવારે બિલખા રોડ પર આવેલ પાવર હાઉસ પાસેના વિસ્તારમાં ત્રણ સિંહણ તેના સાત સિંહબાળ બચ્ચા સાથે રોડ ક્રોસ કરી રહી હતી, પરંતુ ત્રણ સિંહણ રોડ ક્રોસ કરીને જંગલ તરફ્ નીકળી ગયેલ પરંતુ તેની પાછળ સાતેય બચ્ચા રોડ ઉપર સિંહ જોવા માટે ટ્રાફ્કિજામ થતા બચ્ચાઓ રોડ ક્રોસ કરી શક્યા ના હતા. અને સાંજ સુધી બચ્ચાઓ માતાથી વિખુટા હતા. જેથી સાંજના સમયે વાતાવરણ ઠંડું થતા બને સિંહણ ફરીથી બચ્ચા પાસે જવા માટે પાવર હાઉસ પાસેના પુલ નજીક આવી ત્યારે વન વિભાગના સ્ટાફે વાહન વ્યવહાર અટકાવ્યો અને ત્રણ સિંહણ એક પછી એક રોડ ક્રોસ કરીને તેમના બચ્ચા જે વિસ્તારમાં હતા, તે વિસ્તાર તરફ્ જતી રહી હતી, આમ સિંહબાળનો માતા સાથે મિલાપ થયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Modasa: આજે ધો-1ર વિ.પ્રવાહ અને સા.પ્રવાહનું પરિણામ જાહેર થશે,છાત્રોમાં ઉત્સુકતા
calendar_today May 3, 2026

Modasa: આજે ધો-1ર વિ.પ્રવાહ અને સા.પ્રવાહનું પરિણામ જાહેર થશે,છાત્રોમાં ઉત્સુકતા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલી ધો.1ર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું સોમવારે પરિણામ જાહેર થશે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ધો-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા વધી છે. સાથે જ વાલીઓમાં પણ પરિણામોને લઈ ઉત્સુકતા વધી ગઈ છે. આજે સવારે 10 કલાકે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ મુકવામાં આવશે. જ્યારે શિક્ષણ બોર્ડ દ્વારા માર્કશીટો બાદમાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આજે ધો-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. ગત 26 ફેબ્રુઆરીએ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો ત્યારે બે મહિના બાદ શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામો જાહેર કરવામાં આવશે. ગયા વર્ષે પ મે ના રોજ પરિણામો આવ્યા હતા. આ વર્ષે એક દિવસ વહેલા 4 મે ના રોજ પરિણામો જાહેર થશે. સતત ત્રીજા વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ એક જ દિવસે જાહેર થશે. તે પહેલાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામે જુદા-જુદા દિવસે જાહેર કરવામાં આવતા હતા. સોમવારે શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામો જાહેર કરવામાં આવનાર છે. જેમાં બોર્ડની વેબસાઈટ પર સવારે 10.00 કલાકે ધો-1ર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે,અરવલ્લી જિલ્લામાં ધો-12 સામાન્ય પ્રવાહમાં 11194 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા અને 15 કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાઈ હતી. ગયા વર્ષે જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 94.60 ટકા આવ્યુ હતું ત્યારે આ વર્ષના પરિણામો ઉપર વિદ્યાર્થીઓની નજર છે. વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે 1802 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા અને ત્રણ કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાઈ હતી. આજે જાહેર થનાર પરિણામો બાદ વિદ્યાર્થીઓના ભાવિનો ફેંસલો થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward