android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: ગરમીને કારણે પ્રદ્યુમ્ન પાર્ક ઝૂના વન્ય પ્રાણીઓના ખોરાકમાં 10 ટકાનો ઘટાડો
calendar_today May 3, 2026

Rajkot: ગરમીને કારણે પ્રદ્યુમ્ન પાર્ક ઝૂના વન્ય પ્રાણીઓના ખોરાકમાં 10 ટકાનો ઘટાડો

ઉનાળાનો પારો ઊંચે ચડી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ઝૂના વન્યપ્રાણીઓના ખોરાક ઉપર પણ એની અસર પડી છે, માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં 10 % ઘટાડો થયો છે, જ્યારે મગર અને સાપ જેવા સરિસૃપોનો ખોરાક વધ્યો છે. બીજી તરફ પ્રદ્યુમ્ન પાર્ક નજીક આવેલા લાયન સફારી પાર્કનું કામ પૂરું થવામાં હજી 3 માસનો સમય લાગે એમ હોવાથી વેકેશનમાં લોકોને એનો લ્હાવો મળી શકશે નહીં.પ્રદ્યુમ્નપાર્કના 69 પ્રજાતિના 595 વન્યજીવો માટે ઉનાળાની ખાસ કૂલિંગ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવેલી છે. સિંહ, વાઘ અને દીપડાના પાંજરામાં વિશાળ વોટર પોન્ડ બનાવવામાં આવ્યા છે. રાત્રિના સમયે પ્રાણીઓ નિરાંતથી ઊંઘી શકે તે માટે નાઈટ શેલ્ટરમાં પંખા અને જરૂરિયાત મુજબ એર કૂલરની સુવિધા પણ રાખવામાં આવી છે. જ્યારે લાયન સફારી પાર્ક વિશે મનપાના સૂત્રોએ જણાવ્યું કે, પહેલા 20 હજાર ચોરસમીટર જગ્યા હતી, પછી ડિમાર્કેશન કરાવ્યા બાદ 10 હજાર ચો.મી. જગ્યા વધુ મળી. એમાં ફૂડ કોર્ટ, પાર્કિંગ સહિતની જે સવલતો છે એમાં વધુ જગ્યા ફાળવવામાં આવી છે. વધારાના બાંધકામ માટે રૂ.7 કરોડના વધારાના ખર્ચની માગણી કરવામાં આવી છે. હવે કામ પૂરું થવામાં 3 મહિના લાગશે. વર્ક ઓર્ડરની સમયમર્યાદા જુલાઈ સુધીની હોવાનું મનપાના સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Modasa: અરવલ્લીમાં શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા સંપન્ન,1288 વિદ્યાર્થીઓ હાજર રહ્યા
calendar_today May 3, 2026

Modasa: અરવલ્લીમાં શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા સંપન્ન,1288 વિદ્યાર્થીઓ હાજર રહ્યા

અરવલ્લી જિલ્લામાં 4 પરીક્ષા કેન્દ્રો ખાતે રવિવારે નીટની પરીક્ષા યોજાઈ હતી. બપોરે બે વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી,જો કે પરીક્ષા કેન્દ્રો ખાતે બે કલાક વહેલા પરીક્ષાર્થીઓને પહોંચી જવા સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થતાં શિક્ષણ વિભાગે રાહત અનુભવી પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોડાસામાં કે.એન.શાહ હાઈસ્કૂલ, જે.બી.શાહ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, સરસ્વતી હાઈસ્કૂલ અને મદની હાઈસ્કૂલ એમ ચાર કેન્દ્રો ખાતે રવિવારે નીટની પરીક્ષા લેવાઈ હતી. જિલ્લામાં નીટની પરીક્ષા માટે 131ર પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 1288 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. બપોરે બે વાગ્યે નીટની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જો કે વિદાર્થીઓને બે કલાક પહેલાં જ પરીક્ષા કેન્દ્રો ખાતે બોલાવી લેવામાં આવ્યા હતા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા નીટની પરીક્ષા આપવી ફરજીયાત હોય વિદ્યાર્થીઓમાં પેપર કેવુ રહેશે તે અંગે ભારે ઉત્સુકતા રહી હતી. જિલ્લામાં મોડાસા ખાતે નીટની પરીક્ષા માટે ચાર કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. આ તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન શાંતિપૂર્ણ રીતે પરીક્ષા સંપન્ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 7 બનાવ : 5ના મોત, 10ને ઈજા
calendar_today May 3, 2026

Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 7 બનાવ : 5ના મોત, 10ને ઈજા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના જશાપર-નારીચાણા રોડ, સુરેન્દ્રનગર-મુળી હાઈવે, ચોટીલા આપાગીગાન ઓટલા પાસે, નેશનલ હાઈવે પર વડોદ પુલ ઉપર, લીંબડી બસ સ્ટેશન પાસે, ચોટીલા-સાયલા હાઈવે પર આયા ગામના બોર્ડ પાસે અને દસાડાના વડગામ-વિસાવડી રોડ પર અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પોલીસ કર્મી, 3 વર્ષીય બાળક, ટેન્કર ચાલક સહિત 5ના મોત થયા છે. જયાર આણંદના દંપતી સહિત 10ને ઈજા પહોંચી છે. ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના દેવકરણભાઈ મેલાભાઈ ભુવા ધ્રાંગધ્રા ડીવાયએસપી કચેરીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તા. 28-4ના રોજ સાંજે તેઓ બાઈક લઈને ધ્રાંગધ્રાથી નારીચાણા જતા હતા. ત્યારે જસાપર-નારીચાણા વચ્ચે કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા કે પશુ આડુ ઉતરતા તેઓ બાઈક સહિત પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જેમાં તા. 30-4ના રોજ સવારે તેમનું મોત થયુ હતુ. આ અંગે મૃતકના પુત્ર હાર્દીકભાઈ ભુવાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જયારે મુળી તાલુકાના લીમલી ગામે રહેતા 46 વર્ષીય હરદેવસિંહ બળદેવસિંહ પરમાર ખેતી કરે છે. તા. 19-4ના રોજ સવારે તેઓ પત્ની રસીકબા સાથે બાઈક લઈને મુળી માંડવરાયજી દાદાના દર્શન કરવા જતા હતા. જેમાં સુરેન્દ્રનગર-મુળી હાઈવે પર ગોદાવરી ગામના પાટીયા પાસે પહોંચતા તેમની આગળ એક ડમ્પર જતુ હતુ. ત્યારે પાછળથી આવેલા નયન ટ્રેડર્સ લખેલા ડમ્પરે રોંગ સાઈડમાં ઓવરટેક કરતા હરદેવસિંહે તેને બુમ પાડી હતી. તેમ છતાં ડમ્પર ચાલકે ઓવરટેક કરતા બાઈક સાથે અથડાયુ હતુ. જેમાં હરદેવસિંહ અને રસીકબા બાઈક સાથે નીચે પટકાયા હતા. બન્નેને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાતા તા. 20-4ના રોજ રસીકબાનું મોત થયુ હતુ. આ અંગે હરદેવસિંહે તા. 1 મેના રોજ ડમ્પર ચાલક સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ પી.આર.મોડ ચલાવી રહ્યા છે. બીજી તરફ મુળ એમ.પી.ના 21 વર્ષીય હીરોભાઈ કરણસીંહ પવાર હાલ ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આપાગીગાના ઓટલા પાછળ આવેલ વાડીએ ખેતમજુરી કરે છે. તા. 2-પના રોજ સાંજે તેમના 3 વર્ષીય પુત્ર અજયને લઈ બાઈક પર તેઓ આપાગીગાના ઓટલા પાસે આવ્યા હતા. જેમાં ચોટીલા તરફથી આવતી કારના ચાલકે પુરઝડપે ચલાવી અકસ્માત કરતા પિતા-પુત્ર બન્ને ફંગોળાયા હતા. બન્નેને સારવાર માટે દવાખાને લઈ જવાતા હેમરેજ થઈ જતા અજયનું મોત થયુ હતુ. આ અંગે કાર ચાલક વીરપુરના અમીત હરીલાલ વેકરીયા સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ બી.એન.દીવાન ચલાવી રહ્યા છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામના 56 વર્ષીય ગૌતમભાઈ હીરાભાઈ રોહીત અને તેમના પત્ની મંજુલાબેન તા. 29-4ના રોજ દર્શનાર્થે નીકળ્યા હતા. જેમાં સાળંગપુર, વિરપુર, ચોટીલા દર્શન કરીને તા. 1-પના રોજ ચોટીલા હાઈવે પરથી ટેન્કરમાં બેસી પરત જતા હતા. જેમાં વઢવાણ તાલુકાના વડોદ પાસે નેશનલ હાઈવે પર આવેલ પુલ પરથી ટેન્કર ઉતરતા સમયે કોઈપણ આડશ વગર આગળ ઉભેલ ટ્રક પાછળ ધડાકાભેર અથડાયુ હતુ. જેમાં દંપતી અને ટેન્કર ચાલકને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાતા ટેન્કર ચાલકનું મોત થયુ હતુ. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે તા. 2-પના રોજ મોડી રાત્રે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ કે.બી.ખેર ચલાવી રહ્યા છે. અને લીંબડીમાં રહેતા બાબુભાઈ વશરામભાઈ સીતાપરા તા. 30-4ના રોજ પુત્ર 4 વર્ષીય ધાર્મીક અને ર વર્ષીય ધર્મેશને બાઈક પર લઈને દુકાનનો સામાન લેવા જતા હતા. ત્યારે લીંબડી બસ સ્ટેશન પાસે એક આઈશર ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા ત્રણેય નીચે પટકાયા હતા. જેમાં 108 દ્વારા સારવાર માટે લઈ જવાતા બાબુભાઈનું મોત થયુ હતુ. આ અંગે મૃતકના ભાઈ અશોકભાઈ સીતાપરાએ આઈશર ચાલક સામે લીંબડી પોલીસ મથકે તા. રના રોજ સાંજે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એમ.એમ.બારૈયા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward