Ahmedabad News: લાંભા વોર્ડમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય, મતદારોનો આભાર માનવા યોજાયો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે વિજેતા ઉમેદવારો મતદારોનો આભાર માની રહ્યા છે. લાંભા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની આખેઆખી પેનલે ઐતિહાસિક બહુમતી સાથે વિજય મેળવ્યા બાદ આજે મતદારોનો આભાર માનવા માટે એક ભવ્ય 'ઋણ સ્વીકાર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.લાંભાની જનતાએ ભાજપ પર મૂક્યો અતૂટ વિશ્વાસ લાંભા વોર્ડની આ ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો અંજુબેન ઠાકોર, ચંદ્રકાંતભાઈ જોષી, ડૉ. ચાંદનીબેન પટેલ અને રાહુલભાઈ ભરવાડનો ભવ્ય વિજય થયો છે. મતદારોએ ભાજપની પેનલને વિજેતા બનાવી વિકાસના કાર્યો પર મહોર લગાવી છે. જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે, તે બદલ કાર્યકરો અને નેતાઓએ મતદારોનો રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો હતો. સાંસદ અને ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિ આ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપના સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નેતાઓએ જણાવ્યું હતું કે, આ જીત કાર્યકરોની મહેનત અને જનતાના ભાજપ પ્રત્યેના વિશ્વાસની જીત છે. આગામી દિવસોમાં લાંભા વોર્ડના વિકાસના કામોને વધુ વેગ આપવાની ખાતરી પણ વિજેતા પેનલ દ્વારા આપવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward