android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ‘રાજ્યમાં નવા વૃદ્ધાશ્રમ ખોલવા નહીં દઈએ’, ભારત વડીલ વંદન કાર્યક્રમમાં હર્ષ સંઘવીનું ભાવુક સંબોધન
calendar_today May 3, 2026

Surat News: ‘રાજ્યમાં નવા વૃદ્ધાશ્રમ ખોલવા નહીં દઈએ’, ભારત વડીલ વંદન કાર્યક્રમમાં હર્ષ સંઘવીનું ભાવુક સંબોધન

સુરત શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે ‘વિશ્વ હાસ્ય દિવસ’ નિમિત્તે કિરણ હોસ્પિટલ દ્વારા આયોજિત ‘ભારત વડીલ વંદન’ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડીલોના સન્માન સાથે તેમના ચહેરા પર સ્મિત લાવવાના પ્રયાસને DyCM એ બિરદાવ્યો હતો.હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનમાં કોઈએ ન આવવું પડે તેવી પ્રાર્થના પોતાના વક્તવ્યમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “મને આજે વડીલોનો ઉત્સાહ જોઈને અલગ જ આનંદ થઈ રહ્યો છે. અમે જ્યારે પણ કોઈ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં જઈએ ત્યારે એ જ પ્રાર્થના કરીએ છીએ કે કોઈએ હોસ્પિટલ કે પોલીસ સ્ટેશનના પગથિયાં ન ચઢવા પડે. અને જો કોઈ હોસ્પિટલમાં આવે, તો તે વહેલી તકે સાજો થઈને ઘરે પાછો જાય.” તેમણે નર્સ અને હોસ્પિટલ સ્ટાફની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે, જે વડીલોના સંતાનો પાસે નથી, તેમનું ધ્યાન આ સ્ટાફ પોતાના સંતાનની જેમ રાખી રહ્યો છે. વૃદ્ધાશ્રમ એ સામાજિક દૂષણ: પોલીસ કરાવી રહી છે પરિવાર સાથે મિલન નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા સામે લાલ આંખ કરતા કહ્યું કે, “અમે રાજ્યમાં નવા વૃદ્ધાશ્રમો ખોલવા નહીં દઈએ. આપણે સૌએ માતા-પિતા અને સંતાનોએ સાથે રહેવું જોઈએ.” તેમણે ઉમેર્યું કે છેલ્લા ચાર વર્ષથી ગુજરાત પોલીસ એવા વડીલોને શોધી રહી છે જેઓ વૃદ્ધાશ્રમમાં છે અને તેમને તેમના પરિવાર કે દીકરીઓ સાથે મિલાવવાનું ઉમદા કાર્ય કરી રહી છે. તેમણે વડીલોને મોબાઈલ જેવા સામાજિક દૂષણથી દૂર રહેવા અને વહુઓને ટોણા મારવાને બદલે પ્રેમથી મંદિરે લઈ જવા રમૂજી લહેકામાં અપીલ કરી હતી. ઝારખંડના વડીલ હવે બની ગયા ‘સુરતી’ સંઘવીએ એક કિસ્સો શેર કરતા કહ્યું કે, તાજેતરમાં ઝારખંડના એક વડીલ તેમને મળવા આવ્યા હતા. જેઓ બે વર્ષ પહેલા સુરતમાં સારવાર માટે આવ્યા હતા, તે આજે સુરતની આબોહવામાં એટલા સાજા થઈ ગયા છે કે મારા કરતા પણ વધુ ફિટ દેખાય છે અને હવે તેઓ પૂર્ણપણે ‘સુરતી’ બની ગયા છે. તેમણે ઉપસ્થિત વડીલોને વિનંતી કરી હતી કે તેઓ સમાજના યુવાનોને બ્લડ ડોનેશન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરે, જેથી વડીલોના આશીર્વાદ અને યુવાનોની શક્તિથી રાજ્ય વધુ મજબૂત બને. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Valsad News: 'અઘોરી બાબા' બની છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ, સીનિયર સિટીઝનને એકના ડબલની લાલચ આપી રૂ.19.60 લાખ પડાવ્યા
calendar_today May 3, 2026

Valsad News: 'અઘોરી બાબા' બની છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ, સીનિયર સિટીઝનને એકના ડબલની લાલચ આપી રૂ.19.60 લાખ પડાવ્યા

આધુનિક યુગમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને અંધશ્રદ્ધા ફેલાવતી એક રીઢા ઠગબાજોની ગેંગને વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી છે. અઘોરી બાબા અને ભુવાનું રૂપ ધારણ કરી નિર્દોષ લોકોને વિશ્વાસમાં લેતી આ ગેંગે વલસાડના એક સીનિયર સિટીઝનને પોતાના શિકાર બનાવી કુલ રૂ.19,60,500થી વધુની રકમની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. પોલીસે આ મામલે પાંચ ભેજાબાજોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઈન્ટરનેટના માધ્યમથી અઘોરીના સંપર્કમાં આવ્યા અને લૂંટાયા ઘટનાની વિગત મુજબ, ભોગ બનનાર સીનિયર સિટીઝન ઈન્ટરનેટના માધ્યમથી આ કથિત અઘોરી બાબાના સંપર્કમાં આવ્યા હતા. આ પાખંડીઓએ સીનિયર સિટીઝનને ધનવાન બનાવવાની અને રુપિયા એકના ડબલ કરી આપવાની જાદુઈ લાલચ આપી હતી. અઘોરી અને ભુવા જેવો વેશ ધારણ કરી આ ઠગબાજોએ ભોગ બનનારને વિધિના નામે ડરાવી અને લાલચ આપીને કટકે-કટકે ઓનલાઈન માધ્યમથી લાખો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે 5 ઠગને દબોચ્યા રૂ.19.60 લાખથી વધુનો ચૂનો લાગ્યા બાદ વૃદ્ધે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શનની કડીઓ મેળવીને આ આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા પાંચેય આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર પાખંડ ફેલાવી લોકોને આકર્ષતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા મોબાઈલ અને અન્ય સાહિત્ય કબજે કરી, આ ટોળકીએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsanaની વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી યુવકે લગાવી મોતની છલાંગ
calendar_today May 3, 2026

Mehsanaની વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી યુવકે લગાવી મોતની છલાંગ

મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત સિવિલ હોસ્પિટલના પરિસરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. હોસ્પિટલમાં સારવાર અર્થે અથવા અન્ય કોઈ કામે આવેલા એક 30 વર્ષીય યુવકે અકળ કારણોસર હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બપોરના સમયે બનેલી આ ઘટનાને પગલે દર્દીઓ, તબીબો અને સ્ટાફમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ વ્યાપી ગયો હતો.ચોથા માળેથી પડતું મૂકતા ઘટનાસ્થળે જ કરુણ મોત ઘટનાની વિગત મુજબ, વડનગરના સ્થાનિક ગામના રહેવાસી 30 વર્ષીય યુવકે સિવિલ હોસ્પિટલના ચોથા માળની ગેલેરીમાંથી અચાનક નીચે છલાંગ લગાવી હતી. યુવક પછડાતા જ જોરદાર અવાજ આવતા લોકો દોડી આવ્યા હતા. ગંભીર ઇજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવકે કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી આપઘાતની જાણ થતા જ વડનગર પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકની ઓળખ કરી તેના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળના અગમ્ય કારણો હજુ અકબંધ છે, પરંતુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સિવિલ હોસ્પિટલની સુરક્ષા અને ઊંચાઈ પરથી પડતું મૂકવાની ઘટનાને પગલે હોસ્પિટલ મેનેજમેન્ટ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward