android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand Nwes: પેટલાદના સિલવાઈ ગામે જૂની અદાવતમાં લોહિયાળ જંગ, સળિયા-લાકડાથી હુમલો કરી 7 લોકોને પહોંચાડી ઈજા
calendar_today May 3, 2026

Anand Nwes: પેટલાદના સિલવાઈ ગામે જૂની અદાવતમાં લોહિયાળ જંગ, સળિયા-લાકડાથી હુમલો કરી 7 લોકોને પહોંચાડી ઈજા

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા સિલવાઈ ગામે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. લોખંડના સળિયા અને લાકડા જેવા ઘાતક હથિયારો વડે કરવામાં આવેલા આ હુમલામાં 5 થી 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જાહેરમાં થયેલી આ મારામારીને પગલે ગામમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.અચાનક થયેલા હુમલામાં યુવાનો અને આધેડ લોહીલુહાણ ઘટનાની વિગત મુજબ, સિલવાઈ ગામે અગાઉની કોઈ અદાવતનું વેર રાખીને એક પક્ષ દ્વારા બીજા પક્ષ પર સળિયા અને લાકડા વડે અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક અથડામણમાં યુવાનોથી લઈને આધેડ વયના વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાખોરોએ માથાના ભાગે અને શરીરે આડેધડ ઘા ઝીંકતા અનેક લોકો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે ગંભીર ઈજાગ્રસ્તોને વડોદરા રિફર કરાયા, પોલીસ તપાસ તેજ પેટલાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બે ઈસમોની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરાની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો સિલવાઈ ગામે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ગામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ હાલ આ હુમલા પાછળના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagarના પાટડીમાં નર્મદાની લાઇન તોડી પાણીચોરીનું કૌભાંડ, કેટલાક તત્વો પાણી વેચીને કરી રહ્યા છે કમાણી
calendar_today May 3, 2026

Surendranagarના પાટડીમાં નર્મદાની લાઇન તોડી પાણીચોરીનું કૌભાંડ, કેટલાક તત્વો પાણી વેચીને કરી રહ્યા છે કમાણી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં એકતરફ પીવાના પાણીની વિકટ તંગી સર્જાઈ છે, ત્યારે બીજી તરફ નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં પંચર પાડીને બેરોકટોક પાણીચોરી કરવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પાટડી-હિંમતપુરા રોડ પાસે કેટલાક આવારા તત્વો દ્વારા જાહેર રોડ પર નર્મદાની પાઇપલાઇન તોડી ગેરકાયદેસર રીતે પાણીના ટાંકા ભરવામાં આવી રહ્યા છે. આ ચોરી કરેલા પાણીનું વેચાણ કરીને તત્વો આર્થિક લાભ મેળવી રહ્યા હોવાનો ધડાકો થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોના પાણી માટે વલખા ભર ઉનાળે જ્યારે પંથકના ખેડૂતો અને સામાન્ય નાગરિકો પાણીના એક-એક ટીપાં માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે અસામાજિક તત્વો દ્વારા સરેઆમ પાણીની ચોરી કરવામાં આવી રહી છે. પાટડી-હિંમતપુરા રોડ પર નર્મદાના નીર ગેરકાયદેસર રીતે ટાંકાઓમાં ભરીને તેનું વેચાણ કરવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. આ કૌભાંડને પગલે છેવાડાના ગામડાઓ સુધી પહોંચતું પાણી ઓછું થઈ રહ્યું છે, જેના કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે. તંત્રની મીલીભગત કે બેદરકારી? જાહેર રોડ પર આ પ્રકારે નર્મદાની લાઇન તોડીને પાણી ચોરી થતી હોવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ કેમ અજાણ છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે કાં તો અધિકારીઓ જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યા છે અથવા તેમની મિલીભગતથી જ આ કૃત્ય આચરવામાં આવી રહ્યું છે. તંત્રની ઢીલી કામગીરીને કારણે આવારા તત્વોને મોકળું મેદાન મળ્યું છે. હાલમાં ગ્રામજનો દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ યોગ્ય તપાસ કરી જવાબદારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara News: પાદરાના ઘનશ્યામ ભૂવાની ભવિષ્યવાણીનો વીડિયો વાઈરલ, સુરત બેંક ચોરીમાં 'વડોદરા કનેક્શન'નો દાવો
calendar_today May 3, 2026

Vadodara News: પાદરાના ઘનશ્યામ ભૂવાની ભવિષ્યવાણીનો વીડિયો વાઈરલ, સુરત બેંક ચોરીમાં 'વડોદરા કનેક્શન'નો દાવો

વડોદરા જિલ્લાના પાદરા પંથકમાં એક ભૂવાની ભવિષ્યવાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. ઘનશ્યામ ભૂવા નામના વ્યક્તિએ સુરતમાં થયેલી બેંક ચોરી મામલે અજીબોગરીબ દાવો કર્યો છે. વાઈરલ વીડિયોમાં ભૂવાજી સુરત બેંક ચોરીનું 'વડોદરા કનેક્શન' હોવાની વાત કરતા જોવા મળી રહ્યા છે.'ચોર પકડાશે નહીં' તેવી કરી છે આગાહી આ વાઈરલ વીડિયોમાં ઘનશ્યામ ભૂવા ભવિષ્યવાણી કરતા સંભળાય છે કે, સુરતની બેંકમાં જે ચોરી થઈ છે તેમાં વડોદરાના તત્વોની સંડોવણી છે. એટલું જ નહીં, તેમણે એવો પણ ચોંકાવનારો દાવો કર્યો છે કે, "બેંકમાં ચોરી થશે અને ચોર પકડાશે નહીં." આ પ્રકારની અંધશ્રદ્ધા પ્રેરે તેવી વાતોનો વીડિયો વાઈરલ થતા લોકોમાં જાત-ભાતની ચર્ચાઓ જાગી છે. સોશિયલ મીડિયા પર વીડિયોની ધૂમ, સત્યતા સામે સવાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયુવેગે પ્રસરી રહ્યો છે, જોકે આ વીડિયો ક્યારનો છે અને તે કેટલો સાચો છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સંદેશ ન્યૂઝ આ વાઈરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. પોલીસ તપાસના વિષય વચ્ચે આ પ્રકારે ભૂવા દ્વારા કરવામાં આવતા દાવાઓ સમાજમાં ગેરમાર્ગે દોરનારા સાબિત થઈ શકે છે.નોંધ: સંદેશ ન્યૂઝ આ વાઈરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward