android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Modasa: અરવલ્લી જિલ્લામાં હેલ્મેટ ન પહેરનારા ટુ-વ્હિલરચાલકો સામે કાર્યવાહી
calendar_today May 2, 2026

Modasa: અરવલ્લી જિલ્લામાં હેલ્મેટ ન પહેરનારા ટુ-વ્હિલરચાલકો સામે કાર્યવાહી

બાયડ, મોડાસા : રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજે મોડાસા સહયોગ સર્કલ ખાતે વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે એમવી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bayad: બાયડના અલવા પાસે ઈકોમાં લવાતો રૂ.2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયોઃ એકની ધરપકડ
calendar_today May 2, 2026

Bayad: બાયડના અલવા પાસે ઈકોમાં લવાતો રૂ.2.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયોઃ એકની ધરપકડ

અરવલ્લી જિલ્લામાં બાયડ પોલીસ મથક વિસ્તારમાંથી જિલ્લા પોલીસે બાતમીના આધારે ઇકો ગાડીમાં લવાતો રૂ.2.58 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી એકની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસની ટીમ બાયડ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફ્થી એક સફેદ રંગની ઈકો ગાડી (જીજે 06 જેક્યુ 1679) વિદેશી દારૂ ભરીે કંથારીયા, રેલ્લાવાડા, જાલોદર, અણીયોર, ધનસુરા થઇ અંદરના રસ્તે અલવા કંપા થઈને બાયડ તેનપુર તરફ્ જવાની છે. આ બાતમીના આધારે પોલીસે અલવા કંપા ગામની સીમમાં ધનસુરાથી બાયડ તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતાં જ પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી થોડી આગળ ઉભી રાખી તેમાંથી ઉતરીને ભાગવા લાગ્યો હતો. પોલીસે પીછો કરીને રાજેન્દ્ર બંસીલાલ ડામોર (રહે. રોબીયા, તા. ખેરવાડા, જિ. ઉદયપુર, રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો, જ્યારે અન્ય બે શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છૂટયા હતા. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 46 પેટીઓ મળી આવી હતી. પોલીસે રૂ.2,58,960ની કિંમતનો વિદેશી દારૂ, રૂ. 5 લાખની ગાડી, રૂ.10 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.7,68,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાત્રીના અંધકારનો લાભ લઇને નાસી છૂટેલા આરોપીઓ મહેશ પરમાર (રહે. ખાડી આંબરી), પ્રવિણ (રહે. સીસોદ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલો આરોપી રાજેન્દ્ર ડામોર અગાઉ પણ ગાંધીનગરના ડભોડા અને અરવલ્લીના ઈસરી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. તેની વિરૂદ્ધ બાયડ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: હેલ્મેટ નહીં પહેરનારા 250 ટુ-વ્હીલર ચાલકો દંડાયા
calendar_today May 2, 2026

Kheda: હેલ્મેટ નહીં પહેરનારા 250 ટુ-વ્હીલર ચાલકો દંડાયા

ખેડા જિલ્લામાં પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લામાં વધતા જતા જીવલેણ અકસ્માતોના બનાવોને ધ્યાનમાં રાખી પોલીસે ડ્રાઈવના પ્રથમ દિવસે જ કડકાઈ દાખવી 22 સરકારી અને 228 અન્ય નાગરિકો મળીને કુલ 250 લોકોને હેલ્મેટ નહીં પહેરવા બદલ 500-500 રુ. દંડ ફટકારતા હેલ્મેટના નિયમોનું પાલન નહીં કરનાર લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશકની સુચના અનુસાર સમગ્ર રાજ્યમાં તા.1લી મે થી તા.30 મે 2026 સુધી હેલ્મેટના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે ખેડા જિલ્લામાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવની શરુઆત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી લોકોને ફુલ આપીને હેલ્મેટ પહેરવા સમજાવ્યા છતાં કેટલાક લોકોને પોતાના જીવની પરવા ન હોય હવે પોલીસે ડ્રાઈવના પ્રથમ દિવસે જ આક્રમક રીતે ખેડા જિલ્લાના વિવિધ સરકારી કચેરીઓ બહાર ઉપરાંત જિલ્લામાં આવેલ જુદા જુદા સ્થળો પર ખાસ પોઈન્ટ ગોઠવી દીધા હતા. અને જે પણ વ્યક્તિ હેલ્મેટ વગર દેખાય તે સરકારી કર્મચારી હોય કે સામાન્ય જન તેમને દંડ ફટકારવામાં આવ્યા હતા. પોલીસની આ ડ્રાઈવમાં પ્રથમ દિવસે જ પોલીસ સહિતના સરકારી 22 કર્મચારીઓને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હતો. ઉપરાંત અન્ય 228 નાગરિકોને પણ હેલ્મેટના નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું ખેડા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ કિંજલ આર.ચૌધરીએ જણાવ્યું હતું. આ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત દ્વિચક્રી વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંનેએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward