Surendranagar: સુરેન્દ્રનગર કમલમમાં જિલ્લાના વિજેતા ઉમેદવારોનો સન્માન-માર્ગદર્શન સમારોહ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મનપા, જિ.તાં. પંચાયત અને નગરપાલીકામાં ભાજપની બંપર જીત થઇ છે. ત્યારે કમલમમાં પ્રદેશ મહામંત્રી હિતુભા, પ્રદેશ ઉપપ્રમુખ ગૌતમભાઇ ગેડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઇ ટમાલીયા, નાયબ દંડક જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા સહિત 4 ધારાસભ્ય,વર્ષાબેન દોષી અને જીગ્નાબેન પંડયા સહિતના નેતાઓની હાજરીમાં જિલ્લાના ચૂંટાયેલા તમામ સદસ્યોનું ભાજપનો ખેસ પહેરાવી સન્માન કરાયુ હતુ.આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી હિતુભાએ ખાસ જણાવ્યુ હતુ કે તમારી પાસે મંડલના હોદ્દેદારો ગમે ત્યારે આવી ગમેતે જવાબદારી સોંપે ખડેપગે રહીને કામ કરી એમનુ સન્માન જાળવજો અને તમને જીતાડનાર કાર્યકર્તાની કોઇ દિવસ અવગણતા કરતા નહી સાથે ગ્રાન્ટનો પોતાના વિસ્તારમાં જ સદ્ઉપયોગ કરજો આમ સ્થાનીક સ્વરાજ્યની બંપર જીત બાદ 2027 વિધાનસભામાં પણ જિલ્લાની પાચેય બેઠક કબ્જે કરવાની છે.સાથે પ્રદેશ ઉપપ્રમુખ ગૌતમભાઇ ગેડીયાએ ચૂંટાયેલા સદસ્યોને ભાજપનો વ્યાપ વધારવા અને કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે હારેલા ઉમેદવારના ત્યાં પણ જઇ આસ્વાસન આપી મનોબળ વધારવા જણાવ્યુ હતુ.અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઇ ટમાલીયાએ જિલ્લાના ચૂંટાયેલા સદસ્યોને પાર્ટીને મજબૂત બનાવવા અને લોકોના વિકાસના કામો કરવા માટે લાગી જવા હાકલ કરી હતી.આમ સન્માન સમારોહ સાથે સાથે નેતાઓએ ચૂંટાયેલા સદસ્યોને પક્ષની છબી ખરડાય કે લોકોમા નારાજગી ઉભી થાય એવો વાણી વિલાસ કે વર્તન નહી કરવા ખાસ ટકોર કરી હતી.કમલમમાં કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા મહામંત્રી નરેશભાઇ પટેલની ટીમે કર્યુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward