android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: 9 વર્ષ પહેલા સોશીયલ મીડીયામાં બંદુક સાથે ફોટો મુકનાર સામે કાર્યવાહી કરવામાં આવી
calendar_today May 2, 2026

Surendranagar: 9 વર્ષ પહેલા સોશીયલ મીડીયામાં બંદુક સાથે ફોટો મુકનાર સામે કાર્યવાહી કરવામાં આવી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એસઓજી ટીમને દસાડા તાલુકાના ઝેઝરી ગામના સલીમખાન અજીતખાન સાયબાણીએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં બંદુક સાથેનો ફોટો મુકયો હોવાની માહીતી મળતા તેની અટક કરી પુછપરછ કરાઈ હતી. જેમાં આ હથીયાર તેના મોટાબાપુ આમીરખાન કાનાજી મલેકનું હોવાનું તથા 9 વર્ષ પહેલા ફોટો પાડી ફેબસુકમાં મુકયો હોવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત હાલ આમીરખાન મરણ ગયેલ હોય તથા હથીયાર પાટડી પોલીસ મથકે જમા હોવાનું જણાવતા આ અંગે બજાણા પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ એએસઆઈ બી.જે.સોલંકી ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhrangadhra: ધ્રાંગધ્રામાં ભુંગળા-બટેકાની લારી ચલાવતા શ્રામીકની 10 વ્યાજખોરો સામે ફરિયાદ
calendar_today May 2, 2026

Dhrangadhra: ધ્રાંગધ્રામાં ભુંગળા-બટેકાની લારી ચલાવતા શ્રામીકની 10 વ્યાજખોરો સામે ફરિયાદ

ધ્રાંગધ્રામાં રહેતા અને ભુંગળા બટેકાની લારી ચલાવતા શ્રામીકે અલગ-અલગ 9 વ્યકિતઓ પાસેથી ઉંચા વ્યાજે પૈસા લીધા હતા. જેમાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી 10 આરોપીઓ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે નાણા ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે. ધ્રાંગધ્રાની કસ્બાશેરીમાં રહેતા 55 વર્ષીય ઈકબાલભાઈ હુસેનભાઈ ગરાણા ભુંગળા-બટેકાની લારી ચલાવી પરીવારનું ગુજરાન કરે છે. બીમારી, વ્યવહારીક પ્રસંગ, આર્થીક સંકડામણને લઈને તેઓએ અલગ-અલગ 10 વ્યકિતઓ પાસેથી પૈસા લીધા હતા. જેમાં ખારીશેરીના જેહલબેન ગૌતમભાઈ મેવાડા પાસેથી 1.20 લાખ, હળવદ દરવાજે રહેતા સતીશ પોપટલાલ ભરવાડ પાસેથી 20 હજાર, હળવદ રોડ પર રહેતા પરેશ પ્રજાપતી માસ્તર પાસેથી 15 હજાર, મયુરનગરના રામસીંગ રબારી પાસેથી 20 હજાર, ખારીશેરીના અંકીત મેવાડા પાસેથી 10 હજાર, મેહુલ રાતડીયા પાસેથી 25 હજાર, ફુલેશ્વર પોલીસ ચોકી પાસે રહેતા ગોપાલભાઈ ભરવાડ પાસેથી 10 હજાર, રંગોલી રેસ્ટોરન્ટના ખાંચામાં રહેતા ભુપેન ભરતભાઈ કોટક પાસેથી 50 હજાર, મયુરનગરના મેહુલ લાકડીયા પાસેથી 20 હજાર લીધા હતા. આ લોકોને ઉંચા વ્યાજ દર સાથે રકમ ચુકવવા છતાં આ 9 આરોપીઓ ઉપરાંત મેહુલ દલવાડી અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા હતા. આથી ઈકબાલભાઈએ તા. 1-5ના રોજ મોડી સાંજે મહિલા સહિત 10 આરોપીઓ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે નાણા ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. આ ફરીયાદ નોંધાતા જ પીએસઆઈ એ.એમ. ચુડાસમા, સરફરાઝભાઈ સહિતની ટીમે 7 આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: સુરેન્દ્રનગર 'મહાનગર' બન્યું પણ GIDC હજુ મધ્યયુગમાં ! ખખડધજ રસ્તા અને ઉભરાતી ગટરો વચ્ચે કારખાનેદારો લાચાર
calendar_today May 2, 2026

Surendranagar: સુરેન્દ્રનગર 'મહાનગર' બન્યું પણ GIDC હજુ મધ્યયુગમાં ! ખખડધજ રસ્તા અને ઉભરાતી ગટરો વચ્ચે કારખાનેદારો લાચાર

સુરેન્દ્રનગર : વઢવાણ જીઆઈડીસીમાં 500થી વધુ નાના-મોટા એકમો ધમધમી રહ્યા છે. જેમાં ઉત્પાદીત થતો માલ ગુજરાત અને દેશબહાર નીકાસ થાય છે. જીઆઈડીસીના ઉદ્યોગો પ્રતી વર્ષ સરકારને કરોડો રૂપીયાનો ટેકસ ચુકવે છે. પરંતુ સુવિધાના નામે જીઆઈડીસીમાં મીંડુ છે. જીઆઈડીસીમાં ઠેરઠેર ગટરોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળે છે. નીયમીત ગટર સફાઈ ન થતી હોવાથી ગંદા પાણીથી કારખાનેદારો પરેશાન થઈ ગયા છે. બીજી તરફ જીઆઈડીસીમાં આવેલ એકપણ રસ્તો સારો નથી. તમામ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી ઉદ્યોગકારો અને કારખાનાના કર્મીઓ તથા મજુરોને ભારે પરેશાની વેઠવી પડે છે. સુરેન્દ્રનગર મહાનગર બન્યા બાદ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. પરંતુ જીઆઈડીસી વિસ્તાર હજુ પણ વિકાસ ઝંખી રહ્યો છે. ત્યારે વઢવાણ જીઆઈડીસીના ભવાની પ્લાસ્ટીક એકમના સમીરભાઈ જોબનપુત્રાએ જીઆઈડીસીના રાજકોટ વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખીત રજુઆત કરી છે. જેમાં જીઆઈડીસી ઓથોરીટી આ તરફ લક્ષ આપે અને જીઆઈડીસી વિસ્તારમાં પ્રાથમીક સુવિધા પુરી પડાય તેવી માંગણી કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward