Bodeli: જબુગામ ખાતે દ્વારકાધીશ મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો
બોડેલી તાલુકાના જબુગામ દ્વારકાધીશ મંદિરના જિર્ણોદ્ધારને 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતી મહોત્સવની બે દિવસીય ભવ્ય ઉજવણી સાથે 50માં વર્ષમાં મંગલ પ્રવેશે પધારેલા પૂ.પા.ગો.108ડો. વાગેશકુમારજીનું ભવ્ય સામૈયું શનિવારે સવારે વાજતે ગાજતે જબુગામ આઝાદ ચોકથી જબુગામના રાજમાર્ગો પરથી નીકળ્યું હતું. ત્યારે સમગ્ર જબુગામ નગર પુષ્ટિ માર્ગીય ભક્તિના રંગે રંગાયું હતું. બપોરના 12 કલાકથી 3 કલાક દરમિયાન મંદિરે પ્રભુના દિવ્ય દર્શન સહિત છપ્પન ભોગના દર્શન સહિત અલૌકિક લાભ લેવા સમસ્ત નગરજનો મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. સાંજે નગરમાં ભવ્ય શોભાયાત્રામાં પૂ.પા.ગો.ડૉ.વાગીશકુમારજી ખાસ પધાર્યા હતા. દ્વારકાધીશ મંદિરે પ્રત્યેક ઠાકોરજીનું પુષ્પ વર્ષા સાથે તમામ ઠાકોરજીના ભવ્ય દર્શન બાદ દ્વારકાધીશ મંદિરમાં પૂ. વાગીશ કુમારજીના પુષ્ટિ પૂર્તિ નિમિત્તે વડોદરા શહેર સહિત આવેલા દરેક ગામના વૈષ્ણવોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward