android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: છોટાઉદેપુર પાલિકાની બોગસ વેરા પાવતીથી વીજ જોડાણ લેવાતા હડકંપ
calendar_today May 2, 2026

Chhota Udepur: છોટાઉદેપુર પાલિકાની બોગસ વેરા પાવતીથી વીજ જોડાણ લેવાતા હડકંપ

છોટાઉદેપુર નગર પાલિકાની બોગસ વેરા પાવતી બનાવીને વીજ કનેક્શન લીધા હોવા બાબતની એક લેખિત અરજી નગરના જાગૃત નાગરિક દ્વારા વીજ કંપનીને કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. છોટાઉદેપુર નગર પાલિકાના વોર્ડ 3માં વીજ કનેક્શન મેળવવા માટે નગર પાલિકાની બોગસ વેરા પાવતી બનાવીને વીજ કંપનીમાં રજૂ કરી વીજ કનેક્શન મેળવી લીધા હતા. પરંતુ નગરના એક જાગૃત નાગરિક દ્વારા વીજ કંપનીને લેખિતમાં નગર પાલિકાની બોગસ વેરા પાવતી બનાવીને વીજ કનેક્શન લીધા હોવાની અરજી કરાઇ હતી. જેને લઈને વીજ કંપની દ્વારા છોટાઉદેપુર નગર પાલિકાને લેખિતમાં જાણ કરાઇ હતી. જેના આધારે નગર પાલિકા દ્વારા તપાસ કરતા 4 જેટલી બોગસ વેરા પાવતી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા કેટલી બોગસ વેરા પાવતી બનાવાઇ છે. તેની તપાસ કરાઇ રહી છે. ત્યારબાદ આ બોગસ વેરા પાવતી બનાવનાર સામે પોલીસ ફરિયાદ કરવાની વાત ચીફ ઓફિસર દ્વારા કરાઇ છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગર પાલિકાની બોગસ વેરા પાવતી બનાવીને વીજ કનેક્શન લેવાનું કૌભાંડ બહાર આવતા નગરજનો ચોકી ઉઠયાં છે. આવા તત્વો વિરુદ્ધ પગલા ભરાય તેવું ઇચ્છી રહ્યાં છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: સાવલીના પરથમપુરા ગામે ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં આગ
calendar_today May 2, 2026

Vadodara: સાવલીના પરથમપુરા ગામે ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં આગ

સાવલી તાલુકાના પરથમપુરા ગામે ગેસનો સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી ઉઠતા ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘરવખરી બળીને ખાખ થઈ હતી. મળતી માહિતી મુજબ, સાવલીનાં આજે સવારે 8 વાગ્યાની આસપાસ પરથમ પુરા (શિહોરા) ગામમાં વણકર વાસમાં અચાનક ગેસનો બોટલ લીકેજ થયો હતો. તેના પગલે બોટલ માં આગ લાગી ઉઠી હતી. આગને પગલે ભારે અફ્રાતફ્રી અને ભયનો માહોલ સર્જાયો હતો પરથમપુરા ગામે વણકરવાસમાં રહેતા દિનેશ પૂંજા પરમારના ઘરે ગેસ લીકેજની ઘટના બની હતી. તેના કારણે સિલિન્ડરમાં આગ લાગતા તેની જ્વાળાથી બે લોકો સામાન્ય દાઝી ગયા હતા. આગને પગલે ઘરવખરીનો સમાન બળીને ખાખ થયો હતો. તાત્કાલિક ગ્રામજનોએ 108 અને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા ગેસનો બોટલ સળગતો હોવાથી સ્થાનિકોની અવર જવર પર રોક લગાવીને રસ્તો બંધ કર્યો હતો. પરિસ્થિતિ પર કાબુ મેળવવા તજવીજ હાથ ધરી હતી. સદનસીબે ગેસના બોટલ લીકેજ થવાને પગલે કોઈ જાનહાની થવા પામી ન હતી. નુકસાનનો આંક જાણવા મળ્યો ન હતો. સાથે સાથે ગેસ લીકેજ થવાનો કારણ પણ જાણવા મળ્યું નથી. પરંતુ પ્રથમપુરા ગામે ગેસ લીકેજની ઘટના વાયુવેગે તાલુકામાં પ્રસરતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: દેવાના બોજા હેઠળ દબાયેલા આરોપીએ હત્યાને આપેલો અંજામ
calendar_today May 2, 2026

Vadodara: દેવાના બોજા હેઠળ દબાયેલા આરોપીએ હત્યાને આપેલો અંજામ

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે બનેલા વૃદ્ધ મહિલાના હત્યા અને લૂંટના જઘન્ય ગુનાનો નસવાડી પોલીસ તથા એલ.સી.બી. છોટાઉદેપુરે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. આ મામલે પોલીસે બે આરોપીને ઝડપી પાડી તેમના પાસેથી આશરે રૂા.2.50 લાખના ચાંદીના કડલા રિકવર કર્યા છે. ગઢબોરીયાદ ગામે રહેતી દશરીબેન ભીમાભાઈ ભીલ (ઉં.75) પોતાના ઘરે એકલા હતા. ત્યારે અજાણ્યા ઈસમોએ તેમના પર ઘાતક હુમલો કરી હત્યા કરી નાખી હતી. અને તેમના પગમાં પહેરેલા અંદાજે એક કિલો વજનના ચાંદીના કડલા લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ગંભીર ગુનાની તપાસ માટે એલ.સી.બી. અને નસવાડી પોલીસની સંયુક્ત ટીમો બનાવાઇ હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી. દરમિયાન મળેલ બાતમીને આધારે ધોળીકોતરડી ગામના રણજીત ઉર્ફે રંગો વિનુ ભીલ (ઉં.27) અને ખડકિયા ગામના બિપીન ઉર્ફે વિકો કચરા ભીલ (ઉં.56)ને ઝડપી પાડી પૂછપરછ કરાઇ હતી. બંને આરોપીએ ગુનો કબૂલતા પોલીસે તા. 1 મે 2026ના રોજ તેમની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી આર્થિક તંગીમાં હતો. અને દેવું ચૂકવવા માટે પૂર્વ આયોજન સાથે આ ગુનો આચર્યો હતો. આરોપીઓએ વૃદ્ધ મહિલાના પગમાં કિંમતી ચાંદીના કડલા હોવાની જાણકારી મેળવી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી મૃતકના ચાંદીના બે કડલા મુદ્દામાલ તરીકે કબજે લીધા છે. આ સફળ કામગીરીમાં જોડાયેલા અધિકારીમાં એમ.એફ. ડામોર (PI, LCB છોટાઉદેપુર), આઈ.એમ. ઝાલા (PI, નસવાડી પોલીસ સ્ટેશન), જે.ડી. રાઠોડ (PSI, LCB), વી.એન. ચાવડા (PSI, LCB), વી.પી. ગોહીલ (PSI, નસવાડી પોલીસ સ્ટેશન) અને વી.એન. તડવી (PSI નસવાડી પોલીસ સ્ટેશન)નો સમાવેશ થાય છે. જેઓની કામગીરીની લોકોએ પ્રશંસા કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward