android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Karjan: કરજણ બામણગામ પાસે ડી-માર્ટ વેર હાઉસમાં ઉગ્ર બનેલી હડતાલ
calendar_today May 2, 2026

Karjan: કરજણ બામણગામ પાસે ડી-માર્ટ વેર હાઉસમાં ઉગ્ર બનેલી હડતાલ

કરજણ તાલુકાના બામણગામ પાસે ડી-માર્ટ વેરહાઉસમાં કર્મીઓની પડતર માંગોને લઈને 500થી 600 જેટલા કર્મીઓ હડતાલ પર બેઠા હતા. મેનેજમેન્ટ સાથે ચર્ચા બાદ પણ કંપની દ્વારા કોઈ નિર્ણય ન મળતા બીજા દિવસે હડતાલ ઉગ્ર બની હતી. કંપનીના અધિકારી દ્વારા કંપનીને તાળાબંધી કરીને ગેટ પાસે બાઉન્સરો મૂક્યાં હતા. ડી- માર્ટ વેરહાઉસમાં ત્રણ શિફટમાં 500થી 600 જેટલા કર્મચારી કામ કરતા હતા. જેઓનું શોષણ થતું હતું. ફ્ક્ત એક દિવસના 8 કલાકના રૂા.450 પગાર આપતા હતા અને 8 કલાકના બદલે 9 કલાક અને જરૂરિયાત હોય તો ડબલ શિફટમાં પણ કર્મચારી કામ કરતા હતા. જેનો કંપની દ્વારા ઓવર ટાઈમના નાણા અપાતા ન હતા. રોજિંદા પગાર પણ સરકારના નિયમથી ઓછો આપતા હતા. પાંચ વર્ષથી કામ કરતા હોય તેવાનો પગાર અને શરૂઆત બે મહિના થયા હોય તેવાનો પગાર પણ એક સરખો જ હતો. આ બાબતથી સરકારના નિયમ મુજબ રૂા. 700 એક દિવસનો 8 કલાકનો પગારની માંગણી અને વધારાના સમયના ઓવર ટાઈમના નાણા માટે કર્મચારીએ વારંવાર મેનેજરને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા. કર્મચારીઓ કંપનીના ગેટ પાસે તડકામાં હડતાળ પર બેઠા હતા. કર્મચારીઓએ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલને રજૂઆત કરતા તેઓ આવી પહોંચ્યા હતા. તેઓએ મેનેજમેન્ટ સાથે કર્મચારીઓના પગાર વિશે રજૂઆત કરી તો તેઓ અમદાવાદ અને વડોદરાના મેનેજર આવશે અને કર્મચારીઓ સાથે નક્કી કરશે પરંતુ તેઓ આવવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા હડતાલ ઉગ્ર બની હતી. બીજા દિવસે પણ કર્મચારીઓ કંપનીના ગેટ પાસે આવી હડતાલ ચાલુ રાખી હતી. અને કંપનીને તાળું મારી દેવાયું હતું. કંપનીના ગેટ પાસે બાઉન્સરો ગોઠવી દીધા હતા. કંપનીના મેનેજર જણાવેલ હતું કે, મેઇન ઓફિસે કર્મીઓની માંગની રજૂઆતનો મેલ મોકલેલ છે. તમે હડતાલ બંધ રાખો કર્મીઓએ મેલની કોપી જોવા માટે માગતા મેલની કોપી બતાવેલ ન હતી. જેથી ઉગ્ર બનેલ કર્મચારીઓ અને કોંગ્રેસ પ્રમુખ સોમવાર સુધી મેનેજમેન્ટ દ્વારા કોઈ નિરાકરણ નહીં આવે તો લેબરકોર્ટ અને લેબર કમિશનર ઓફિસે કોંગ્રેસ પ્રમુખ સહિત કર્મચારીઓ જશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: છોટાઉદેપુર નગરમાં જર્જરિત જોખમી પાણીની ટાંકી ઉતારી લેવાઇ
calendar_today May 2, 2026

Chhota Udepur: છોટાઉદેપુર નગરમાં જર્જરિત જોખમી પાણીની ટાંકી ઉતારી લેવાઇ

છોટાઉદેપુર નગરમાં આવેલ સિંધી ટારણ પાસે ચાર રસ્તા ઉપર વરસો જૂની ઈ.સ. 1992/93ની આસપાસના સમયમાં બની હોય જે પાણીની ટાંકી જર્જરીત થઈ હતી. ગમે ત્યારે ટાંકી પડી જાય તેવી સંભાવના હતી. જે અંગે તાજેતરમાં સમાચાર પ્રકાશિત થતાં પરંતુ પ્રજાની ઉપર આવનારી મુસીબત તંત્રના ધ્યાને આવી અને ભાન થયું હતું. જે ટાંકીને આજરોજ નગરપાલિકા તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી દેવાઇ હતી. આ પાણીની ટાંકી રહેણાંક વિસ્તારમાં મુખ્ય ચાર રસ્તા પાસે આવેલી હતી. ભરચક રહેણાંક વિસ્તાર હોય સદર જગ્યા ઉપર લોકોની અવરજવર રહેતી હોય તેવા સમયમાં કોઈ હોનારત સર્જાય તેવી શક્યતા વર્તાતી હતી. હોનારત અંગે જવાબદારી કોની રહેશે તેઓ પ્રશ્ન થઇ પડયો હતો. પરંતુ આજરોજ આ ટાંકી તોડી પડાતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકોને હાસકારો થયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇ એસટી ડેપો પ્લેટફૉર્મ પર ગાયના અડિંગાથી કુતૂહલ
calendar_today May 2, 2026

Dabhoi: ડભોઇ એસટી ડેપો પ્લેટફૉર્મ પર ગાયના અડિંગાથી કુતૂહલ

ડભોઇ : ડભોઇ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ઘણા સમયથી માથાનો દુઃખાવો બન્યો છે. પરંતુ ગઇકાલે ડભોઇ એસ.ટી. ડેપોમાં જોવા મળેલા દ્રશ્યોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. અહીં એક ગાય જાણે શહેરના કોલાહલથી કંટાળીને બીજા ગામ જવા માંગતી હોય તેમ બસની રાહ જોતી જોવા મળી હતી. મુસાફરોની જેમ પ્લેટફોર્મ પર જમાવ્યું આસન સામાન્ય રીતે એસ.ટી. ડેપો પર મુસાફરોની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ ડભોઇ ડેપોમાં એક ગાય પ્લેટફોર્મ પર ઉભી રહી હતી. લોકોમાં ત્યારે આશ્ચર્ય સર્જાયું હતું. જ્યારે આ ગાય આવતી-જતી દરેક બસના ડેસ્ટિનેશન બોર્ડ (પાટિયા) તરફ તાકી રહી હતી. લોકોમાં એવી રમૂજ વહેતી થઈ હતી કે, ડભોઇના રસ્તા અને ટ્રાફીકથી હવે ગાયો પણ થાકી છે. એટલે જ કંટાળીને બીજા ગામ જવા માટે બસની રાહ જૂએ છે. વધતો જતો રખડતા ઢોરનો ત્રાસ આ ઘટના પાછળ એક ગંભીર પાસું એ પણ છે કે, ડભોઇ શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. લોકોમાં કુતૂહલ અને ચર્ચાનો વિષય એસ.ટી. ડેપોમાં બસની રાહ જોતી ગાયની આ તસવીરો નજરે પડે છે. શું ગાય ખરેખર મુસાફરી કરવા આવી હતી કે, પછી ડેપોના છાંયડે આશરો લેવા ગમે તે હોય, પણ આ તસવીરે આખા ડભોઇ નગરમાં ચર્ચા જગાવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward