android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: સંખેડા-બહાદરપુરને જોડતાં ડાયવર્ઝન પિકનિક પોઈન્ટ બન્યું
calendar_today May 3, 2026

Chhota Udepur: સંખેડા-બહાદરપુરને જોડતાં ડાયવર્ઝન પિકનિક પોઈન્ટ બન્યું

સંખેડા ઓરસંગ નદી પટ વિસ્તારમાં બનાવવામાં આવેલું ડાયવર્ઝન જે સંખેડા - બહાદરપુરને જોડે છે. આ ડાયવર્ઝન સ્થાનિક લોકો માટે આર્થિક રોજગારી મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત બની ગયુ છે. આ ડાયવર્ઝન ઉપર નાની મોટી હાટડીઓ ઊભી કરી સ્થાનિક લોકો તડબૂચ, સક્કર ટેટી, કાકડી, તાડફ્ળી તેમજ શાકભાજીનું વેચાણ કરી આર્થિક રોજગારી મેળવી રહ્યા છે. સંખેડા - બાહદરપુરની જોડતા ઓરસંગ નદી પટમાં બનાવવા આવેલ ડાયવર્ઝન ઉપર હવે તાડફ્ળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. હાલ ઉનાળાની ગરમીમાં તાડફ્ળી ખાવાથી ઘણા ફાયદા થાય છે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયક તેમજ શરીરને ઠંડક આપતી હોઈ ઉનાળામાં જોવા મળતું દુર્લભ ફળ તાડફ્ળી પૂષ્કળ વેચાણ થઇ રહ્યું છે. આ ડાયવર્ઝન ઉપર સ્થાનિક લોકો નાની માટી હાટડીઓ બનાવી તડબૂચ, સક્કર ટેટી, કાકડી,સહિતના શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે, અહિયાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો સાથે વેપાર ધંધો કરી લોકો આર્થિક રોજગારી મેળવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક દંપતીનો વિદાય સમારંભ યોજાયો
calendar_today May 3, 2026

Bharuch: પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક દંપતીનો વિદાય સમારંભ યોજાયો

વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દંપતી વય નિવૃત થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા અને ભાવવિભોર વિદાય આપી હતી. વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક કાલિદાસ રોહિત અને શિક્ષિકા જશુબેન ગોહિલ છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવતા હતા. જે બંને વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં બંને શિક્ષકોએ કરેલી વિવિધ પ્રવૃત્તિ અને બાળકોના વિકાસ માટેના કામોની વાતો કરાઈ હતી. તેઓએ શિક્ષણની સાથે શાળામાં પર્યાવરણ, વૃક્ષારોપણ્, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, ચકલી બચાવો અભિયાન કરુણાનિધ્ય અભિયાન, જેવી પ્રવૃત્તિ દ્વારા લોક સંપર્ક કરી શાળામાં સો ટકા હાજરી નિભાવી અને બાળકોના વિકાસમાં સક્રિય રસ લીધો હતો. તેમજ ગામનું નામ તાલુકા અને રાજ્યકક્ષા અને દિલ્હી સુધી પહોંચાડયું છે. તેમના હાથે એક દીકરી અર્ચના લેખિકા બનતા તેનું પુસ્તક મોરારીબાપુની વિમોચન કર્યું હતું. શિક્ષક કાલીદાસને 12 એવોર્ડ અને જશુબેનને છ એવોર્ડ મળ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: LPG ભાવ વધારાની ઇફેક્ટ : હોટલોમાં ઓર્ડર આપતા પહેલા ભાવ પુછી લેવાના બોર્ડ વાગ્યા
calendar_today May 3, 2026

Ahmedabad: LPG ભાવ વધારાની ઇફેક્ટ : હોટલોમાં ઓર્ડર આપતા પહેલા ભાવ પુછી લેવાના બોર્ડ વાગ્યા

કોમર્શિયલ ગેસમાં ભાવ વધારાની અસર અમદાવાદમાં શનિવારથી જ જોવા મળી હતી. શહેરમાં ચા-નાસ્તા, હોટલ-રેસ્ટોરન્ટો,ઢાબાઓ ઉપર વિવિધ ખાદ્યચીજ વસ્તુઓના ભાવ વધારા અંગેના બોર્ડ-બેનરો વાગી ગયા હતા. ભાવ વધારો થયો છે... ઓર્ડર આપતા પહેલા ભાવ પુછી લેવા તેવા બોર્ડ પણ કેટલીક જગ્યાએ જોવા મળ્યા હતા. જેને લઇને ગ્રાહકો પણ ઓર્ડર આપતા પહેલા ખચકાટ અનુભવતા જોવા મળ્યા હતા. ચા, કોફી, સમોચા, કચોરી, પૈઆ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં સીધો જ 5 થી 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. કોમર્શિયલ LPGમાં તોતિંગ ભાવા વધારાથી ગુજરાતના ખાદ્ય ઉદ્યોગ પર અતિગંભીર અસર પડશે. હોટલ-રેસ્ટોરન્ટો, ઢાબાઓમાં મળતા ભોજનના ભાવમાં 20 % સુધીનો ભાવ વધારો ઝીંકાશે તેવી પુરેપુરી શક્યતા છે. ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશનના પ્રમુખ કિરીટ પટેલના જણાવ્યા મુજબ હાલ વિવિધ ખાદ્યચીજવસ્તુઓના ભાવની સમીક્ષા થઇ રહી છે. નવા ભાવ નક્કી કરીને તેના મેનુ કાર્ડ છપાવી ભાવ વધારાની આર્થિક અસરને ઓછી કરાશે. તેનો સીધો માર ગ્રાહકો પર પડશે. બીજી બાજુ ભાવ વધારાથી ગ્રાહકોની સંખ્યા ઘટી જવાની ભીતિ વચ્ચે આગામી દિવસોમાં ગુજરાતના હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં મંદીના આસાર છે. હાલ ગુજરાતમાં અંદાજે 50 હજારથી વધુ હોટલ-રેસ્ટોરન્ટો અને ઢાબાઓ કાર્યરત છે. ગેસની અછત વચ્ચે ઇન્ડક્શન સગડીઓ વીજ, ડિઝલ, લાકડા, કોલસાથી ચાલતી સગડીઓનો ઉપયોગ વધારી દેવાયો છે. અમદાવાદમાં કાળાબજારમાં 6,000 રૂપિયે LPG સિલિન્ડર મળતો હતો. હવે ભાવ વધારાને લઇને કાળાબજારીનો ભાવ સીધો 7,000 રૂપિયા પહોંચી જવાની વકી છે. ધંધો કરવો હોય તો મોમાંગ્યા ભાવ આપવા પણ એક મજબૂરી છે. સરવાળે આ બોજો સીધો ગ્રાહકો પર જ પડશે.કોલસાનો પ્રતિ કિલાનો ભાવ 10 રૂપિયા વધ્યો કોલસાની માંગ એકાએક વધી જતા હાલ પ્રતિ કિલો કોલસાનો ભાવ 60 રૂપિયા સુધીનો બોલાઇ રહ્યો છે. અગાઉ 50 રૂપિયે કિલો ભાવ હતો. માંગ અને જથ્થા મુજબ મો માંગ્યા ભાવ વસુલાઇ રહ્યા છે. જે કોલસામાં હાથ કાળા કરતા રસોઇયાઓ સંકોચ અનુભવતા હતા તે જ હવે કોલસો લેવા પડાપડી કરી રહ્યા છે. અમદાવાદમાં કોલસાની માંગ એકાએક વધી ગઇ છે. માર્ચ-એપ્રિલમાં 1,000 કોમર્શિયલ એકમોને PNG જોડાણ અપાયા ગુજરાતમાં માર્ચ-એપ્રિલ માસ સુધીમાં 1,000 કોમર્શિયલ એકમોને PNG જોડાણ આપી દેવાયા છે. ઘરેલું PNG માટે એક લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાંથઈ 50,000 થી વધુ અરજીઓનો નિકાલ કરી દેવાયો હોવાનું જાણવા મળે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward