android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: દાહોદમાં BU પરમિશન વિનાની હાઈરાઈઝ બિલ્ડિંગો સામે કાર્યવાહી
calendar_today May 3, 2026

Dahod: દાહોદમાં BU પરમિશન વિનાની હાઈરાઈઝ બિલ્ડિંગો સામે કાર્યવાહી

દાહોદ શહેરમાં બિલ્ડીંગ યુટિલાઈઝ (BU) પરમિશન વગર ચાલતી હાઈરાઈઝ બિલ્ડીંગ સામે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી જી.એલ.કે ટાવર ખાતે 29 થી વધુ મિલકત ધારકોને નગરપાલિકા દ્વારા સાગમટે નોટિસ ફટકારવામાં આવી છે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. નગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો આ સમયગાળા દરમિયાન બિલ્ડીંગ યુટિલાઈઝ (BU) પરમિશન માટે જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી 7 દિવસ બાદ બિલ્ડીંગમાં આવેલી તમામ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માહિતી મુજબ, જી.એલ.કે ટાવરમાં અગાઉ સિનેમેરા મલ્ટિપ્લેક્સ થિયેટર સંચાલિત થતું હતું. પરંતુBUપરમિશનના અભાવે મનોરંજન લાયસન્સ ન મળતા થિયેટર છેલ્લા કેટલાય સમયથી બંધ છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્રનું ધ્યાન સમગ્ર બિલ્ડીંગ તરફ ગયું હતું, જેમાં બહાર આવ્યું કે ટાવરમાં આવેલી અનેક દુકાનો અને એકમો પાસે પણ BU પરમિશન ઉપલબ્ધ નથી. જોકે હવે આ મામલે નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક પગલાંરૂપે નોટિસ આપતા જ બિલ્ડીંગના મિલકત ધારકોમાં કચવાટનો માહોલ સર્જાયો છે અને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવા દોડધામ શરૂ થઈ ગઈ છે. સાથે જ નગરપાલિકા તંત્રએ શહેરના તમામ બિલ્ડીંગ માલિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના બિલ્ડીંગના કાનૂની દસ્તાવેજો, ખાસ કરીને BU પરમિશન, સમયસર પૂર્ણ રાખે જેથી આવી કાર્યવાહીનો સામનો ન કરવો પડે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: મહીસાગર જિલ્લા અને 8 તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે કવાયત
calendar_today May 3, 2026

Mahisagar: મહીસાગર જિલ્લા અને 8 તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે કવાયત

મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આગામી અઢી વર્ષના શાસન માટે પ્રમુખ પદના નામો નક્કી કરવા ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે, જેમાં પક્ષના વરિષ્ઠ નિરીક્ષકો દ્વારા પાયાના કાર્યકરો અને હોદ્દેદારોનો મિજાજ પારખવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ દ્વારા મહીસાગર જિલ્લાની સેન્સ પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકો વ્હીલી સવારથી જ મોકલવામાં આવ્યા હતા જેઓ દ્વારા જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતોના પ્રમુખ માટે સેન્સ લેવામાં આવ્યા છે. નિરીક્ષકોએ દરેક જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે વ્યક્તિગત અને સામુહિક ચર્ચા કરી હતી. જિલ્લા અને તાલુકાપંચાયતના પ્રમુખ પદ માટેના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતનું પદ પ્રતિષ્ઠાનો જંગ હોવાથી તેમાં અનેક દિગ્ગજોએ પોતાની દાવેદારી નોંધાવી હોવાનું મનાય છે. નિરીક્ષકો તમામ દાવેદારોની રજૂઆત સાંભળીને જિલ્લા સંકલનની બેઠક યોજી એક પેનલ તૈયાર કરશે, જે અંતિમ નિર્ણય માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: ગર્લ્સ લીટરસી રેસિડેન્સિયલ સ્કૂલની ટાંકી ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ
calendar_today May 3, 2026

Dahod: ગર્લ્સ લીટરસી રેસિડેન્સિયલ સ્કૂલની ટાંકી ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ

દેવગઢબારીયા તાલુકાના અંતેલા ગામે આવેલી ગર્લ્સ લીટરસી રેસીડેન્સીયલ સ્કૂલમાં પાણીની ટાંકી ભરાઈને ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢબારીયા તાલુકાના અંતેલા ગામ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજય ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી, ગાંધીનગર દ્વારા ગર્લ્સ લીટરસી રેસીડેન્સીયલ સ્કૂલ, નાનીખજુરી ચલાવવામાં આવે છે. રેસીડેન્સીયલ સ્કૂલ હોઈ તમામ આદિવાસી બાળકોને મફ્ત રહેવા સાથે શિક્ષણ સરકાર તરફ્થી પૂરું પાડવામાં આવે છે. જે માટે પૂરતો જરૂરી શૈક્ષણિક સ્ટાફ સહિત બિન શૈક્ષણિક સ્ટાફ, ગૃહમાતા તેમજ સિક્યુરિટી સ્ટાફ ની ભરતી કરાઈ છે. જયારે સરકાર દ્વારા બાળકીઓ માટે અધ્યતન સુવિધા અને કમ્પાઉન્ડ વોલ સાથે મોટુ સંકુલ બનાવાયું છે. આ કમ્પાઉન્ડ વોલ નજીક 25 હજાર લીટરની ઓવરહેડ પાણીની ટાંકી પણ બનાવી છે. જે ટાંકીમાં આજરોજ સવારે પાણી ભરવા ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરાયા બાદ બંધ નહીં કરાતા પાણી ટાંકી ભરાઈ જતા હજારો લીટર પાણી વેડપાયું હતું. જે પાણી આસપાસના રોડ પર પડતાં ત્યાંથી પસાર થતાં લોકો પર પડયું હતું. હાલમાં ઉનાળુ વેકેશન હોઈ શાળામાં વિદ્યાર્થીઓ ના હોવા છતાં ટાંકીમાં પાણી ભરવું સ્ટાફ માટે જરૂરી હોય છે, પરંતુ ટાંકીમાં પાણી ભરતાં સમયે જવાબદાર કર્મચારીની બેદરકારીના કારણે પાણી અવારનવાર ઓવરફ્લો થતું હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. આમ દેવગઢબારીયા તાલુકા ના અંતેલા ગામની ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કૂલ માં પાણી ની ટાંકી વેકેશન માં પણ પાણી થી ભરાઈ જતા હજારો લીટર પાણી નો વેડફટ થયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward