android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: ડભોઇ તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા કરાયા
calendar_today May 2, 2026

Dabhoi: ડભોઇ તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા કરાયા

ડભોઇ પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય જિલ્લામાં વિદેશી દારૂનો વેપલો કરતા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે મોકલતા તે મંજુર કરાઇ હતી. જે અનુસંધાને બૂટલેગરની અટકાયત કરી તેને પાલારા (ભુજ) ખાતે પાસા હેઠળ મોકલી અપાયો હતો. ડભોઇ પો. સ્ટે.ના પીઆઇ એ.ટી.પટેલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી/કરાવી જિલ્લા મેજીસ્ટ્રેટ વડોદરાની કચેરી તરફ મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી. જે અનુસંધાને ગત તા.4-3-2026ના રોજ ડભોઇ પો.સ્ટેશન ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ -2017ની પ્રોહી કલમ- 65 એઇ,98(2) મુજબના કામે આરોપી દિલીપ ખાંડીયા ભીલ (ઉ.વ.22 રહે.બોરચાપડા, તા.કવાંટ) પાસેથી મહીન્દ્રા કંપનીની XUV 500 રજી.નં GJ-06-LK-7895 ગાડીમા ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો નંગ-1808 કૂલ કિં. રૂા. 6,60, 184નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ, વડોદરાની કચેરી ખાતે મોકલી હતી. જે મંજુર કરાતા દિલીપ ખાંડીયા ભીલનુ અટકાયતી વોરંટ અત્રેના પો.સ્ટે. આવતા અત્રેના પો.સ્ટે.ની એક પોલીસ ટીમ બનાવી અટકાયતીને પકડી પાડવા જરુરી સુચના આપેલ જે આધારે પાસા અટકાયતી છોટાઉદેપુર જીલ્લાના કવાંટ ખાતે હોવાની હકીકત હ્યુમનસોર્સીસ તથા ટેક્નીકલ સોર્સીસ દ્વારા મળતા એક ટીમ તાત્કાલિક મોકલી કવાંટ ખાતેથી દિલીપ ખાંડીયા ભીલની અટકાયત કરી પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે મોકલી આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ચાંદોદ જૂના માંડવાના બે આરોપીને એક વર્ષની કેદ, એક લાખનો દંડ
calendar_today May 3, 2026

Dabhoi: ચાંદોદ જૂના માંડવાના બે આરોપીને એક વર્ષની કેદ, એક લાખનો દંડ

ચાંદોદ-ડભોઇ : વડોદરા જિલ્લાના ચાંદોદ જુના-માંડવાના રાજવી પરિવારની વડીલોપાર્જિત મિલકત અંગે ચાલી રહેલા વિવાદ બાબતે થયેલી ફરિયાદનો ડભોઇ કોર્ટે મહત્વ ચુકાદો આપી બે આરોપીને 1 વર્ષની સાદી કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો છે સાબરકાંઠાના મોહનપુરના રાજવી પરિવારના બે સભ્યને મારપીટ અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ગુનામાં તકસીરવાન ઠેરવી જેલની સજા ફટકારાઇ હતી. ડભોઇ તાલુકાના નવા માંડવાના રાજવી પરિવાર અને સાબરકાંઠાના તલોદ તાલુકાના મોહનપુરાના રાજવી પરિવાર વચ્ચે વડીલોપાર્જિત મિલકતને લઈ લાંબા સમયથી કાનૂની જંગ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે વર્ષ 2017માં હિંસક ઘટના બની હતી. જેમાં રાજવી પરિવારને ત્યાં કામ કરતા હેમલત્તાબેન નટવરલાલ પટેલ ઉપર હીચકારો હુમલો કરાયો હતો. આક્ષેપ મુજબ મોહનપુર સ્ટેટના રાજવી પરિવારના મીનાકુમારી જ્યોતીન્દ્રસિંહ કુંવાર તેમની દીકરી હિનાકુમારી દ્વારા મારામારી કરી જીવલેણ ઇજા પહોંચાડાઇ હતી. જે અંગે ચાંદોદ પોલીસ સ્ટેશનમાં 2017માં ગુનો પણ નોંધાયો હતો ત્યારે ડભોઇ અધિક ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટની અદાલતમાં કેસ ચાલતા કોર્ટે મીનાકુમારી જ્યોતીન્દ્રસિંહ પુવાર (રહે. નવા માંડવા ન્યુ પેલેસ બંગલો) સામે અને હિનાકુમારી નાગેન્દ્રસિંહ સફ્તાવતને ફેજદારી કાર્યરીતિ સંહિતા મુજબ 1 વર્ષની સાદી કેદનીસજા તેમજ 1 લાખનો દંડ ફટકાર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: ગોધરા ખાતે ભાજપ દ્વારા બે પાલિકા અને પંચાયતોના પ્રમુખ માટે સેન્સ લેવાયા
calendar_today May 3, 2026

Godhra: ગોધરા ખાતે ભાજપ દ્વારા બે પાલિકા અને પંચાયતોના પ્રમુખ માટે સેન્સ લેવાયા

પંચમહાલ જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયત ,ગોધરા નગરપાલિકા અને શહેરા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણુંક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ છે. આજે શનિવારે ગોધરા કમલમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા ત્રણ સભ્યોની ટીમ દ્વારા નવ મંડળના પદાધિકારીઓ અને ત્યારબાદ તબક્કાવાર દાવેદારોને સાંભળવામાં આવ્યા હતાં. ત્યારબાદ આવતીકાલે જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો તેમજ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંકલન બેઠક મળશે, જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ ત્રણ ત્રણ નામની યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં પ્રમુખ સહિતના હોદ્દા મેળવવા માટે સક્ષમ દાવેદારો એડીચોટીનું જોર લગાડી પોતાના રાજકીય ગોડફધરોનું શરણું લીધું છે, ત્યારે જોવું રહ્યું કે, કોનું પલ્લું ભારે રહેશે. જિલ્લા પંચાયત પ્રમુખ માટે 8 દાવેદારો મેદાનમાં પંચમહાલ જિલ્લા પંચાયતની 38 બેઠકો પૈકી 37 બેઠકો માં ભાજપાનો ભવ્ય વિજય થયો છે. ત્યારે આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખ માટે સામાન્ય પુરુષની બેઠક હોવાથી વિજેતા થયેલા જિલ્લા પંચાયતના સભ્ય પૈકી આઠ જેટલા સભ્યો હાલ પ્રમુખ પદ માટે મેદાનમાં હોવાનું કહેવાય છે. જોકે પ્રમુખ પદનો તાજ કોના શિરે જશે જે હાલ શિસ્તબદ્ધ માનવામાં આવતી ભાજપા પાર્ટીના નિરીક્ષકો અને સંકલન સમિતિ બેઠકમાં નક્કી થયા બાદ તૈયાર થયેલી નામાવલી આધારે નિમણૂક કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે .પરંતુ એક વાત એ પણ ચોક્કસ છે કે જિલ્લાના રાજકીય ગોડ ફાધરો જે ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળે એની નિમણૂક થશે જેમાં પણ બે મત નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward