android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગુજરાતમાં ગરમી અને ઉકળાટમાં વધારો, આજે 43 ડિગ્રી તાપમાન પહોંચવાની આગાહી
calendar_today May 3, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ગરમી અને ઉકળાટમાં વધારો, આજે 43 ડિગ્રી તાપમાન પહોંચવાની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: બે દિવસમાં હેલ્મેટ વિના ફરતા 107 સરકારી કર્મી સહિત 2830 વાહનચાલકો ઝડપાયા
calendar_today May 3, 2026

Ahmedabad News: બે દિવસમાં હેલ્મેટ વિના ફરતા 107 સરકારી કર્મી સહિત 2830 વાહનચાલકો ઝડપાયા

રાજ્યભરમાં એક મહિનો પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરાઈ છે. તેને અંતર્ગત શહેરમાં બે દિવસમાં 107 સરકારી કર્મચારી સહિત કુલ 2830 વાહન ચાલકો હેલ્મેટ વગર પકડાયા હતા.જેમની પાસેથી પોલીસે કુલ રૂ.14.18 લાખનો દંડ વસુલ કર્યો હતો. અકસ્માતમાં હેલ્મેટ વગરના વાહન ચાલકોના સૌથી વધારે મોત થતા હોવાનું ડિજીપીને ધ્યાને આવતા તેમણે હેલ્મેટ વગર ફરી રહેલા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઇવ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકોને દંડ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહિનાની હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકોને પકડીને તેમને દંડ ફટકારવાની કાર્યવાહી હાથધરી હતી.ખાસ કરીને સરકારી કર્મચારીઓ કે જેઓ હેલ્મેટ પહેરીને ફરતા ન હોય તેવા લોકો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જેમાં બે દિવસમાં 107 સરકારી કર્મચારીઓ કે જેઓ હેલ્મેટ વગર ફરી રહ્યા હતા તેમને પકડીને કુલ રૂ.53500નો દંડ ફટકાર્યો છે. બહાના બનાવીને દંડથી બચવાનો પ્રયાસ તેમજ 2723 સામાન્ય વાહન ચાલકોએ હેલ્મેટ પહેર્યુ ન હતુ તેમને પકડીને 13.65 લાખનો દંડ ફટકાર્યો છે. મહત્વનું છે કે સામાન્ય નાગરીક હેલ્મેટ વગર પકડાય તો કોઈના કોઈ બહાના બનાવીને દંડથી બચવાનો પ્રયાસ કરે છે.તે જ રીતે સરકારી કર્મચારીઓ દ્વારા પણ અલગ અલગ બહાના બતાવીને દંડથી બચવાનો પ્રયાસ કર્યો હતો.આ પણ વાંચોઃ Ahmedabad: LPG ભાવ વધારાની ઇફેક્ટ : હોટલોમાં ઓર્ડર આપતા પહેલા ભાવ પુછી લેવાના બોર્ડ વાગ્યા

Read Full Story arrow_forward
Gujarat News: આજે 2.10 લાખથી વધુ ઉમેદવારો TAT માધ્યમિક પરીક્ષા આપશે
calendar_today May 3, 2026

Gujarat News: આજે 2.10 લાખથી વધુ ઉમેદવારો TAT માધ્યમિક પરીક્ષા આપશે

માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે TAT માધ્યમિક પરીક્ષા યોજાશે. જેમાં 2.10 લાખથી વધુ ઉમેદવારો ભાગ લેશે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા દરમિયાન આ પરીક્ષા અમદાવાદ શહેર-ગ્રામ્ય,ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિત 6 જિલ્લાઓમાં 1058 કેન્દ્રો અને 10575 બ્લોકમાં લેવાશે. આ મહત્વપૂર્ણ પરીક્ષામાં કુલ 210580 ઉમેદવારો નોંધાયા છે. 16 વિષયો માટે પરીક્ષા લેવામાં આવશે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના મળી 16 વિષયો માટે પરીક્ષા લેવામાં આવશે.જેમાં શિક્ષક તરીકેની નિમણૂંક માટે ઉમેદવારોની અભિરુચિ અને ક્ષમતાનો આકલન કરાશે.ઉમેદવારોને કેન્દ્ર સુધી સરળતાથી પહોંચવા GSRTC દ્વારા વધારાની બસો ફાળવાઈ છે.સાથે જ વીજ પુરવઠો, પીવાનું પાણી, પંખા અને સ્વચ્છતા જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ અપાઈ છે.રાજ્ય અને જિલ્લા કક્ષાએ ઓબ્ઝર્વરોની નિમણૂક કરીને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવશે.આ પણ વાંચોઃ Ahmedabad: LPG ભાવ વધારાની ઇફેક્ટ : હોટલોમાં ઓર્ડર આપતા પહેલા ભાવ પુછી લેવાના બોર્ડ વાગ્યા

Read Full Story arrow_forward