android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: ડિજિટલ યુગમાં પરંપરાગત રમતો વિસરાઈ
calendar_today May 2, 2026

Kheda: ડિજિટલ યુગમાં પરંપરાગત રમતો વિસરાઈ

વર્ષો અગાઉ એક સમય એવો હતો કે જયારે ઉનાળામાં વેકેશન પડતાં જ ગામડાઓમાં બાળકોની મોજમસ્તીનો માહોલ જામતો હતો.શહેરોમાં રહેતા બાળકો પણ વેકેશન માણવા માદરે વતન ગામડાઓમાં આવતા અને બાળકો ગીલ્લી દંડા,લખોટી તાક,ભમરડા જેવી રમતો ભરબપોરે શેરીઓમાં છાંયડામાં કે પછી ગામના નજીકની વાડીઓમાં રમતા.આ રમતો માત્ર મનોરંજન પુરતી ન હતી પણ આ રમતોમાં બાળકોમાં મિત્રતા જામતી તેમજ સ્પર્ધા,ચતુરાઈ અને શારિરીક કસરતોનો સમન્વય પણ રહેતો. ગામડાઓમાં ખુલ્લા ખેતરોમાં કે શેરીઓમાં જયાં ભરબપોરે છાંયડો મળે ત્યાં બાળકો આ રમતો રમતા.આ રમતોમાં ભમરડાની રમતોમાં તો બાળકોને ઘણી મજા આવતી.ભમરડાની રમતમાં લાકડાનો ભમરડો હોય અને તેના નીચે અણીવાળલ ખીલી ઓય અને તેના ઉપર દોરી વીંટાડી બાળકો કુંડાળે બનાવતા અને બાળકો પાસેના વધારાના ભમરડા આ કુંડાળાની વચ્ચે મુકાતા અને જે બાળક કુંડાળામાં મુકેલા ભમરડાને તાક કરી કુંડાળાના બહાર કાઢતો તે ભમરડો જીતી જતો.અને આ ભમરડો દોરીથી નાખ્યા પછી જમીન ઉપર ગોળ ગોળ ફરતો અને તેને બાળકો દોરી થી જ ફરતો ભમરડો હાથ ઉપર લેતા. જયારે લખોટી તાકમાં પણ કુંડાળુ બનાવી જે બાળકો પાસે જેટલી લખોટીઓ હોય તે કાઢીને કુંડાળામાં મુકાતી અને પછી લખોટીની તાક માટેનું અંતર નકકી કરી તાક કરાતી અને જેટલી લખોટી કુંડાળાની બહાર નીકળે તે તાક કરનાર બાળક જીતી લેતો.જયારે ગીલ્લી દંડામાં તો એક જગાએ નાનો ખાડો કરી ગબી બનાવાતી હતી અને આ ગબીના ઉપર ગીલ્લી મુકકી તેને દંડાથી ઉછાળવાની અને જો એ ગીલ્લી બાકીના રમતવીરો કેચ કરી લે તો એ આઉટ ગણાતો અને જો કેચ ન થાય તો ગીલ્લીને દંડાથી મારીને દૂર સુધી લઈ જવાતી અને જયાં અટકે ત્યાંથી ગબી સુધી ના અંતરનું દંડાથી માપ કઢાતુ અને જેટલા દંડા માપ થાય તેટલા લાલ ગણાતા.આવી તો અનેક રમતો બાળકો રમી આનંદ માણતા અને પછી સાંજ પડવા આવે ત્યારે નદીએ નહાવા જવાનુ અને આખા દિવસના થાકના કારણે નહાઈને આવેલા હેવાથી જમીને બહાર ચોપાડમાં ઉનાળાના ઠંડા પવનોના સુસવાટામાં ઉંઘ પણ સરસ આવતી.જયારે આજના યુગમાં આ રમતો ફકત એક યાદો જ રહીગઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Viramgam News: જુનાપાધર ગામમાં ભીષણ આગથી અફરાતફરી, 1000થી વધુ ઘાસના પુળા બળીને ખાખ
calendar_today May 2, 2026

Viramgam News: જુનાપાધર ગામમાં ભીષણ આગથી અફરાતફરી, 1000થી વધુ ઘાસના પુળા બળીને ખાખ

અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકામાં આવેલા જુનાપાધર ગામમાં આજે અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામમાં રહેણાંક મકાનોની એકદમ નજીક આવેલા જારના પુળા અને બાવળના ઝુંડમાં આગ લાગતા જ્વાળાઓ આકાશમાં ઉંચે સુધી દેખાઈ હતી. આ દુર્ઘટનામાં પશુઓ માટે રાખવામાં આવેલા અંદાજે 1000થી વધુ ઘાસના પુળા બળીને ભસ્મીભૂત થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.રહેણાંક મકાનો નજીક આગ લાગતા ગ્રામજનોમાં ફફડાટ આગની ઘટના રહેણાંક વિસ્તારની નજીક બની હોવાથી લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. બાવળના સૂકા ઝુંડ અને ઘાસના જથ્થાને કારણે પવનની દિશામાં આગ ઝડપથી પ્રસરી હતી. ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ, તલાટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સદનસીબે, સમયસર સાવચેતી રાખવામાં આવતા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે. વિરમગામ ફાયર ફાઈટરની ટીમે આગ પર મેળવ્યો કાબુ આગની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક વિરમગામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ આકસ્મિક આગને કારણે પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News: જેતપુરમાં એસટી બસમાં યુવતીની છેડતી, નશામાં ધૂત શખ્સે કરી છેડછાડ, ડ્રાઈવરે બસ સીધી પોલીસ સ્ટેશને વાળી
calendar_today May 2, 2026

Rajkot News: જેતપુરમાં એસટી બસમાં યુવતીની છેડતી, નશામાં ધૂત શખ્સે કરી છેડછાડ, ડ્રાઈવરે બસ સીધી પોલીસ સ્ટેશને વાળી

રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જૂનાગઢ–આણંદ રૂટની એસટી બસમાં એક યુવતીની છેડતી થતા ભારે હોબાળો મચી ગયો હતો. નશાની હાલતમાં બસમાં ચડેલા એક શખ્સે યુવતી સાથે અભદ્ર વર્તન અને અપશબ્દો બોલતા મામલો ગરમાયો હતો.યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ ઘટનાની મળતી વિગતો અનુસાર, જૂનાગઢથી આણંદ જઈ રહેલી બસમાં એક વ્યક્તિ નશામાં ધૂત હાલતમાં સવાર થયો હતો. મુસાફરી દરમિયાન આ શખ્સે બસમાં બેઠેલી યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, શખ્સે જાહેરમાં અપશબ્દો બોલી મર્યાદા ઓળંગી હતી. જેની સામે યુવતીએ ચૂપ રહેવાને બદલે હિંમત દાખવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બસ સીધી જેતપુર સિટી પોલીસ સ્ટેશન પહોંચી યુવતીના વિરોધ અને મુસાફરોની રજૂઆતને પગલે બસના ચાલક-વાહકે સમયસૂચકતા વાપરી બસને સીધી જેતપુર સિટી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં બસ પહોંચતા જ મુસાફરોના ટોળા એકઠા થયા હતા. હાલ જેતપુર સિટી પોલીસ દ્વારા નશાખોર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - દ્વારકામાં દરિયાઈ ખોદકામ દરમિયાન મળ્યો પ્રાચીન સભ્યતાનો ખજાનો, જુઓ PHOTOS

Read Full Story arrow_forward