Delhi Rain : રાજધાનીમાં વરસાદનું પવન સાથે આગમન, લોકોને ગરમમાંથી મળી રાહત
દિલ્હીમાં શનિવારે હવામાનમાં અચાનક ફેરફાર થતા ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં ઝરમરથી લઈને ભારે વરસાદ થયો, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે પવને વાતાવરણ ઠંડું બનાવી દીધું. સવારે જ વાદળછાયા માહોલ વચ્ચે શરૂ થયેલા વરસાદે થોડા જ સમયમાં જોર પકડ્યું. 2 દિવસ હવામાન આવું જ રહેવાની શક્યતા આ વરસાદ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા, થોડી જ વારમાં પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વાતાવરણ વધુ બદલાયું, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. હવામાન વિભાગે અગાઉથી જ દિલ્હી માટે યેલો એલર્ટ જાહેર કર્યું હતું. વિભાગ મુજબ આગામી બે દિવસ સુધી આવું જ હવામાન રહેવાની શક્યતા છે. એટલે કે રવિવાર અને સોમવારે પણ હળવાથી મધ્યમ વરસાદ, અને ભારે પવન જોવા મળી શકે છે. હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં નોંધાઈ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ નવા પશ્ચિમ વિક્ષોભના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહી શકે છે. હાલમાં લૂ ચાલવાની શક્યતા નથી. આ દરમિયાન હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં નોંધાઈ છે. CPCBના આંકડા મુજબ શનિવારે સાંજે AQI 144 રહ્યો, જે મધ્યમ શ્રેણી ગણાય છે. વરસાદને કારણે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પ્રદૂષણમાં પણ થોડી રાહત મળી છે. આ પણ વાંચો : Jharkhand : ધનબાદમાં મોટી દુર્ઘટના, કોલસાની સ્લરીમાં દબાઈ જવાથી 4 મજૂરના થયા મોત
Read Full Story arrow_forward