android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Updated : વિરમગામના જુનાપાધર ગામમાં વિકરાળ આગથી અફરાતફરી, 1000થી વધુ ઘાસના પુળા બળીને ખાખ, સદનસીબે જાનહાનિ ટળી
calendar_today May 2, 2026

Gujarat Latest News Updated : વિરમગામના જુનાપાધર ગામમાં વિકરાળ આગથી અફરાતફરી, 1000થી વધુ ઘાસના પુળા બળીને ખાખ, સદનસીબે જાનહાનિ ટળી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Kutch News: માતાનામઢ પાસે પવનચક્કીમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી દેખાયા અગનજ્વાળાના દ્રશ્યો
calendar_today May 2, 2026

Kutch News: માતાનામઢ પાસે પવનચક્કીમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી દેખાયા અગનજ્વાળાના દ્રશ્યો

કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢ નજીક આજે સાંજના સમયે એક પવનચક્કીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. પવનચક્કીના ઉપરના મશીનરી ભાગમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા અને અગનજ્વાળાઓ આસપાસના વિસ્તારોમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. અચાનક લાગેલી આ આગને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કુતૂહલ સાથે ફફડાટ વ્યાપી ગયો હતો.સાંજના સમયે બનેલી ઘટનાથી અફરાતફરી સાંજના સમયે જ્યારે પવનચક્કીમાં આગ લાગી ત્યારે જોતજોતામાં પવનચક્કીના પાંખિયા પણ આગની લપેટમાં આવી ગયા હતા. ઊંચાઈ પર આગ હોવાને કારણે તેને બુઝાવવી મુશ્કેલ બની હતી અને આગની જ્વાળાઓ આકાશમાં ઉંચે સુધી ઉઠતી દેખાઈ હતી. પવનના કારણે આગ વધુ તેજ બની રહી હતી, જેને પગલે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો પણ આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. સદનસીબે, આ ઘટના પવનચક્કીના ટાવર પર બની હોવાથી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પવનચક્કીઓમાં આગના વધતા બનાવોથી ઉઠ્યા સવાલો નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં પવનચક્કીઓમાં આગ લાગવાની આ કોઈ પ્રથમ ઘટના નથી; અવારનવાર આ પ્રકારે પવનચક્કીઓ સળગી ઉઠતી હોવાના બનાવો પ્રકાશમાં આવે છે. ટેકનિકલ ખામી અથવા મેન્ટેનન્સના અભાવે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. વારંવાર બનતા આવા બનાવોને પગલે પવનચક્કી કંપનીઓની સુરક્ષા કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે ભવિષ્યમાં આવી હોનારત ન સર્જાય તે માટે યોગ્ય તપાસ અને કડક સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagarના ધ્રાંગધ્રામાં વ્યાજખોરો પર પોલીસનો હથોડો: 10 શખ્સો સામે ગુનો દાખલ, 7 આરોપીઓની ધરપકડ
calendar_today May 2, 2026

Surendranagarના ધ્રાંગધ્રામાં વ્યાજખોરો પર પોલીસનો હથોડો: 10 શખ્સો સામે ગુનો દાખલ, 7 આરોપીઓની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં લાંબા સમયથી પઠાણી ઉઘરાણી કરી નાના વેપારીઓને પાયમાલ કરનારા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ વડાના કડક આદેશ બાદ ધ્રાંગધ્રા સીટી પોલીસે સપાટો બોલાવી કુલ 10 વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી પોલીસે ૭ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય 3 ફરાર શખ્સોની શોધખોળ તેજ કરી છે.છૂટક વેપારીઓ અને લારીધારકો બન્યા શિકાર આ વ્યાજચક્રમાં ખાસ કરીને શ્રમજીવીઓ, છૂટક વેપારીઓ અને લારી ચલાવી ગુજરાન ચલાવતા નિર્દોષ લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. વ્યાજખોરો દ્વારા 10 ટકા, 20 ટકા અને અમુક કિસ્સામાં તો 50 ટકા જેટલા તોતિંગ વ્યાજ વસૂલવામાં આવતું હતું. મૂળ રકમ ચૂકવી દીધા હોવા છતાં આ શખ્સો પઠાણી ઉઘરાણી કરી વેપારીઓને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતા હતા. આખરે ભોગ બનનારાઓએ હિંમત દાખવી પોલીસના દ્વાર ખખડાવતા વ્યાજખોરોનો પર્દાફાશ થયો છે. પોલીસની મેગા ડ્રાઈવ અને એક્શન મોડ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવથી ધ્રાંગધ્રાના વ્યાજખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલા 7 આરોપીઓ પાસેથી વ્યાજખોરીના વ્યવહારોના દસ્તાવેજો અને ડાયરીઓ જપ્ત કરવામાં આવી શકે છે. સીટી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હજુ પણ જો કોઈ વ્યાજખોરો દ્વારા હેરાન કરવામાં આવતા હોય તો લોકોએ નીડર બનીને ફરિયાદ કરવી જોઈએ. બાકીના 3 આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward