android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ઓલપાડના જીણોદમાં રાજ્યપાલે ‘એક પેડ મા કે નામ’ હેઠળ કર્યું વૃક્ષારોપણ, પર્યાવરણ જાળવણીનો આપ્યો સંદેશ
calendar_today May 2, 2026

Surat News: ઓલપાડના જીણોદમાં રાજ્યપાલે ‘એક પેડ મા કે નામ’ હેઠળ કર્યું વૃક્ષારોપણ, પર્યાવરણ જાળવણીનો આપ્યો સંદેશ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવર્ત આજે સુરતના ઓલપાડના પ્રવાસે હતા, જ્યાં તેમની અનોખી સાદગી જોવા મળી હતી. રાજ્યપાલ કોઈ લક્ઝરી કાર કે પ્રોટોકોલના મોટા કાફલાને બદલે અડાજણ ડેપોથી સામાન્ય મુસાફરોની જેમ સરકારી એસટી બસમાં બેસીને ઓલપાડના જીણોદ ગામ પહોંચ્યા હતા. જીણોદ ગામમાં રાજ્યપાલનું વહીવટી તંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા તેમને 'ગાર્ડ ઓફ ઓનર' આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલે ગ્રામજનો સાથે આત્મીયતાથી મુલાકાત કરી હતી અને તેમના ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો.‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ જીણોદ ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવર્તે પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. તેમણે ગામની સીમમાં પહોંચીને પ્રધાનમંત્રીના આહવાન હેઠળ ચાલી રહેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે અને દરેક નાગરિકે પોતાની માતાની સ્મૃતિમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. રાજ્યપાલની સાથે વહીવટી અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ આ વનીકરણ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. ધારાસભ્ય મુકેશ પટેલ સાથે સફાઈ અભિયાનમાં સહભાગી થયા વૃક્ષારોપણ બાદ રાજ્યપાલે સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા માટે ગામમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાનમાં તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલ પણ જોડાયા હતા. રાજ્યપાલ અને ધારાસભ્યએ સ્વયં હાથમાં સાવરણી લઈ ગામના માર્ગો પર સફાઈ કરી હતી, જે જોઈને ગ્રામજનો પણ પ્રેરાયા હતા. મુકેશ પટેલે રાજ્યપાલની આ મુલાકાતને ગૌરવપૂર્ણ ગણાવી હતી અને જીણોદ ગામમાં થઈ રહેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી. રાજ્યપાલના આ પ્રવાસથી ઓલપાડ પંથકમાં સાદગી અને પર્યાવરણ સુરક્ષાના નવા સંસ્કારોનું સિંચન થયું હોવાનું સ્થાનિકો અનુભવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar News: મેડિસ્ટાર હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, લગ્ન અને નોકરીની લાલચ આપી આચર્યું પાપ
calendar_today May 2, 2026

Himatnagar News: મેડિસ્ટાર હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, લગ્ન અને નોકરીની લાલચ આપી આચર્યું પાપ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી જાણીતી ખાનગી હોસ્પિટલ 'મેડિસ્ટાર'માં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં BSC નર્સિંગ બાદ ઇન્ટર્નશીપ કરી રહેલી વડાલીની એક વિદ્યાર્થિની સાથે નોકરી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં આરોપી ધવલ સોલંકીએ પોતે પરિણીત હોવા છતાં પોતાની ઓળખ અપરિણીત તરીકે આપી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેનું જાતીય શોષણ કર્યું હતું.અમદાવાદ અને હિંમતનગરની હોટલોમાં આચર્યું દુષ્કર્મ પીડિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપી ધવલ સોલંકીએ તેને હોસ્પિટલમાં કાયમી નોકરી અપાવવાનો અને તેની સાથે લગ્ન કરવાનો ભરોસો આપ્યો હતો. આ લાલચ આપી આરોપી તેને હિંમતનગર તેમજ અમદાવાદની વિવિધ ખાનગી હોટલોમાં લઈ ગયો હતો, જ્યાં તેણે અનેકવાર વિદ્યાર્થિનીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે વિદ્યાર્થિનીને આરોપીના પરિણીત હોવાની જાણ થઈ અને તેણે વિરોધ કર્યો, ત્યારે આરોપીએ તેને પોલીસ ફરિયાદ ન કરવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું પણ બહાર આવ્યું છે. વડાલી પોલીસ મથકે આરોપી ધવલ સોલંકી સામે ગુનો દાખલ લાંબા સમય સુધી શારીરિક અને માનસિક ત્રાસ સહન કર્યા બાદ અંતે પીડિતાએ હિંમત હારી વડાલી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી ધવલ સોલંકી વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા મથતી નિર્દોષ વિદ્યાર્થિની સાથે હોસ્પિટલના વાતાવરણમાં થયેલી આ ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી છે. પોલીસ હાલ આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
દ્વારકામાં દરિયાઈ ખોદકામ દરમિયાન મળ્યો પ્રાચીન સભ્યતાનો ખજાનો, જુઓ PHOTOS
calendar_today May 2, 2026

દ્વારકામાં દરિયાઈ ખોદકામ દરમિયાન મળ્યો પ્રાચીન સભ્યતાનો ખજાનો, જુઓ PHOTOS

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીએ દ્વારકા ખાતે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી અરબ સાગર અને બેટ દ્વારકા ટાપુ પર થયેલા મોટા સંશોધનની વિગતો આપી છે. બેટ દ્વારકાના સમુદ્ર કિનારે 20 જેટલી ટ્રેન્ચ (ખાઈ) ના ખોદકામ દરમિયાન એક વિશાળ સ્ટ્રક્ચરલ કોમ્પ્લેક્સ મળી આવ્યું છે, જે ઓરડાઓ, કોરિડોર અને મજબૂત કિલ્લેબંધી ધરાવે છે. આ સંશોધન માત્ર ધાર્મિક જ નહીં પણ ઐતિહાસિક દૃષ્ટિએ પણ અત્યંત મહત્વનું છે. રોમન એમ્ફોરા અને ઇન્ટેગ્લિયોની હાજરી સૂચવે છે કે હજારો વર્ષો પહેલા પણ ગુજરાતનો દરિયાકિનારો યુરોપ અને રોમન સામ્રાજ્ય સાથે સીધો જોડાયેલો હતો.

Read Full Story arrow_forward