android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: અલથાણમાં બેફામ ડમ્પર ચાલકે L&Tના અધિકારીને કચડ્યા, અકસ્માત સર્જી ભાગી છૂટેલા ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ
calendar_today May 2, 2026

Surat News: અલથાણમાં બેફામ ડમ્પર ચાલકે L&Tના અધિકારીને કચડ્યા, અકસ્માત સર્જી ભાગી છૂટેલા ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ

સુરત શહેરમાં ભારે વાહનોનો આતંક યથાવત હોય તેમ વધુ એક નિર્દોષ વ્યક્તિ ડમ્પરની અડફેટે ચડી છે. સુરત શહેરના અલથાણ વિસ્તારમાં પૂરઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે મોટરસાઇકલ સવાર L&T કંપનીના અધિકારીને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.ડ્યુટી પર જતા સમયે સર્જાયો અકસ્માત ઘટનાની મળતી માહિતી અનુસાર, એલ એન્ડ ટી (L&T) કંપનીમાં ફરજ બજાવતા અધિકારી જયેશભાઈ બોરસે પોતાના નિવાસસ્થાન ગોડાદરાથી કંપનીમાં નોકરી પર જઈ રહ્યા હતા. આ દરમિયાન અલથાણ શ્યામ મંદિર પાસે પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલા ડમ્પર ચાલકે જયેશભાઈની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે જયેશભાઈનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસે ડ્રાઈવરને દબોચી લીધો અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલકને પકડવા માટે અલથાણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં ડમ્પર ચાલક રામ નરેશ યાદવની ધરપકડ કરી લીધી છે. પોલીસે ડમ્પર કબજે કરી આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરેલા ડમ્પરોની સ્પીડ પર લગામ ક્યારે આવશે, તેવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. આ પણ વાંચો - Surat News: બમ્પ આવતા કાકાના હાથમાંથી 3 વર્ષનું બાળક ટ્રેક્ટર પરથી નીચે પટકાયું, ટાયર ફરી વળતા માસૂમનું મોત

Read Full Story arrow_forward
West Bengal Election 2026 : ફલતામાં TMC નેતાઓની ધમકી પર ચૂંટણી પંચે કરી કાર્યવાહી, FIR કરવાનો આપ્યો આદેશ
calendar_today May 2, 2026

West Bengal Election 2026 : ફલતામાં TMC નેતાઓની ધમકી પર ચૂંટણી પંચે કરી કાર્યવાહી, FIR કરવાનો આપ્યો આદેશ

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફલતા વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાનના નજીકના લોકો સામે FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જો આ આદેશનું પાલન નહીં થાય તો સંબંધિત પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.પોલીસને તાત્કાલિક પગલાં લેવા સૂચના આ સાથે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ ઘટનામાં ઈસરાફુલ ચોકડા અને સુજાદીન શેખ સહિત કેટલાક લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આરોપ છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી (BJP) સમર્થકોને ધમકાવી રહ્યા હતા અને તેમને મતદાનથી રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ફલતા વિસ્તારમાં બીજા તબક્કાની મતદાન પછીથી જ તણાવની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 15 બૂથ પર પુનઃમતદાન થયું ઘણા બૂથ પર ફરી મતદાનની માગ પણ ઉઠી છે. શનિવારે રાજ્યના 15 બૂથ પર પુનઃમતદાન થયું, પરંતુ ફલતા તેમાં સામેલ નહોતું. સ્થાનિક લોકોના આરોપ મુજબ, તૃણમૂલ સાથે જોડાયેલા કેટલાક લોકો ઘેર-ઘેર જઈને ધમકી આપી રહ્યા છે અને હુમલાના બનાવો પણ સામે આવ્યા છે. આ મામલે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે અને ફરી ચૂંટણીની માગ જોર પકડતી જઈ રહી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળતા થશે તો પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો : West Bengal : EVM વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, વધુ 165 મતગણતરી કેન્દ્ર અને 77 પોલીસ નિરીક્ષકોની નિમણૂક

Read Full Story arrow_forward
Jharkhand : ધનબાદમાં મોટી દુર્ઘટના, કોલસાની સ્લરીમાં દબાઈ જવાથી 4 મજૂરના થયા મોત
calendar_today May 2, 2026

Jharkhand : ધનબાદમાં મોટી દુર્ઘટના, કોલસાની સ્લરીમાં દબાઈ જવાથી 4 મજૂરના થયા મોત

ઝારખંડના ધનબાદમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ભારત કોકિંગ કોલ લિમિડેટ (BCCL)ની મુનીડીહ કોલ વોશરીમાં સ્લરી પડવાથી ચાર મજૂરોના મોત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રકમાં કોલસાની સ્લરી લોડ કરવામાં આવી રહી હતી અને અચાનક ભારે માત્રામાં સ્લરી મજૂરો પર પડતાં તેઓ તેની નીચે દબાઈ ગયા.અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ આ અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી 4 મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાંત, હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ચિંતા વધી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી સ્થાનિક ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો સતત ચાલુ છે. તંત્ર મુજબ રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ પણ વાંચો : West Bengal Election 2026 : ફલતામાં TMC નેતાઓની ધમકી પર ચૂંટણી પંચે કરી કાર્યવાહી, FIR કરવાનો આપ્યો આદેશ

Read Full Story arrow_forward