android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: લાલ દરવાજા પાસે MD ડ્રગ્સ વેચતા ઝડપાયેલા શાહિદ કુરેશીને કોર્ટે ફટકારી 8 વર્ષની કેદની સજા
calendar_today May 2, 2026

Ahmedabad News: લાલ દરવાજા પાસે MD ડ્રગ્સ વેચતા ઝડપાયેલા શાહિદ કુરેશીને કોર્ટે ફટકારી 8 વર્ષની કેદની સજા

અમદાવાદ શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે ન્યાય તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. અમદાવાદની સ્પેશિયલ NDPS કોર્ટ દ્વારા વર્ષ 2023ના એક ડ્રગ્સ કેસમાં મહત્વનો ચુકાદો આપતા આરોપી શાહિદ કુરેશીને 8 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, ડ્રગ્સ સામે સખ્ત કાર્યવાહી એ જ નિયમ છે.શું હતો સમગ્ર કેસ? વર્ષ 2023માં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે કારંજ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન શાહિદ કુરેશી નામનો શખ્સ 41 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટનું કડક વલણ આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે નોંધ્યું હતું કે, નશીલા પદાર્થોનું વેચાણ સમાજ માટે ખતરનાક છે. આરોપી પાસે રહેલો ડ્રગ્સનો જથ્થો અને તેની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે તેને 8 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ ચુકાદાથી ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Ahmedabad News: ઓરેન્જ એલર્ટ વચ્ચે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની જાહેરાત માત્ર કાગળ પર, વાહનચાલકો શેકાયા

Read Full Story arrow_forward
Ahmedabad News: અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો, આ વિસ્તારોમાં રહેશે પાણીનો કાપ
calendar_today May 2, 2026

Ahmedabad News: અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો, આ વિસ્તારોમાં રહેશે પાણીનો કાપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં આવતા વિવિધ વિસ્તારોના રહીશો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે એટલે કે ત્રણ મેના રોજ અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનના કેટલાક વોર્ડમાં પાણી પુરવઠાને અસર થશે, જેના કારણે નાગરિકોએ પાણીનો સંગ્રહ કરી લેવા અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.કયા વિસ્તારોમાં થશે અસર? તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ, દક્ષિણ ઝોનમાં આવતા રામોલ, હાથીજણ અને વસ્ત્રાલ વોર્ડમાં પાણી પુરવઠો ખોરવાશે અથવા ઓછા દબાણથી પાણી મળશે. રાસ્કા કેનાલ ખાતે હાથ ધરવામાં આવનાર જરૂરી મેન્ટેનન્સ અને ટેકનિકલ કામગીરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાણીની ઉપલબ્ધતા મુજબ સપ્લાય કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, કામગીરી દરમિયાન પાણીની જે મુજબની ઉપલબ્ધતા હશે, તે આધારે સપ્લાય કરવામાં આવશે. જોકે, મુખ્ય લાઈનમાં કામ ચાલતું હોવાથી સામાન્ય દિવસો કરતા પાણીના જથ્થામાં ઘટાડો થઈ શકે છે. કામગીરી પૂર્ણ થયા બાદ ફરી રાબેતા મુજબ પાણી પુરવઠો શરૂ કરી દેવામાં આવશે. આ પણ વાંચો - Ahmedabad News: ઓરેન્જ એલર્ટ વચ્ચે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની જાહેરાત માત્ર કાગળ પર, વાહનચાલકો શેકાયા

Read Full Story arrow_forward
Kutch News: દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સની ખાસ ડ્રાઈવ, શંકાસ્પદ સાધનો તણાઈ આવવાની ભીતિ વચ્ચે પેટ્રોલિંગ તેજ
calendar_today May 2, 2026

Kutch News: દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સની ખાસ ડ્રાઈવ, શંકાસ્પદ સાધનો તણાઈ આવવાની ભીતિ વચ્ચે પેટ્રોલિંગ તેજ

ગુજરાતની દરિયાઈ સીમા પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાના ભાગરૂપે કચ્છના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધોની સ્થિતિને ધ્યાને રાખીને સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.આ વિસ્તારોમાં સઘન તપાસ મરીન ટાસ્ક ફોર્સની ટીમો દ્વારા કચ્છના છછી, લાઈટ હાઉસ, સુથરી અને ખુઅડા જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. દરિયાઈ માર્ગે કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી કે શંકાસ્પદ હિલચાલ ન થાય તે માટે સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. શંકાસ્પદ સાધનો તણાઈ આવવાની શક્યતા સુરક્ષા એજન્સીઓને એવી શક્યતા છે કે, ચાલુ યુદ્ધના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા જહાજોના અવશેષો, ખાલી બોટ અથવા મિસાઈલ જેવા હાનિકારક સાધનો દરિયાના મોજા સાથે તણાઈને કચ્છના કાંઠે આવી શકે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દરિયાકાંઠાના ગ્રામજનો અને માછીમારોને અત્યંત જાગૃત અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ પણ અજાણી વસ્તુ જોવા મળે તો તાત્કાલિક પોલીસ અથવા સુરક્ષા દળોને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો - Kutch: ભુજમાં ISISની વિચારધારાને અનુસરતો શખ્સ ઝડપાયો, સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકતો હોવાનો ખુલાસો

Read Full Story arrow_forward