android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: જેસિંગપરા પાસે ઠેબી પુલ પર ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવારનું કરૂણ મોત
calendar_today May 2, 2026

Amreli News: જેસિંગપરા પાસે ઠેબી પુલ પર ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવારનું કરૂણ મોત

અમરેલી જિલ્લાના જેસિંગપરા નજીક આવેલા ઠેબી નદીના પુલ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક મિની ટેમ્પો અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર પુરુષનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે સવાર મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે.મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ બાઈક સવાર દંપતી રોડ પર પટકાયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા મહિલાને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક 108 મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાની હાલત નાજુક હોવાથી તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતને પગલે પુલ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક પુરુષના મૃતદેહને પીએમ અર્થે ખસેડી તેમના પરિવારજનોને જાણ કરવાની તજવીજ શરૂ કરી છે. અકસ્માત સર્જી ફરાર થયેલા ટેમ્પો ચાલક સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વારંવાર અકસ્માત ઝોન બની રહેલા આ વિસ્તારમાં સુરક્ષાના પગલાં લેવાની સ્થાનિકોમાં માંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
VGRC Surat : 3.53 લાખ કરોડના 2,792 MOU થયા : DyCM હર્ષ સંઘવી
calendar_today May 2, 2026

VGRC Surat : 3.53 લાખ કરોડના 2,792 MOU થયા : DyCM હર્ષ સંઘવી

સુરતની ઓરો યુનિવર્સિટીમાં 1 અને 2 મે દરમિયાન આયોજિત બે દિવસીય ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- દક્ષિણ ગુજરાત'નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂપિયા 3,53,306 લાખ કરોડના 2,792 એમ.ઓ.યુ. થયા હોવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે.દક્ષિણ ગુજરાતના 2.82 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી મળશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ દક્ષિણ ગુજરાતની ક્ષમતાને દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને રોજગારી સર્જન માટે આ બે દિવસીય કોન્ફરન્સ ઐતિહાસિક સાબિત થઈ છે. આગામી ત્રણ વર્ષમાં MoU મુજબ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી દક્ષિણ ગુજરાતના 2.82 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે. વેપારીઓએ ક્યારેય પીછેહઠ કરી નથી હર્ષ સંઘવીએ ગૌરવપૂર્વક જણાવ્યું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ઔદ્યોગિક શક્તિને વિશ્વ સમક્ષ મૂકવા 'વાઈબ્રન્ટ ગુજરાત'નો જે વિચાર વહેતો કર્યો હતો, તેના ફળસ્વરૂપે રાજ્યની જીડીપી 1.29 લાખ કરોડથી વધીને આજે 27.09 લાખ કરોડ સુધી પહોંચી છે. છેલ્લા 24 વર્ષની આ મક્કમ વિકાસયાત્રામાં 'ટીમ ગુજરાત' અને રાજ્યના વેપારીઓએ અનેક મુશ્કેલીઓ છતાં ક્યારેય પીછેહઠ કરી નથી. હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારની પ્રાથમિકતા માત્ર પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પૂરતી સીમિત નથી, પરંતુ અંતિમ હરોળમાં બેઠેલા નાના વેપારીઓના સપના સાકાર કરવાની છે. વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો સીધો લાભ નાના ઉદ્યોગ સાહસિકોને મળે તે દિશામાં સરકાર કાર્યરત છે. તેમણે એક નવતર પહેલ કરતા જણાવ્યું કે હવેથી રિજનલ કોન્ફરન્સમાં માત્ર નવા રોકાણકારો જ નહીં, પરંતુ વર્તમાન ઉદ્યોગકારોની સમસ્યાઓના સ્થળ પર જ નિરાકરણ માટે 'ઓપન ડોર મીટિંગ'નું આયોજન કરવામાં આવશે, જ્યાં સરકારના જવાબદાર અધિકારીઓ સીધો સંવાદ કરશે. મહિલાઓને ઘર આંગણે રોજગારીની તકો ઉપલબ્ધ થશે ઉદ્યોગ જગતને પ્રોત્સાહન આપવાની નીતિ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ઈન્સેન્ટિવ ક્લિયરન્સની પ્રક્રિયામાં સતત ગતિ લાવી રહી છે. અગાઉ દરરોજ 199 એપ્લિકેશન ક્લિયર થતી હતી, જે હવે બમણી થઈ છે, અને આગામી સમયમાં આ આંકડો 500ને પાર કરી જશે. વધુમાં, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જેવા આદિજાતિ વિસ્તારોમાં નોન પોલ્યુટીંગ ઈન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે આગામી બે વર્ષમાં આદિજાતિ વિસ્તારની 25,000થી વધુ મહિલાઓને ઘર આંગણે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.આ પણ વાંચો : Ahmedabad News: અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો, આ વિસ્તારોમાં રહેશે પાણીનો કાપ

Read Full Story arrow_forward
Bhavnagar News: તિલકનગરમાં યુવકનો કાળજું કંપાવતી આત્મહત્યા, સાસરિયાઓના ત્રાસથી જાત જલાવી
calendar_today May 2, 2026

Bhavnagar News: તિલકનગરમાં યુવકનો કાળજું કંપાવતી આત્મહત્યા, સાસરિયાઓના ત્રાસથી જાત જલાવી

ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાસરિયાઓના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક યુવકે પોતાની જાતે જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલા આ યુવકનું બે દિવસની ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં કરૂણ મોત નીપજ્યું છે.આત્મહત્યાનો લાઈવ વીડિયો વાયરલ યુવકે જ્યારે આ આત્યંતિક પગલું ભર્યું ત્યારે તેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં યુવક અત્યંત વેદનામાં પોતાની જાતને આગ લગાડી રહ્યો હોવાનું દેખાય છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારનો આક્ષેપ: મરવા મજબૂર કર્યો મૃતક યુવકના ભાઈ રાજેન્દ્ર રાઠોડે આ મામલે પોલીસમાં સાસરિયાઓ વિરુદ્ધ અરજી આપી છે. પરિવારનો આક્ષેપ છે કે, તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા તેને સતત ત્રાસ આપવામાં આવતો હતો. આરોપીઓ માથાભારે હોવાથી તેમને કાયદાનો કોઈ ડર નથી. મૃતકના પરિવારે માગ કરી છે કે, યુવાનને આત્મહત્યા માટે મજબૂર કરનારા તમામ શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને દાખલારૂપ સજા થાય જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. આ પણ વાંચો - Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા

Read Full Story arrow_forward