android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: આજી ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના સભ્યો પાણીમાં ડૂબ્યા, પિતા-પુત્ર સહિત 4ના મોત
calendar_today May 2, 2026

Rajkot News: આજી ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના સભ્યો પાણીમાં ડૂબ્યા, પિતા-પુત્ર સહિત 4ના મોત

રાજકોટના આજી ડેમ ખાતે આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતો એક પરિવાર રિક્ષા લઈને મોગલ ધામ મંદિર પાસે આજી ડેમમાં ફરવા આવ્યો હતો, જ્યાં ન્હાવા પડતી વખતે ચાર સભ્યો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલી રહી છે.એકને બચાવવા જતાં આખો પરિવાર પાણીમાં હોમાયો સમગ્ર ઘટના અંગે ડીસીપી (DCP) હેતલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિવારના સભ્યો રિક્ષા લઈને ડેમ કાંઠે આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિ પાણીમાં ઉતર્યો હતો અને અચાનક ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે પરિવારના અન્ય સભ્યો એક પછી એક પાણીમાં પડ્યા હતા, પરંતુ પાણી ઊંડું હોવાને કારણે ચારેય સભ્યો ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા છે. 108ની ટીમે સ્થળ પર જ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ થઈ, ઘાંચીવાડ વિસ્તારમાં શોકનું મોજું આ ગમખ્વાર ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓની ઓળખ ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા તરીકે થઈ છે. મૃતકોમાં પિતા-પુત્રની જોડીનો પણ સમાવેશ થાય છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આજી ડેમ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હજુ પણ એક ગુમ થયેલ વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના મોતના સમાચાર મળતા જ ઘાંચીવાડ વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Board Exam Dates 2027: ગુજરાત શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, 25 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ, જાણો ક્યારે પડશે વેકેશન
calendar_today May 2, 2026

Gujarat Board Exam Dates 2027: ગુજરાત શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, 25 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ, જાણો ક્યારે પડશે વેકેશન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટેની મહત્વની તારીખો અને વેકેશનનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતથી લઈને બોર્ડની પરીક્ષાઓ સુધીની તમામ વિગતો આ કેલેન્ડરમાં સ્પષ્ટ કરવામાં આવી છે.બોર્ડની પરીક્ષાની તારીખો શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, વર્ષ 2027ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 25 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 17 માર્ચ સુધી ચાલશે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં લેવાતી આ પરીક્ષાઓ આ વખતે ફેબ્રુઆરીના અંતમાં શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે શાળાઓની વાર્ષિક પરીક્ષાઓ 5 એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન યોજાશે. વેકેશન અને રજાઓનું લિસ્ટ શાળા પ્રારંભ: નવું શૈક્ષણિક સત્ર 8 જૂન 2026થી શરૂ થશે. દિવાળી વેકેશન: 5 નવેમ્બરથી 25 નવેમ્બર 2026 સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. ઉનાળુ વેકેશન: 3 મે 2027થી 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે. કુલ રજાઓ: આગામી શૈક્ષણિક વર્ષમાં રવિવાર અને જાહેર રજાઓ મળીને કુલ 80 દિવસનું રજાઓનું આયોજન છે. શિક્ષણ બોર્ડ દ્વારા સમયસર કેલેન્ડર જાહેર કરવામાં આવતા હવે શાળાઓ અને વિદ્યાર્થીઓ વહેલી તકે પરીક્ષાની તૈયારીઓનું આયોજન કરી શકશે. આ પણ વાંચો - GSEB 10th 12th Result 2026: 6 મેના રોજ જાહેર થશે ધોરણ 10નું પરિણામ, જાણો કઈ રીતે જોઈ શકાશે રિઝલ્ટ?

Read Full Story arrow_forward
Gujarat : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે ST બસમાં કરી મુસાફરી
calendar_today May 2, 2026

Gujarat : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે ST બસમાં કરી મુસાફરી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોતાની સાદગી અને જન સંવેદના માટે જાણીતા છે. આ જ શ્રેણીમાં ફરી એકવાર તેઓ લોકભવનની સુખ સુવિધાઓ છોડીને સીધા જનતાની વચ્ચે પહોંચ્યા હતા. રાજ્યપાલે સુરતના અડાજણ બસ સ્ટેન્ડથી ઓલપાડ તાલુકાના જીણોદ ગામ સુધીની યાત્રા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ની સાધારણ બસમાં બેસીને કરી હતી.40 ડિગ્રી ગરમીમાં બસમાં કરી મુસાફરી આ યાત્રાની સૌથી વિશેષ વાત એ રહી કે રાજ્યપાલે પ્રોટોકોલ અને વિશિષ્ટ સુવિધાઓને બાજુ પર રાખીને, એક સામાન્ય નાગરિકની મુસાફરી કરી જાતે પોતાની ટિકિટ લઈ ડિજિટલ પેમેન્ટ દ્વારા ચુકવણી કરીને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપ્યું હતું. મે મહિનાની કાળઝાળ ગરમીમાં જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે રાજ્યપાલ દ્વારા આ સાદગીપૂર્ણ પ્રવાસ શાસન પ્રત્યે જનતાના વિશ્વાસને વધુ મજબૂત કરે છે. મુસાફરોની સમસ્યાઓને સમજી અને સરકારી પરિવહન સેવાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો સફર દરમિયાન રાજ્યપાલે બસમાં સવાર અન્ય મુસાફરો સાથે અત્યંત આત્મીય અને આદરપૂર્ણ સંવાદ કર્યો હતો. તેમણે મુસાફરોને તેમના ખબર અંતર પૂછ્યા, તેમની સમસ્યાઓને સમજી અને સરકારી પરિવહન સેવાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. મુસાફરો માટે પણ આ એક સુખદ અને આશ્ચર્યજનક ક્ષણ હતી કે તેમની વચ્ચે રાજ્યના પ્રથમ નાગરિક એક સામાન્ય મુસાફરની જેમ બેઠા છે. આ અગાઉ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઘણી વખત એસ.ટી. બસમાં મુસાફરી કરી ચૂક્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યપાલની આ યાત્રા તેમના જીવન મૂલ્યો, પ્રભાવી જનસંપર્ક અને જાહેર સેવાઓ પ્રત્યે તેમની નિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે. આ પણ વાંચો : VGRC Surat : 3.53 લાખ કરોડના 2,792 MOU થયા : DyCM હર્ષ સંઘવી

Read Full Story arrow_forward