android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : ભિવંડીથી તેલંગાણા જતો 28 લાખનો પ્લાસ્ટિક દાણાનો જથ્થો કામરેજમાં સગેવગે કરાય તે પહેલા જ LCB ત્રાટકી, 54 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today May 2, 2026

Surat : ભિવંડીથી તેલંગાણા જતો 28 લાખનો પ્લાસ્ટિક દાણાનો જથ્થો કામરેજમાં સગેવગે કરાય તે પહેલા જ LCB ત્રાટકી, 54 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે કામરેજ તાલુકાના ખોલવડ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્રના ભિવંડીથી તેલંગાણા લઈ જવાતો પ્લાસ્ટિકના દાણાનો લાખોની કિંમતનો જથ્થો બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે ટ્રક ચાલક અને બે ટેમ્પો ચાલકો સહિતના આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ટ્રકમાંથી પ્લાસ્ટિકના દાણાનો જથ્થો બારોબાર સગેવગે કરાતો હતો ઘટનાની વિગત મુજબ, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કામરેજના ખોલવડ ગામથી ભાદા ગામ તરફ જતાં રસ્તા પર એક ટ્રકમાંથી પ્લાસ્ટિકના દાણાનો જથ્થો બારોબાર બીજા વાહનોમાં ઉતારવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડતા ત્યાં ટ્રકમાંથી બે આઈશર ટેમ્પામાં પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક અને બંને ટેમ્પો ચાલકોને રંગેહાથ દબોચી લીધા હતા. માલ ભિવંડીથી તેલંગાણા મોકલવા માટે રવાના થયો હતો, પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આ માલ ભિવંડીથી તેલંગાણા મોકલવા માટે રવાના થયો હતો, પરંતુ આરોપીઓ વધુ કમાણી કરવાની લાલચે માર્ગમાં જ તેને સગેવગે કરી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ₹28 લાખથી વધુની કિંમતના પ્લાસ્ટિકના દાણા, એક ટ્રક, બે આઈશર ટેમ્પા અને મોબાઈલ ફોન મળી કુલ ₹54.40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાઈવે પર ચાલતા આવા બારોબારિયા કૌભાંડોમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ પણ વાંચો---   Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Jamnagar : રણજીત સાગર પાસેના ફોરેસ્ટ રિસોર્ટમાં લગ્ન પ્રસંગે ભીષણ આગ, મંડપ અને સામાન બળીને ખાખ
calendar_today May 2, 2026

Jamnagar : રણજીત સાગર પાસેના ફોરેસ્ટ રિસોર્ટમાં લગ્ન પ્રસંગે ભીષણ આગ, મંડપ અને સામાન બળીને ખાખ

જામનગરના રણજીત સાગર ડેમ રોડ પર આવેલા પ્રસિદ્ધ ફોરેસ્ટ રિસોર્ટમાં આજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે આગ લાગી ત્યારે રિસોર્ટમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ ગંભીર દુર્ઘટનામાં લગ્ન માટેનો ભવ્ય મંડપ, ટેબલ-ખુરશી અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. મંડપના ભાગે આગ લાગી મળતી માહિતી મુજબ, ફોરેસ્ટ રિસોર્ટમાં લગ્ન સમારંભની તૈયારીઓ અને પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક મંડપના ભાગે આગ લાગી હતી. પલભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લગ્નમાં આવેલા મહેમાનોમાં નાસભાગ મચી ગઈ હતી. આગની લપેટમાં મંડપનો ડેકોરેશનનો સામાન અને ખુરશીઓ આવતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો ઘટનાની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. સદનસીબે, આગ વધુ પ્રસરે તે પહેલા મહેમાનો સુરક્ષિત રીતે બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતીઆ પણ વાંચો----  Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Dwarka News: જામ ખંભાળિયા ‘કમલમ’ ખાતે ભાજપ દાવેદારોનો ધસારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ
calendar_today May 2, 2026

Dwarka News: જામ ખંભાળિયા ‘કમલમ’ ખાતે ભાજપ દાવેદારોનો ધસારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જામ ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે આજે ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કાર્યકરો અને દાવેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.નિરીક્ષકોની ખાસ ઉપસ્થિતિ પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખાસ નિરીક્ષકોની નિગરાની હેઠળ આ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં સાંસદ હરિભાઈ પટેલ, ગાંધીનગર શહેર પ્રમુખ આશિષભાઈ દવે તેમજ પ્રદેશ કારોબારી સભ્ય બિજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ એક-એક દાવેદાર સાથે વ્યક્તિગત સંવાદ સાધ્યો હતો. વફાદારી અને ક્ષમતા પર ભાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિવિધ પદો માટે અનેક મુરતિયાઓએ પોતાના સમર્થકો સાથે પ્રબળ દાવેદારી નોંધાવી હતી. નિરીક્ષકોએ ઉમેદવારની સંગઠન પ્રત્યેની વફાદારી, જનસંપર્ક અને સૌથી મહત્ત્વનું એટલે કે 'જીતવાની ક્ષમતા' જેવા પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી હતી. હવે હાઈકમાન્ડ પર નજર આ સેન્સ પ્રક્રિયાના અંતે નિરીક્ષકો દ્વારા એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે, ભાજપ દ્વારકા જિલ્લામાં અનુભવી જૂના જોગીઓ પર ભરોસો મૂકે છે કે, પછી નવા અને યુવા ચહેરાઓને તક આપીને ચોંકાવનારો નિર્ણય લે છે. આખરી નિર્ણય પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. આ પણ વાંચો - Dwarka News: ભાણવડના રૂપામોરા ગામે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત

Read Full Story arrow_forward