android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદમાં ઓરેંજ અલર્ટની અસર, 44 ડિગ્રી તાપમાનમાં સિગ્નલ પર શેકાતા વાહનચાલકો
calendar_today May 2, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં ઓરેંજ અલર્ટની અસર, 44 ડિગ્રી તાપમાનમાં સિગ્નલ પર શેકાતા વાહનચાલકો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Assam: બીજા વિશ્વયુદ્ધ દરમિયાનનો મળ્યો બોમ્બ, સેનાને કારણે ટળ્યો ખતરો
calendar_today May 2, 2026

Assam: બીજા વિશ્વયુદ્ધ દરમિયાનનો મળ્યો બોમ્બ, સેનાને કારણે ટળ્યો ખતરો

આસામના તિનસુકિયા જિલ્લામાં એક રહેણાંક વિસ્તારમાંથી બીજા વિશ્વયુદ્ધનો એક વણફોટાયેલો બોમ્બ મળી આવ્યો હતો. ભારતીય સેનાની એક વિશેષ બોમ્બ નિષ્ક્રિય ટીમે ઝડપથી કાર્યવાહી કરીને વિસ્તારને ઘેરી લીધો હતો અને રહેવાસીઓને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ, બોમ્બને કાળજીપૂર્વક નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.આસામમાં મળ્યો જીવંત બોમ્બ  આસામના તિનસુકિયા જિલ્લાના લેડો-લેખાપાની ક્ષેત્રમાં એક જીવંત બોમ્બ મળી આવતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. નોંધનીય છે કે, આ બોમ્બ બીજા વિશ્વયુદ્ધનો છે. આ કાટ લાગેલો ઓર્ડનન્સ રહેણાંક વિસ્તારમાંથી મળી આવ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. માહિતી મળતાં, ભારતીય સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને એક વિશેષ બોમ્બ નિષ્ક્રિય કરનારી ટીમને સ્થળ પર મોકલી. બોમ્બ નિષ્ક્રિય કરવામાં આવ્યો નિષ્ણાતોએ બોમ્બનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું, જેને પછી રહેણાંક વિસ્તારમાંથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યો. ત્યાં, નિયંત્રિત કામગીરી દ્વારા, બોમ્બને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરવામાં આવ્યો. સદનસીબે, આ પ્રક્રિયા દરમિયાન કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કામગીરી ખૂબ જ સંકલિત અને વ્યાવસાયિક રીતે કરવામાં આવી હતી. મોટી દુર્ઘટના ટાળવા બદલ સેનાના ઝડપી પ્રતિભાવ અને તકનીકી કુશળતાની પ્રશંસા કરવામાં આવી હતી. શાંતિ અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ સેનાઆ ઘટના ઉત્તરપૂર્વ ભારતમાં એક ઐતિહાસિક યુગની યાદ અપાવે છે, જ્યારે આ પ્રદેશ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી પ્રવૃત્તિઓ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે સેવા આપતો હતો. આવા અવશેષો આજે પણ સમયાંતરે સપાટી પર આવતા રહે છે. આ કામગીરી દ્વારા, ભારતીય સેનાએ ફરી એકવાર સમયસર અને અસરકારક કાર્યવાહી દ્વારા નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને સમગ્ર પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ પણ વાંચો- Gold Silver Price Today: 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર, જાણો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward
Ambaji : પાનસા માર્ગ પર લૂંટારુ ગેંગનો આતંક, શ્રદ્ધાળુઓની 3 કાર પર પથ્થરમારો
calendar_today May 2, 2026

Ambaji : પાનસા માર્ગ પર લૂંટારુ ગેંગનો આતંક, શ્રદ્ધાળુઓની 3 કાર પર પથ્થરમારો

શક્તિપીઠ અંબાજી દર્શન કરવા જતાં યાત્રિકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. લૂંટના ઇરાદે યાત્રિકોની ગાડીઓ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવતા શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ છે. અમદાવાદના શ્રદ્ધાળુઓની ત્રણ કારને નિશાન બનાવી અસામાજિક તત્વોએ પાનસા માર્ગ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.અસામાજિક તત્વો ગાડીઓ રોકવા માટે પથ્થરો ફેંકે છે ભોગ બનનાર અમદાવાદના શ્રદ્ધાળુ સમીર શાહે આ ઘટનાનો વીડિયો વાયરલ કરીને તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, અગાઉ ફાગણ સુદ ચૌદસના દિવસે પણ આ જ પ્રકારે પથ્થરમારાની ઘટના બની હતી, તેમ છતાં પોલીસ પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. પાનસા માર્ગ પર અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો ગાડીઓ રોકવા માટે પથ્થરો ફેંકે છે, જેથી યાત્રિકો ઉભા રહે અને તેમને લૂંટી શકાય. ગાડીઓના કાચ તૂટી ગયા હતા સમીર શાહે વધુમાં જણાવ્યું હતું કે, પથ્થરમારાને કારણે ગાડીઓના કાચ તૂટી ગયા હતા અને પરિવારના સભ્યોના જીવ જોખમમાં મુકાયા હતા. શ્રદ્ધાળુઓની સુરક્ષામાં પોલીસની નીતિ અત્યંત ઢીલી હોવાનું દેખાઈ રહ્યું છે. વારંવાર બનતી આ ઘટનાઓને કારણે યાત્રાધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓ હવે અસુરક્ષિત અનુભવી રહ્યા છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે કે પોલીસ આ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારે અને પથ્થરમારો કરનાર લૂંટારુ ટોળકીને તુરંત જેલના સળિયા પાછળ ધકેલે.આ પણ વાંચો----    Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી

Read Full Story arrow_forward