android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli : મહિલાને વોટ્સએપ પર અશ્લીલ મેસેજ અને જાનથી મારવાની ધમકી, માનવ અધિકાર આયોગના આદેશથી નોંધાઈ ફરિયાદ
calendar_today May 2, 2026

Aravalli : મહિલાને વોટ્સએપ પર અશ્લીલ મેસેજ અને જાનથી મારવાની ધમકી, માનવ અધિકાર આયોગના આદેશથી નોંધાઈ ફરિયાદ

અરવલ્લી જિલ્લામાં સાયબર હેરાનગતિ અને પોલીસની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેઘરજની એક મહિલાને છેલ્લા ત્રણ મહિનાથી અજાણ્યા નંબર પરથી ડિજિટલ ધમકીઓ મળી રહી હતી, તેમ છતાં સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધવામાં આનાકાની કરી હતી. અંતે, પીડિત મહિલાએ ન્યાય માટે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના દ્વાર ખખડાવતા પોલીસ હરકતમાં આવી છે.મહિલાને "Hi" મેસેજ કરી પ્રેમ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો ઘટનાની વિગત મુજબ, એક અજાણ્યા વોટ્સએપ નંબર પરથી મહિલાને "Hi" મેસેજ કરી પ્રેમ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. મહિલાએ જ્યારે તેને નકારી દીધો, ત્યારે સામેવાળા શખ્સે મહિલાનો ફોટો પ્રોફાઇલમાં મૂકી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ શખ્સે "તારા ફોટા વાયરલ કરી દઈશ" એવી ધમકી આપીને મહિલાને જાનથી મારી નાખવાની પણ ચીમકી આપી હતી. પીડિતાને શંકા છે કે આ કૃત્ય પાછળ રાજસ્થાનનો કોઈ યુવક સંડોવાયેલો છે. પીડિતા ત્રણ મહિના સુધી પોલીસના ધક્કા ખાતી રહી, સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, પીડિતા ત્રણ મહિના સુધી પોલીસના ધક્કા ખાતી રહી, પરંતુ તેની ફરિયાદ નોંધાઈ નહોતી. હારીને મહિલાએ રાજ્ય માનવ અધિકાર આયોગમાં પીટિશન દાખલ કરી હતી. આયોગ દ્વારા કરવામાં આવેલા કડક આદેશ અને હસ્તક્ષેપ બાદ મેઘરજ પોલીસે આખરે ગુનો નોંધ્યો છે. ફરિયાદ લેવામાં થતા વિલંબ સામે અનેક સવાલો હાલ પોલીસે અજાણ્યા મોબાઈલ નંબરના આધારે આરોપીને ઝડપી પાડવા અને લોકેશન ટ્રેસ કરવા માટે સાયબર ક્રાઈમની મદદ લીધી છે. આ કિસ્સાએ સાયબર સુરક્ષા અને પોલીસ ફરિયાદ લેવામાં થતા વિલંબ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.આ પણ વાંચો----     Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Ahmedabad: 'તૂ ખીંચ મેરી ફોટો' ગીત પર પોલીસની સરકારી ગાડીનો સ્ટંટ, રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે રીલ બનાવનારની શોધખોળ આદરી
calendar_today May 2, 2026

Ahmedabad: 'તૂ ખીંચ મેરી ફોટો' ગીત પર પોલીસની સરકારી ગાડીનો સ્ટંટ, રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે રીલ બનાવનારની શોધખોળ આદરી

અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં કાયદાના લીરેલીરા ઉડાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક અજાણ્યો શખ્સ અમદાવાદ પોલીસની '112 જનરક્ષક' સરકારી ગાડીના બોનેટ પર બેસીને ફિલ્મી સ્ટાઈલમાં રીલ બનાવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.અમદાવાદના રિવરફ્રન્ટમાં કાયદાના લીરેલીરાસોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રાત્રિના સમયે રિવરફ્રન્ટ પર ઉભેલી પોલીસની જનરક્ષક કારના બોનેટ પર એક યુવક બેઠો છે. બેકગ્રાઉન્ડમાં 'તૂ ખીંચ મેરી ફોટો' ગીત વાગી રહ્યું છે અને તે શખ્સ પોઝ આપી રહ્યો છે. પોલીસની ગાડી, જેનો ઉપયોગ લોકોની સુરક્ષા અને આપત્તિના સમયે મદદ માટે થાય છે, તેનો આ પ્રકારે મનોરંજન માટે ઉપયોગ થતા સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ એક્શનમાંઆ વીડિયો વાયરલ થતા જ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના PI એ આ મામલે ગંભીરતા દાખવી છે અને વાયરલ વીડિયોની તપાસ કરવાની ખાતરી આપી છે. પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા છે કે વીડિયોમાં દેખાતો શખ્સ કોણ છે?પોલીસની ગાડી જ્યારે રિવરફ્રન્ટ પર ઉભી હતી ત્યારે ફરજ પરના કર્મચારીઓ ક્યાં હતા?શું આ રીલ કોઈ પોલીસકર્મીની હાજરીમાં બનાવવામાં આવી છે કે કર્મચારીઓની ગેરહાજરીનો લાભ લેવાયો છે?તપાસના આદેશઅમદાવાદ પોલીસે જણાવ્યું છે કે, સરકારી મિલકત અને ખાસ કરીને પોલીસના વાહનોનો આ પ્રકારે દુરુપયોગ ચલાવી લેવામાં આવશે નહીં. રીલ બનાવનાર શખ્સની ઓળખ કરવા માટે આસપાસના CCTV ફૂટેજ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની ગાડી પર બેસીને કાયદો હાથમાં લેવાની કોશિશ કરનાર સામે કાયદેસરના પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઈ છે.આ પણ વાંચો:Gandhinagar: રાજ્યભરમાં અખાદ્ય ખોરાક વેચનારાઓ સામે તવાઈ, એક જ મહિનામાં 4193 એકમોની તપાસ

Read Full Story arrow_forward
Porbandar : દોઢ વર્ષ પહેલા ગુમ થયેલા નરેન્દ્રની તેના જ મિત્રએ કરી હતી હત્યા, કુતિયાણા પોલીસે ઉલટ તપાસ કરી મિત્રને દબોચ્યો
calendar_today May 2, 2026

Porbandar : દોઢ વર્ષ પહેલા ગુમ થયેલા નરેન્દ્રની તેના જ મિત્રએ કરી હતી હત્યા, કુતિયાણા પોલીસે ઉલટ તપાસ કરી મિત્રને દબોચ્યો

પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં દોઢ વર્ષ પૂર્વે બનેલી એક ગુમશુદાની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. ચૌટા ગામનો નરેન્દ્ર મેથાણીયા નામનો યુવક લાંબા સમયથી ગુમ હતો, જેને શોધવામાં કુતિયાણા પોલીસને આખરે મોટી સફળતા મળી છે. જોકે, આ સફળતા એક કરુણ અંજામ સાથે સામે આવી છે, જેમાં નરેન્દ્ર ગુમ નહીં પણ તેની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે.નરેન્દ્રના મિત્ર માલદે દેવા નંદાણીયા પર શંકા ગઈ ઘટનાની વિગત મુજબ, નરેન્દ્ર મેથાણીયા દોઢ વર્ષ પહેલા અચાનક ગુમ થઈ ગયો હતો. કુતિયાણા પોલીસે આ મામલે તપાસ ચાલુ રાખી હતી. તપાસ દરમિયાન પોલીસને નરેન્દ્રના મિત્ર માલદે દેવા નંદાણીયા પર શંકા ગઈ હતી. પોલીસે શંકાના આધારે માલદેની કડક ઉલટ તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં ગલ્લાતલ્લાં કર્યા બાદ, માલદેએ પોલીસ સામે પોપટ બનીને સત્ય ઓકી દીધું હતું અને કબૂલાત કરી હતી કે તેણે જ નરેન્દ્રની હત્યા કરી છે. મંદિરે દર્શન કરવા જવા બાબતે સામાન્ય બોલાચાલી હત્યા પાછળનું કારણ પણ અત્યંત સામાન્ય હોવાનું સામે આવ્યું છે. આરોપી માલદેએ જણાવ્યું હતું કે, બંને મિત્રો વચ્ચે મંદિરે દર્શન કરવા જવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા માલદેએ ઉશ્કેરાટમાં આવી નરેન્દ્ર પર પથ્થરના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે નરેન્દ્રનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીએ લાશનો નિકાલ કરી દીધો હતો અને પોતે કશું જ જાણતો ન હોય તેમ ફરતો હતો. કુતિયાણા પોલીસે આરોપી માલદે દેવા નંદાણીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દોઢ વર્ષ બાદ સત્ય બહાર આવતા મૃતકના પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો----     Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી

Read Full Story arrow_forward