Prantij : વર્ષોની પ્રતીક્ષાનો અંત, 4 કરોડના ખર્ચે બનેલો હાઈટેક એસટી ડેપો કાર્યરત, રોજની 1023 બસોની અવરજવર રહેશે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે નવનિર્મિત આધુનિક એસટી બસ ડેપો છેલ્લા ત્રણ દિવસથી નિયમિત રીતે કાર્યરત થઈ ગયો છે. અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ભવ્ય ડેપોના લોકાર્પણ બાદ હવે મુસાફરોને હાઈવે પર બસની રાહ જોવાને બદલે ડેપોની અંદર જ તમામ સુવિધાઓ મળી રહેશે.1023 બસોનું થશે સ્ટોપેજ નેશનલ હાઈવેના માર્ગનું કામ પૂર્ણ થતા હવે ગાંધીનગર-અમદાવાદ અને હિંમતનગર-અંબાજી તરફ જતી તમામ બસો પ્રાંતિજ ડેપોમાં આવશે. દિવસ દરમિયાન બંને તરફની મળીને કુલ અંદાજે 1023 બસોની અવરજવર આ ડેપો ખાતે થશે. આ વ્યવસ્થાથી પ્રાંતિજ શહેરની રોનકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ડેપો તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી મુસાફરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડિજિટલ ફીડબેકની સુવિધા ડેપો મેનેજર એ.કે. પરમારે તાલુકાના લોકોને અપીલ કરી છે કે, હવે હાઈવે પર ભાંખરીયા અથવા ત્રણ રસ્તા પર ઊભા રહેવાને બદલે સુરક્ષિત રીતે એસટી બસ સ્ટેશનથી જ મુસાફરી કરે. વધુમાં, મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવા માટે ડેપો અને બસોમાં ક્યુઆર (QR) કોડ મૂકવામાં આવ્યા છે. મુસાફરો આ કોડ સ્કેન કરીને પોતાના પ્રતિભાવો અને અભિપ્રાયો આપી શકશે, જેના આધારે તંત્ર દ્વારા ભવિષ્યમાં વધુ સારી સેવાઓ પૂરી પાડવામાં આવશે.આ પણ વાંચો---- Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી
Read Full Story arrow_forward