android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat SBI લૂંટમાં મોટો ખુલાસો: 50 લાખની લૂંટમાં 7 શખ્સો સામેલ હોવાના CCTV આવ્યા સામે
calendar_today May 1, 2026

Surat SBI લૂંટમાં મોટો ખુલાસો: 50 લાખની લૂંટમાં 7 શખ્સો સામેલ હોવાના CCTV આવ્યા સામે

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટના મામલે તપાસમાં એક મોટો વળાંક આવ્યો છે. બેંકની બહાર લાગેલા સીસીટીવી કેમેરાના નવા ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આખી લૂંટને અંજામ આપવા માટે એક-બે નહીં, પરંતુ કુલ 7 લૂંટારૂઓ આવ્યા હતા. ધોળે દિવસે આટલી મોટી સંખ્યામાં આવેલા લૂંટારૂઓએ જે રીતે ઓપરેશન પાર પાડ્યું તેનાથી સુરત પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.ગનમેનની હાજરી છતાં લૂંટારૂઓ આસાનીથી ફરાર  નવા સીસીટીવી ફૂટેજમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. બેંકની સુરક્ષા માટે તૈનાત બે ગનમેન (સુરક્ષા ગાર્ડ) ત્યાં હાજર હોવા છતાં, લૂંટારૂઓ તેમની નજર સામેથી જ બેખૌફ થઈને ફરાર થઈ ગયા હતા. ગનમેન કોઈ પ્રતિક્રિયા આપી શકે કે તેમને રોકી શકે તે પહેલા જ લૂંટારૂઓની ટોળકી 50 લાખની રોકડ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. સુરક્ષા કર્મીઓની હાજરીમાં આ પ્રકારની હિંમત દર્શાવવી એ સૂચવે છે કે લૂંટારૂઓ પૂરા આયોજન સાથે અને હથિયારોથી સજ્જ થઈને આવ્યા હતા. વરાછા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આ હાઈ-પ્રોફાઈલ લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા સાતેય શખ્સોના ચહેરા અને તેમની ભાગવાની દિશાના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ કોઈ રીઢા ગુનેગારોની ગેંગ હોઈ શકે છે જેણે અગાઉ પણ આવા ગુના કર્યા હોય. આ લૂંટ બાદ શહેરના એક્ઝિટ પોઈન્ટ્સ પર નાકાબંધી કરી દેવામાં આવી છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dwarka News: ભાણવડના રૂપામોરા ગામે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત
calendar_today May 1, 2026

Dwarka News: ભાણવડના રૂપામોરા ગામે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા રૂપામોરા ગામ પાસે હિટ એન્ડ રનની એક કરુણ ઘટના બની છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક યુવક રસ્તા પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી કાર ચાલક પોતાની ગાડી લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.40 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ નીપજ્યું મોત અકસ્માતની જાણ થતા જ 108ની ટીમ અને ભાણવડ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓને કારણે બાઈક ચાલક દીપકભાઈ મસરીભાઈ પીપરોતર (ઉંમર વર્ષ 40) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ભાણવડની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. યુવાનના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ આ મામલે મૃતકના ભાઈએ ભાણવડ પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે ગુનો નોંધીને ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પરના સીસીટીવી ફૂટેજ અને આસપાસના લોકોની પૂછપરછના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ભાણવડ પોલીસે હિટ એન્ડ રનના આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : જગદીશ વિશ્વકર્માના નિવેદન પર ગેનીબેન ઠાકોરના આકરા પ્રહાર, મહિલાઓની માફી માંગવી જોઈએ
calendar_today May 1, 2026

Ahmedabad : જગદીશ વિશ્વકર્માના નિવેદન પર ગેનીબેન ઠાકોરના આકરા પ્રહાર, મહિલાઓની માફી માંગવી જોઈએ

ગુજરાતના રાજકારણમાં હાલ વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોર લાલઘૂમ થયા છે. ગેનીબેને આ નિવેદનને માત્ર વ્યક્તિગત નહીં પણ સમગ્ર 'મહિલા શક્તિ'નું અપમાન ગણાવ્યું છે.મહિલાઓની માફી માંગો ગેનીબેને આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, સત્તાના નશામાં ભાજપના નેતાઓ મહિલાઓ પ્રત્યે મર્યાદા ભૂલી રહ્યા છે. જગદીશ વિશ્વકર્માનું નિવેદન અત્યંત અપમાનજનક છે અને તેમણે તાત્કાલિક ધોરણે ગુજરાતની તમામ મહિલાઓની માફી માંગવી જોઈએ. ગેનીબેને વધુમાં ઉમેર્યું કે મહિલાઓનું સન્માન જાળવવું એ ભાજપની પ્રાથમિકતા હોવી જોઈએ, જે અહીં દેખાતી નથી. 2027 માટે ફેંક્યો 'પાવરફુલ' પડકાર માત્ર નિવેદનબાજી જ નહીં, ગેનીબેને રાજકીય મેદાનમાં પણ પડકાર ફેંક્યો છે. તેમણે હિંમત સાથે જણાવ્યું કે જો ભાજપ અને જગદીશ વિશ્વકર્મામાં ખરેખર તાકાત હોય, તો વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ મારી સામે ચૂંટણી લડી બતાવે. ગેનીબેનના આ ખુલ્લા પડકારથી આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ વધુ તેજ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.આ પણ વાંચો---    Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી

Read Full Story arrow_forward