android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad News: ધરમપુર-નાનાપોંઢા રોડ પર ટ્રક પુલ પરથી ખાડીમાં ખાબકી, ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
calendar_today May 1, 2026

Valsad News: ધરમપુર-નાનાપોંઢા રોડ પર ટ્રક પુલ પરથી ખાડીમાં ખાબકી, ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

વલસાડ જિલ્લાના ધરમપુર-નાનાપોંઢા રોડ પર આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. એક પૂરઝડપે જતી ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના પરિણામે ટ્રક રોડ પર આવેલા પુલની રેલિંગ તોડીને સીધી નીચે ખાડીમાં ખાબકી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રક ખાડીમાં પટકાતા જ માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.ટ્રક ચાલકની હાલત નાજુક પુલ પરથી ખાડીમાં ખાબકેલી ટ્રક ઊંધી વળીને (શિર્ષાવસ્થામાં) પટકાઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં ટ્રકના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે ચાલક અંદર ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી ચાલકને બહાર કાઢ્યો હતો અને તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રકની ઝડપ વધુ હોવાથી અથવા ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં ખાડીમાં પડેલી ટ્રકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે અને અકસ્માતને કારણે ખોરવાયેલા ટ્રાફિકને હળવો કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Botad News: પાળિયાદમાં શિક્ષણના નવા દ્વાર ખુલશે, ITI શરૂ કરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કુમાર શાળાની લીધી મુલાકાત
calendar_today May 1, 2026

Botad News: પાળિયાદમાં શિક્ષણના નવા દ્વાર ખુલશે, ITI શરૂ કરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કુમાર શાળાની લીધી મુલાકાત

બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આજે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પાળિયાદ પંથકના યુવાનો માટે શિક્ષણ અને રોજગારીના નવા અવસરો ઉભા કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.ITI શરૂ કરવા માટે સ્થળ નિરીક્ષણ પાળિયાદમાં લાંબા સમયથી ટેકનિકલ શિક્ષણની સુવિધાની જરૂરિયાત વર્તાઈ રહી છે. આ માગને ધ્યાને રાખીને, ગામમાં નવી આઈટીઆઈ શરૂ કરવા માટે મંત્રીએ સ્થાનિક કુમાર શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. સંભવિત સ્થળનું નિરીક્ષણ કરી તેમણે જરૂરી વ્યવસ્થાઓ અને સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જો પાળિયાદમાં ITI શરૂ થાય તો આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવાનોને ઘરઆંગણે જ રોજગારલક્ષી શિક્ષણ મળી રહેશે. ગામ પંચાયત કચેરી ખાતે સ્વાગત અને બેઠક મંત્રીએ પાળિયાદ ગ્રામ પંચાયત કચેરીની પણ મુલાકાત લીધી હતી, જ્યાં સરપંચ વિજયભાઈ ખાચર દ્વારા તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાયત કચેરી ખાતે વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામના પ્રાથમિક પ્રશ્નો, માળખાગત સુવિધાઓ અને વિકાસના કામો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આ મુલાકાતથી પાળિયાદમાં આગામી સમયમાં શિક્ષણ અને વિકાસના નવા માર્ગો ખુલશે તેવી આશા ગ્રામજનોમાં જાગી છે. આ પણ વાંચો - Botad : બરવાળાના રામપરા ગામે બાળકોની રમતમાં મોટો ડખો, એક જ સમાજના બે જૂથો વચ્ચે લાકડા-ધોકા ઉછળ્યા

Read Full Story arrow_forward
Chhota Udepur News: પીપલેજ ટોકીઝ સામે બંધ હોટલમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો, લોકોના ટોળા ઉમટ્યા
calendar_today May 1, 2026

Chhota Udepur News: પીપલેજ ટોકીઝ સામે બંધ હોટલમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો, લોકોના ટોળા ઉમટ્યા

છોટાઉદેપુર શહેરમાં આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરની પીપલેજ ટોકીઝની બિલકુલ સામે આવેલી એક બંધ હોટલના પરિસરમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે.લોકોના ટોળા ભેગા થયા બંધ હોટલમાં મૃતદેહ હોવાની જાણ આસપાસના રહીશોને થતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભીડભાડ વાળા વિસ્તારમાં આ પ્રકારે મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસ શરૂ ઘટનાની જાણ થતા જ છોટાઉદેપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ વ્યક્તિ કોણ છે? તેનું મોત કયા સંજોગોમાં થયું છે? અને આ હત્યા છે કે આત્મહત્યા? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં મૃતકની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ગુમ થયેલા વ્યક્તિઓની વિગતો તપાસવામાં આવી રહી છે. આ પણ વાંચો - Chhota Udepurમાં હારનો ખાર, AAP ના ઉમેદવારની જીત થતા ભાજપ સમર્થકોએ જેસીબી વડે RCC રોડ ખોદી નાખ્યો

Read Full Story arrow_forward