android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ચંડોળા તળાવ ડિમોલિશનને એક વર્ષ પૂર્ણ, તળાવના બ્યુટીફિકેશન માટે બાઉન્ડ્રી વોલ અને ગુંબજનું કામ પૂર્ણતાના આરે
calendar_today May 1, 2026

Ahmedabad News: ચંડોળા તળાવ ડિમોલિશનને એક વર્ષ પૂર્ણ, તળાવના બ્યુટીફિકેશન માટે બાઉન્ડ્રી વોલ અને ગુંબજનું કામ પૂર્ણતાના આરે

અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવને તેના જૂના ગૌરવ સાથે પુનર્જીવિત કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટને હવે વેગ મળ્યો છે. ચંડોળા તળાવના કિનારેથી કરાયેલા મોટા પાયાના ડિમોલિશનને એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે તંત્ર દ્વારા તળાવના ડેવલપમેન્ટનું કામ યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે.ત્રણ તબક્કામાં થઈ રહ્યો છે વિકાસ ચંડોળા તળાવનો આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મુખ્યત્વે ત્રણ સ્ટેપમાં વહેંચવામાં આવ્યો છે. ડિમોલિશન બાદ તળાવની જમીન સુરક્ષિત કરવા માટે તેના ફરતે મજબૂત બાઉન્ડ્રી વોલ (સીમા દીવાલ) બનાવી દેવામાં આવી છે. આ સાથે જ તળાવના બ્યુટીફિકેશન એટલે કે સુંદરતામાં વધારો કરવા માટે આકર્ષક ગુંબજોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. નવીનતમ આકર્ષણો અને સુવિધાઓ તળાવના વિકાસ માટે અલગ-અલગ તબક્કાઓમાં કામગીરી ચાલી રહી છે, જેમાં: તળાવમાં પ્રવેશવા માટે ચારેય તરફ અલગ-અલગ એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા છે. પર્યટકો અને સ્થાનિક રહીશો માટે વોક-વે અને બેસવાની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તળાવના પ્રોજેક્ટને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તે ભવિષ્યમાં શહેરના મુખ્ય પર્યટન સ્થળ તરીકે ઉભરી આવે. ડિમોલિશન બાદ ખાલી થયેલી વિશાળ જગ્યામાં હવે ડેવલપમેન્ટની કામગીરી નજરે પડી રહી છે. આગામી સમયમાં બાકીના તબક્કાઓ પૂર્ણ થતા દક્ષિણ અમદાવાદને એક નવું નજરાણું મળશે. આ પણ વાંચો - Ahmedabad : હારના આઘાતમાંથી બેઠા થવા કોંગ્રેસનો પંચ દિવસીય એક્શન પ્લાન, કાલથી હપ્તાભર ચાલશે મંથન

Read Full Story arrow_forward
Amreli News: સાવરકુંડલામાં કાળઝાળ ગરમીમાં રઘવાયો બનેલો સિંહ નેશનલ હાઈવે પર ચડી આવ્યો, વાહનચાલકોના શ્વાસ અદ્ધર
calendar_today May 1, 2026

Amreli News: સાવરકુંડલામાં કાળઝાળ ગરમીમાં રઘવાયો બનેલો સિંહ નેશનલ હાઈવે પર ચડી આવ્યો, વાહનચાલકોના શ્વાસ અદ્ધર

અમરેલી જિલ્લામાં સિંહોનું માનવ વસ્તી અને હાઈવે તરફ આવવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આજે બપોરે અંદાજે 4:30 વાગ્યાના સુમારે સાવરકુંડલા-મહુવા નેશનલ હાઇવે પર એક એશિયાટિક સિંહ અચાનક રોડ પર આવી ચડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે સિંહ હાઈવે પર દેખાતા વાહનચાલકોમાં ભારે ભય જોવા મળ્યો હતો.ધોમધખતા તાપમાં સિંહ રઘવાયો થયો અમરેલી પંથકમાં હાલ ધોમધખતો તાપ પડી રહ્યો છે, ત્યારે ગરમીથી અકળાયેલો સિંહ અચાનક સાવરકુંડલા-મહુવા હાઈવે પર આવી પહોંચ્યો હતો. સિંહને જોઈને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોએ તકેદારીના ભાગરૂપે વાહનોના પૈડાં થંભાવી દીધા હતા અને સુરક્ષિત અંતર જાળવ્યું હતું. આ દરમિયાન એક રાહદારીએ પોતાના મોબાઈલમાં સિંહનો વીડિયો કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગટર યોજનાના ફિલ્ટર પ્લાન્ટમાં ઘૂસ્યો નેશનલ હાઈવે ક્રોસ કર્યા બાદ સિંહ સાવરકુંડલા નગર પાલિકાની નવી બની રહેલી ગટર યોજનાના ફિલ્ટર પ્લાન્ટના વિસ્તારમાં ઘૂસી ગયો હતો. સિંહના વિચરણને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ચિંતા વધી છે. આ ઘટનાએ ફરી એકવાર સિંહોની સુરક્ષા અને તેમના સતત ઘટતા જતા કુદરતી નિવાસસ્થાન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સિંહ હાઈવે પર આવતા વન વિભાગ દ્વારા પણ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Amreli : પરિણીતાને ભગાડનાર યુવકની શંકાસ્પદ હત્યા, સોશિયલ મીડિયા સ્ટાર કાયદાના સકંજામાં

Read Full Story arrow_forward
Mahesana News: માં ઉમિયાના જયઘોષથી ગુંજી ઊઠી ઊંઝા નગરી, 8 કિમી લાંબી નગરયાત્રામાં 165 ઝાંખીઓ બની આકર્ષણનું કેન્દ્ર
calendar_today May 1, 2026

Mahesana News: માં ઉમિયાના જયઘોષથી ગુંજી ઊઠી ઊંઝા નગરી, 8 કિમી લાંબી નગરયાત્રામાં 165 ઝાંખીઓ બની આકર્ષણનું કેન્દ્ર

કડા સર્વશાખા જ્ઞાતિના કુળદેવી અને જગતજનની માં ઉમિયાના ધામ ઊંઝામાં વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે પરંપરાગત નગરયાત્રા ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન આ શોભાયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ઊંઝા પંથક 'જય ઉમિયા'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.165થી વધુ આકર્ષક ઝાંખીઓનું પ્રદર્શન આ વર્ષે નગરયાત્રા વિશેષ આકર્ષક રહી હતી. અંદાજે 8 કિલોમીટર લાંબી આ યાત્રામાં 165થી વધુ વિવિધ વિષયો પર આધારિત આકર્ષક ઝાંખીઓ જોડાઈ હતી. શોભાયાત્રા ઊંઝાના રાજમાર્ગો પર ફરી હતી, જ્યાં ઠેર-ઠેર ભક્તો દ્વારા માતાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત પોશાકમાં સજ્જ ભક્તો અને વિવિધ મંડળોએ યાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. 12 કિલોની કેકનો અન્નકૂટ અને પ્રસાદ નગરયાત્રા દરમિયાન માતાજીને વિશેષ રૂપે 12 કિલોની કેક ધરાવવામાં આવી હતી. આ અનોખા પ્રસાદના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા. ત્યારબાદ આ કેકનો પ્રસાદ તમામ શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારો, રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકલાડીલી નગરચર્યા દર વર્ષે વૈશાખ સુદ પૂનમે માં ઉમિયા નગરચર્યાએ નીકળે છે. આ દિવસે માતાજીના દર્શન કરવા એ ભક્તો માટે એક લહાવો હોય છે. વહીવટી તંત્ર અને સંસ્થાન દ્વારા યાત્રાના રૂટ પર પીવાના પાણી, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો - Local Body Elections 2026: સુરત છેડતી કાંડના મહેસાણામાં પડઘા પડ્યા, બાજીપુરા ગામનો 'ચૂંટણી બહિષ્કાર'નો મક્કમ નિર્ધાર

Read Full Story arrow_forward