Chotilaના ખેરાણા ગામે રાજકોટ રેન્જ પોલીસનો દરોડો: 4 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરાણા ગામે ગેરકાયદેસર દારૂના વેચાણ પર પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જ સ્ક્વોડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ખેરાણા ગામની એક વાડીમાં પરપ્રાંતીય દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને ત્યાંથી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વાડીમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસને ગેરકાયદેસર પ્રવૃત્તિના પુરાવા મળી આવ્યા હતા.3,600 બોટલો સાથે માલવાહક વાહન જપ્ત પોલીસ દરોડા દરમિયાન વાડીમાં રાખવામાં આવેલા એક માલવાહક વાહનની તલાશી લેતા તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 3,600 બોટલો મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ.4 લાખ જેટલી થાય છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી માત્રામાં પરપ્રાંતીય દારૂ ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આરોપી ફરાર, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસની રેડ દરમિયાન અંધારાનો લાભ લઈને અથવા પોલીસના આગમનની જાણ થઈ જતા મુખ્ય આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે હાલ દારૂનો તમામ જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ નેટવર્ક પાછળ અન્ય કેટલા લોકો સામેલ છે તેની પણ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward