android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadhમાં બિસ્માર રસ્તા મુદ્દે જનતાનો રોષ: કમિશનર અને પદાધિકારીઓનો ઘેરાવો
calendar_today May 1, 2026

Junagadhમાં બિસ્માર રસ્તા મુદ્દે જનતાનો રોષ: કમિશનર અને પદાધિકારીઓનો ઘેરાવો

જૂનાગઢ શહેરમાં ખરાબ રસ્તાઓની સમસ્યા હવે લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. લાંબા સમયથી રસ્તાઓના સમારકામની માંગ કરી રહેલા સ્થાનિકોનો પારો ત્યારે સાતમા આસમાને પહોંચ્યો જ્યારે મનપા કમિશનર અને અન્ય પદાધિકારીઓ જવાહર રોડ પર ચેકિંગ કરવા પહોંચ્યા હતા. બિસ્માર રસ્તાઓથી કંટાળેલા લોકોએ અધિકારીઓને જોઈને તેમને ઘેરી લીધા હતા અને તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવી ઉધડો લીધો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે વારંવારની રજૂઆતો છતાં રસ્તાની હાલત સુધારવામાં આવતી નથી.ભાજપના કોર્પોરેટર અને કાર્યકર વચ્ચે ઉગ્ર બોલાચાલી આ હોબાળા દરમિયાન પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ભાજપના જ એક કોર્પોરેટર અને કાર્યકર વચ્ચે કોઈ બાબતે બઘડાટી બોલી ગઈ હતી. જાહેરમાં શાસક પક્ષના સભ્યો વચ્ચે થયેલી આ ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. સ્થાનિક લોકોના રોષની સાથે પક્ષના આંતરિક વિખવાદે અધિકારીઓને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા. લોકોનો આક્રોશ જોઈને એવું લાગતું હતું કે રસ્તાની દુર્દશાએ જનતાની ધીરજની કસોટી કરી છે. કમિશનરે મધ્યસ્થી કરી મામલો શાંત પાડ્યો ઘટનાસ્થળે સર્જાયેલી અફરાતફરી અને ઘર્ષણને જોતા મ્યુનિસિપલ કમિશનરે પોતે વચ્ચે પડવાની ફરજ પડી હતી. તેમણે ઉશ્કેરાયેલા લોકો અને લડતા કાર્યકરોને શાંત પાડવા પ્રયાસો કર્યા હતા. કમિશનરે લોકોની ફરિયાદો સાંભળી મામલો થાળે પાડ્યો હતો અને રસ્તા મુદ્દે યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી. જોકે, આ ઘટનાએ જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન અને રોડ મેન્ટેનન્સની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સાવરકુંડલા-મહુવા હાઈવે પર સિંહ આવી ચડતા અફરાતફરી, કાળઝાળ ગરમીમાં રઘવાયો થયેલો સિંહ ફિલ્ટર પ્લાન્ટમાં ઘૂસ્યો
calendar_today May 1, 2026

Gujarat Latest News Live : સાવરકુંડલા-મહુવા હાઈવે પર સિંહ આવી ચડતા અફરાતફરી, કાળઝાળ ગરમીમાં રઘવાયો થયેલો સિંહ ફિલ્ટર પ્લાન્ટમાં ઘૂસ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Suratના આંગણે દક્ષિણ ગુજરાતની ઝલક: વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન પેવેલિયનનું આકર્ષણ
calendar_today May 1, 2026

Suratના આંગણે દક્ષિણ ગુજરાતની ઝલક: વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન પેવેલિયનનું આકર્ષણ

સુરતની ઔરો યુનિવર્સિટી ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સાઉથ ગુજરાત’ માં ગુજરાત પ્રવાસન વિભાગનું થીમ પેવેલિયન પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે. 1 થી 5 મે, 2026 દરમિયાન યોજાયેલા આ પ્રદર્શનમાં દક્ષિણ ગુજરાતના સાંસ્કૃતિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યને અદભૂત રીતે રજૂ કરવામાં આવ્યું છે. અહીં ટ્રાઈબલ સંસ્કૃતિથી લઈને દરિયાકિનારાના પ્રવાસન સ્થળોને આધુનિક પ્રદર્શન માધ્યમો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે રાજ્યની 'એક્સપ્લોર એન્ડ એક્સપિરિયન્સ ગુજરાત'ની સંકલ્પનાને સાર્થક કરે છે.જીવંત હસ્તકલા અને પરંપરાગત સંગીતનું ફ્યુઝન આ પેવેલિયનની સૌથી મોટી વિશેષતા અહીં યોજાઈ રહેલા 'લાઇવ ડેમોન્સ્ટ્રેશન' છે. સ્થાનિક હસ્તકલા કારીગરો દ્વારા પોતાની કળાનું જીવંત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે મુલાકાતીઓને ગુજરાતની વિસરાતી જતી કળાઓની નજીક લાવે છે. આ સાથે જ 'જોડીયા પાવા' જેવા પરંપરાગત ગુજરાતી સંગીત વાદ્યોની મધુર પ્રસ્તુતિએ સમગ્ર માહોલને ઉત્સવમય બનાવી દીધો છે. માહિતી ડેસ્ક પર ઉપલબ્ધ બ્રોશર અને ગાઈડ દ્વારા પ્રવાસીઓને નવા ડેસ્ટિનેશન્સ વિશે ઊંડાણપૂર્વકની માહિતી પુરી પાડવામાં આવી રહી છે. ટ્રાઈબલ ટૂરિઝમ અને આર્થિક વિકાસ પર ભાર ગુજરાત પ્રવાસન વિભાગના OSD શ્રી હર્ષવર્ધનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ટ્રાઈબલ ટૂરિઝમ માટે અપાર સંભાવનાઓ રહેલી છે. આ પેવેલિયન માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ સ્થાનિક કારીગરો અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટેનું એક સબળ મંચ છે. પરંપરા અને આધુનિક તકોના સમન્વયથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થશે અને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક ફલક પર નવી ઓળખ મળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward