android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: ત્રંબામાં મોટી દુર્ઘટના ટળી, મુરલીધર કોલેજમાં ચાલુ ક્લાસે પંખો પડતા નર્સિંગની 3 વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત
calendar_today May 1, 2026

Rajkot News: ત્રંબામાં મોટી દુર્ઘટના ટળી, મુરલીધર કોલેજમાં ચાલુ ક્લાસે પંખો પડતા નર્સિંગની 3 વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત

રાજકોટના ત્રંબા સ્થિત કસ્તુરબા ધામમાં આવેલી મુરલીધર કોલેજમાં આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. નર્સિંગ કોલેજમાં ચાલુ લેક્ચર દરમિયાન સીલિંગ ફેન (પંખો) અચાનક તૂટી પડતા ક્લાસરૂમમાં બેઠેલી ત્રણ વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાને પગલે કોલેજ કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.પાંખો તૂટીને વિદ્યાર્થિનીઓ પર પડી ઘટનાની મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થિનીઓ જ્યારે અભ્યાસ કરી રહી હતી ત્યારે ચાલુ પંખાની પાંખો એકાએક તૂટીને નીચે પડી હતી. પંખો સીધો વિદ્યાર્થિનીઓ પર ખાબકતા ત્રણ છાત્રાઓને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સદનસીબે, હાલ તમામ વિદ્યાર્થિનીઓ ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું છે. જર્જરિત ઈમારત અને તંત્રની બેદરકારી આ ઘટનાએ કોલેજ સંચાલકોની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલેજની ઈમારત અને ફિટિંગ્સ જર્જરિત હાલતમાં હોવા છતાં તેનું સમયસર સમારકામ કરવામાં આવતું નથી. વિદ્યાર્થીઓના જીવના જોખમે ચાલતી આ બેદરકારીને લઈ વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શું સંચાલકો કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યા છે? તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે. આ પણ વાંચો - Rajkot:આકાશમાંથી વરસતી અગનજ્વાળા વચ્ચે સિવિલ હોસ્પિટલ એલર્ટ, હિટવેવ વોર્ડમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ

Read Full Story arrow_forward
Surat News: અમરોલીના કોસાડમાં વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી, લારી ચાલક દબાયો, વીજ પોલ પણ ઉખડી ગયો
calendar_today May 1, 2026

Surat News: અમરોલીના કોસાડમાં વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી, લારી ચાલક દબાયો, વીજ પોલ પણ ઉખડી ગયો

સુરતના અમરોલી વિસ્તારમાં એકાએક વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કોસાડ ગામમાં આવેલા ગાર્ડન પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, અને વીજળીના થાંભલાને પણ નુકસાન પહોંચ્યું છે.લારી ચાલક પર કાળ બનીને પડ્યું વૃક્ષ અમરોલીના કોસાડ ગામ ગાર્ડન બહાર રોજની જેમ નાસ્તાની લારીઓ ઉભી હતી, ત્યારે અચાનક વર્ષો જૂનું એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ સમયે ત્યાં નાસ્તાની લારી ચલાવતા એક વ્યક્તિ પર વૃક્ષ પડતા તે ગંભીર રીતે દબાઈ ગયા હતા. આ અચાનક બનેલી ઘટનાથી આસપાસના લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોએ બચાવ કામગીરી કરી ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. વૃક્ષ નીચે દબાયેલા લારી ચાલકને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો અને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વીજ સેવા ખોરવાઈ વૃક્ષ એટલું વિશાળ હતું કે, તે પડવાની સાથે જ બાજુમાં રહેલો GEB (વીજ કંપની) નો થાંભલો પણ ઉખડી ગયો હતો. વીજપોલ ધરાશાયી થવાને કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સંબંધિત વિભાગના કર્મચારીઓ અને તંત્ર કાફલો ઘટના સ્થળે પહોંચી વૃક્ષ હટાવવાની અને વીજ પુરવઠો કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી છે. આ પણ વાંચો - Surat News: સચિન GIDCમાં 10 વર્ષની માસૂમ બાળકીની છેડતી કરનાર નરાધમ ઝડપાયો, પોલીસે હાથ ધરી કાર્યવાહી

Read Full Story arrow_forward
Gandhinagar : રાજ્યની તિજોરી છલકાઈ, GST આવકમાં 44%નો તોતિંગ ઉછાળો, એપ્રિલમાં નોંધાઈ અત્યાર સુધીની સૌથી વધુ આવક
calendar_today May 1, 2026

Gandhinagar : રાજ્યની તિજોરી છલકાઈ, GST આવકમાં 44%નો તોતિંગ ઉછાળો, એપ્રિલમાં નોંધાઈ અત્યાર સુધીની સૌથી વધુ આવક

ગુજરાત રાજ્યએ આર્થિક ક્ષેત્રે એક નવી ઊંચાઈ સર કરી છે. GSTના અમલીકરણ બાદ એપ્રિલ 2026ના મહિનામાં રાજ્યની આવકમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, માત્ર GST પેટે જ રાજ્યને ₹૯,૯૧૬ કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના એપ્રિલ મહિનાની ₹૬,૯૦૧ કરોડની આવક સામે ૪૪%નો તોતિંગ વધારો દર્શાવે છે.રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતનો ગ્રોથ અનેકગણો વધુ જ્યાં રાષ્ટ્રીય સ્તરે GST ગ્રોથ ૮.૭% રહ્યો છે, તેની સામે ગુજરાતનો ૪૪% ગ્રોથ રાજ્યની મજબૂત આર્થિક ગતિવિધિઓ અને વેપાર ઉદ્યોગની તેજીની સાક્ષી પૂરે છે. એપ્રિલ ૨૦૨૬માં નોંધાયેલી આ આવક GSTના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી ઊંચી માસિક આવક છે. વેટ અને અન્ય વેરામાં પણ ઉછાળો માત્ર GST જ નહીં, પરંતુ વેટ (VAT), વિદ્યુત શુલ્ક અને અન્ય વેરાઓ મળીને રાજ્યની કુલ આવક ₹૧૩,૭૦૩ કરોડ પર પહોંચી છે. જેમાં વેટ હેઠળ ₹૨,૭૧૧ કરોડ અને વિદ્યુત શુલ્ક પેટે ₹૧,૦૫૫ કરોડની આવક નોંધાઈ છે. નિષ્ણાતોના મતે, વહીવટી પારદર્શિતા અને વેપારીઓ દ્વારા નિયમિત ટેક્સ ચુકવણીને કારણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે.આ પણ વાંચો----     Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી

Read Full Story arrow_forward