android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યવ્યાપી 'બાળ ભિક્ષા મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ, ભિક્ષા નહીં શિક્ષાના મંત્ર સાથે શ્રી શક્તિ સેવા કેન્દ્રની મોટી પહેલ
calendar_today May 1, 2026

ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યવ્યાપી 'બાળ ભિક્ષા મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ, ભિક્ષા નહીં શિક્ષાના મંત્ર સાથે શ્રી શક્તિ સેવા કેન્દ્રની મોટી પહેલ

ગુજરાતના 66માં સ્થાપના દિવસના અવસરે રાજ્યને એક નવી દિશા આપવા માટે અંબાજીની જાણીતી સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સંસ્થા 1 મેથી 'બાળ ભિક્ષા મુક્ત ગુજરાત' નામનું રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભિક્ષાવૃત્તિમાં ધકેલાયેલા બાળકોને રોડ પરથી ક્લાસરૂમ સુધી લઈ જઈ તેમનું પુનર્વાસ કરવાનો છે.ભિક્ષા થી શિક્ષા તરફનું કદમ અમદાવાદના વૈષ્ણો દેવી સર્કલ સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક ઉષા અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે એવા બાળકોને જોયા છે, જેઓ રસ્તા પર ભીખ માંગતા હતા, પરંતુ આજે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને પ્રોફેશનલ અને ખેલાડી બન્યા છે. અમારો ઉદ્દેશ્ય ભિક્ષા થી શિક્ષાની દિશામાં બદલાવ લાવવાનો છે. 66 અગ્રણીઓના વીડિયો મેસેજથી જાગૃતિ ગુજરાતના 66માં સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે, સમાજના વિવિધ ક્ષેત્રના 66 અગ્રણીઓ (ઉદ્યોગપતિઓ, પ્રોફેશનલ્સ અને સામાજિક અગ્રણીઓ) ના ખાસ વીડિયો મેસેજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવશે. આ મેસેજ દ્વારા જનતાને આ સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવા આહ્વાન કરાશે. સંસ્થાની અત્યાર સુધીની ઉપલબ્ધિઓ શિક્ષણ અને આશ્રય: વર્ષ 2011થી કાર્યરત આ સંસ્થાએ 200થી વધુ બાળકોને આશ્રય, પોષણ અને શિક્ષણ આપ્યું છે. બેગપાઇપર બેન્ડ: જે બાળકો પહેલા ભિક્ષાવૃત્તિમાં હતા, તેમની ગુજરાતની પ્રથમ આદિવાસી કન્યાઓની બેગપાઇપર બેન્ડ ટીમ બનાવી છે, જેણે પીએમ અને સીએમ સામે પ્રસ્તુતિ આપી છે. મહિલા સશક્તિકરણ: 350થી વધુ મહિલાઓને સિલાઈ અને અન્ય કૌશલ્યો શીખવી આત્મનિર્ભર બનાવી છે. ભવિષ્યનું આયોજન સંસ્થા હવે થરાદ અને અન્ય વિસ્તારોમાં નવા તાલીમ કેન્દ્રો સ્થાપીને વધુ બાળકો અને મહિલાઓ સુધી પહોંચવા કટીબદ્ધ છે. આ અભિયાન દ્વારા ગુજરાતના દરેક બાળકને ભિક્ષા મુક્ત કરી સન્માનજનક જીવન આપવાનું લક્ષ્ય છે. આ પણ વાંચો - Gandhinagar : રાજ્યની તિજોરી છલકાઈ, GST આવકમાં 44%નો તોતિંગ ઉછાળો, એપ્રિલમાં નોંધાઈ અત્યાર સુધીની સૌથી વધુ આવક

Read Full Story arrow_forward
Panchmahal News: શહેરાના વિજાપુરમાં પ્રેમલગ્નની અદાવતમાં હિંસક હુમલો, યુવકના કાકાનું ઘર સળગાવ્યું, 4 આરોપી જેલભેગા
calendar_today May 1, 2026

Panchmahal News: શહેરાના વિજાપુરમાં પ્રેમલગ્નની અદાવતમાં હિંસક હુમલો, યુવકના કાકાનું ઘર સળગાવ્યું, 4 આરોપી જેલભેગા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વિજાપુર ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક હિંસક ઘટના સામે આવી છે. યુવક-યુવતી ભાગી જઈને પ્રેમલગ્ન કર્યા હોવાનો ખાર રાખી રોષે ભરાયેલા શખ્સોએ યુવકના સંબંધીના ઘર પર હુમલો કરી તેને આગને હવાલે કરી દીધું હતું.લાકડીઓ સાથે ત્રાટકેલા ટોળાએ મચાવી તોડફોડ ઘટનાની મળતી માહિતી મુજબ, ગામનો એક યુવક અન્ય જ્ઞાતિની યુવતીને ભગાડી ગયો હતો, જેને પગલે યુવતી પક્ષના લોકોમાં ભારે રોષ હતો. આ અદાવતમાં 4 જેટલા શખ્સો હાથમાં લાકડીઓ જેવા હથિયારો લઈને યુવકના કાકાના ઘરે ત્રાટક્યા હતા. હુમલાખોરોએ પહેલા ઘરમાં તોડફોડ કરી હતી અને ત્યારબાદ ઘરને આગ ચાંપી દીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસને જોઈ હુમલાખોરો ભાગ્યા, 4ની ધરપકડ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો વિજાપુર ગામે દોડી આવ્યો હતો. પોલીસની ગાડી જોઈને હુમલાખોરો ત્યાંથી ભાગવા લાગ્યા હતા, પરંતુ પોલીસે પીછો કરીને હિંસક હુમલો અને આગજની કરનાર 4 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને ગોધરા સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ પણ વાંચો - Panchmahal: પાવાગઢ માંચી ખાતે આધુનિક મલ્ટીલેવલ પાર્કિંગનો પ્રારંભ, એકસાથે 500 વાહનો રહી શકશે

Read Full Story arrow_forward
Kutch : મુંદ્રા બંદરે સિંગાપોરથી આવેલું નકલી સિગારેટનું કન્ટેનર ઝડપાયું, DRIએ 19.87 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
calendar_today May 1, 2026

Kutch : મુંદ્રા બંદરે સિંગાપોરથી આવેલું નકલી સિગારેટનું કન્ટેનર ઝડપાયું, DRIએ 19.87 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગુજરાતના મુંદ્રા બંદરેથી ફરી એકવાર મોટા પાયે થતી દાણચોરીનો પર્દાફાશ થયો છે. DRI (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) એ એક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને સિંગાપોરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે ₹19.87 કરોડની કિંમતની નકલી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.બિલ ઓફ એન્ટ્રી વગર ઘુસાડવામાં આવતો હતો જથ્થો તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કન્ટેનર માટે કોઈ પણ સત્તાવાર 'બિલ ઓફ એન્ટ્રી' રજૂ કરવામાં આવી નહોતી. દસ્તાવેજોના અભાવે શંકા જતાં જ્યારે કન્ટેનરની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કુલ 82,80,000 નકલી સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. DRI એ આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને કસ્ટમ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટની શંકા સિંગાપોર જેવા દેશમાંથી આટલી મોટી માત્રામાં નકલી સિગારેટનો જથ્થો મુંદ્રા પોર્ટ પર ઉતરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ DRI એ સિગારેટના આ જથ્થાને કોણે મંગાવ્યો હતો અને તે ક્યાં મોકલવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો---    Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી

Read Full Story arrow_forward