android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: માઢીયા પાસે હાઈવે પર ટ્રકમાં ભીષણ આગ, અકસ્માત બાદ ડીઝલ ટેન્ક તૂટતા સર્જાઈ દુર્ઘટના
calendar_today May 1, 2026

Bhavnagar: માઢીયા પાસે હાઈવે પર ટ્રકમાં ભીષણ આગ, અકસ્માત બાદ ડીઝલ ટેન્ક તૂટતા સર્જાઈ દુર્ઘટના

ભાવનગર જિલ્લાના માઢીયા ગામ પાસે આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મહુવા તરફ જઈ રહેલો એક માલવાહક ટ્રક બેકાબૂ બનીને હાઈવેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક રસ્તા પર જ પલટી ખાઈ ગયો હતો.ડીઝલ ટેન્ક તૂટતા આગ ભભૂકીઅકસ્માત દરમિયાન ટ્રકની ડીઝલ ટેન્ક ફાટી ગઈ હતી અથવા તૂટી ગઈ હતી, જેના કારણે ગણતરીની સેકન્ડોમાં જ સમગ્ર ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ હતી. હાઈવે પર ઉડતા આગના ગોળા અને કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. જેને પગલે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ફાયર બ્રિગેડની કામગીરીઆગની જાણ થતા જ ભાવનગર ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરની ટીમે સમયસર કામગીરી કરતા આગ આજુબાજુના વિસ્તારોમાં કે અન્ય વાહનોમાં ફેલાતા અટકી હતી.આ પણ વાંચો: Patan: HNGUમાં MBBS ગુણ કૌભાંડનો મામલો, ડૉ. કનુ ચૌધરી 7 દિવસના રિમાન્ડ પર

Read Full Story arrow_forward
Patan: HNGUમાં MBBS ગુણ કૌભાંડનો મામલો, ડૉ. કનુ ચૌધરી 7 દિવસના રિમાન્ડ પર
calendar_today May 1, 2026

Patan: HNGUમાં MBBS ગુણ કૌભાંડનો મામલો, ડૉ. કનુ ચૌધરી 7 દિવસના રિમાન્ડ પર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં લેવાયેલી MBBSની પરીક્ષામાં ગુણ સુધારવા માટે આચરવામાં આવેલા કૌભાંડમાં પોલીસે અંતે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા જેની સતત રજૂઆતો કરવામાં આવી હતી તે કૌભાંડમાં હવે મોટા ખુલાસા થવાની આશંકા છે.પાટણ HNGUમાં MBBS ગુણ કૌભાંડનો મામલોઆ સમગ્ર કૌભાંડ વર્ષ 2019માં પ્રકાશમાં આવ્યું હતું. આરોપ હતો કે નાપાસ થયેલા અથવા ઓછા ગુણ ધરાવતા MBBSના વિદ્યાર્થીઓના ગુણ ગેરકાયદેસર રીતે સુધારવામાં આવ્યા હતા. આ મામલે સતત હોબાળો થતા કુલ ચાર ઉચ્ચસ્તરીય કમિટીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી:1. HNGU કારોબારી કમિટી2. ગૃહવિભાગના અગ્ર સચિવ પંકજકુમારની કમિટી3. કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના પૂર્વ સચિવ ખેરની કમિટી4. CID ક્રાઇમવર્ષો બાદ નોંધાઈ ફરિયાદતપાસના રિપોર્ટ આવ્યાના લાંબા સમય બાદ, ગત 17 માર્ચ 2025ના રોજ HNGUના કુલ સચિવ રોહિત દેસાઈએ પાટણ બી-ડિવિઝન પોલીસ મથકે ૬ નામજોગ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની લડાઈ અને ધરપકડઆરોપી ડૉ. કનુ ચૌધરીએ ધરપકડથી બચવા માટે પહેલા સેશન્સ કોર્ટ, ત્યારબાદ હાઈકોર્ટ અને છેક સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, ક્યાંયથી રાહત ન મળતા આખરે કોર્ટના આદેશ મુજબ ડૉ. કનુ ચૌધરી બી-ડિવિઝન પોલીસ મથકે હાજર થયા હતા. પોલીસે તેમને કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં નામદાર કોર્ટે આરોપીના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.રિમાન્ડમાં થઈ શકે છે મોટા ઘટસ્ફોટડૉ. કનુ ચૌધરીના રિમાન્ડ દરમિયાન પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે આ કૌભાંડમાં યુનિવર્સિટીના અન્ય કયા ઉચ્ચ અધિકારીઓ સામેલ છે? આ માટે કેટલા રૂપિયાની લેતી-દેતી થઈ હતી અને કેટલા વિદ્યાર્થીઓને ગેરરીતિથી પાસ કરવામાં આવ્યા હતા? આગામી દિવસોમાં પાટણ યુનિવર્સિટીના વધુ કેટલાક ચહેરાઓ બેનકાબ થઈ શકે છે.આ પણ વાંચો: Bhuj: ભુજ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણીની તૈયારી,4 મેના રોજ નિરીક્ષકો સેન્સ લઈ પ્રદેશ મોકલાશે રિપોર્ટ

Read Full Story arrow_forward
Kachchh News: બન્ની વિસ્તારમાં NTC ટીમ દ્વારા આખરી નિરીક્ષણ પૂર્ણ, મધ્યપ્રદેશના કુનો ખાતેથી ચિત્તા લવાશે
calendar_today May 1, 2026

Kachchh News: બન્ની વિસ્તારમાં NTC ટીમ દ્વારા આખરી નિરીક્ષણ પૂર્ણ, મધ્યપ્રદેશના કુનો ખાતેથી ચિત્તા લવાશે

હિંસક વન્ય પ્રાણીઓમાં સૌથી વધુ ખૂંખાર ગણાતા ચિત્તા મેળવવાની ગુજરાતના વનવિભાગની પ્રતીક્ષાનો હવે જલ્દીથી અંત આવે તેવી આશા જાગી છે.ભારત સરકારે દેશમાં ચિત્તાના પુનઃસ્થાપન માટે રચેલી નેશનલ સ્ટિયરીંગ કમિટી ફોર ચિત્તા સાથે સંકળાયેલા નિષ્ણાંતો છેલ્લા એક મહિનામાં બે વાર ગુજરાતમાં કચ્છના બન્નીના ઘાસિયા વિસ્તારમાં જ્યાં ચિત્તાના સંવર્ધનના પ્રોજેક્ટ માટે ઈન્ફાસ્ટ્રચર તૈયાર થયું છે તેની ચકાસણી માટે આવી ચૂક્યાં છે.માર્ચના અંતભાગમાં ચિત્તાના તજ્જ્ઞો બન્નીની મુલાકાતે આવ્યા પછી ગઈકાલ બુધવારે ચાર નિષ્ણાંતોની એક ટીમ ફરીવાર બન્નીની વિઝિટ કરી રવાના થઈ છે. ચાર સભ્યોની ટીમ બુધવારે આવી હતી મધ્યપ્રદેશમાં કૂનો પાલનપુર ખાતે ચિત્તા અભયારણ્ય જેમની આગેવાનીમાં ડેવલપ થયું છે તે ચિત્તા નિષ્ણાંત ઉત્તમકુમાર શર્માના વડપણ હેઠળ આ વખતે કુલ ચાર સભ્યોની ટીમ બુધવારે આવી હતી.જેમણે બન્નીનો પ્રોજેક્ટ ઝીણવટભરી રીતે ચકાસી રાજ્યના વનવિભાગને વધુ કેટલીક મહત્ત્વની બાબતો સેન્ટરમાં ઉમેરવા જણાવ્યું છે.ઓલ ટરૈન વ્હીલ યાને તમામ પ્રકારની સરફેસ ઉપર ઝડપી દોડી શકે તેવું વ્હીકલ વસાવવા ટીમે સૂચવ્યું છે.તદુપરાંત જરૂરી વેટરીનરી કેર ઈક્વિપમેન્ટ્સ તથા દવાઓ વસાવવા પણ વનવિભાગને કહેવામાં આવ્યું છે.મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ પણ ખરીદવા જણાવાયું છે.જોકે આ પ્રકારની એમ્બ્યુલન્સ-કમ-રેસ્ક્યુ વ્હીકલ ગીર ખાતે ઉપલબ્ધ છે. 9 જેટલા ચિત્તાનો ક્વોરન્ટાઈન પિરિયડ પૂરો થઈ ચૂક્યો છે આફ્રિકન દેશ બોત્સવાના ખાતેથી આશરે બે મહિના પહેલા કૂનો-પાલપુર ખાતે લવાયેલા 9 જેટલા ચિત્તાનો ક્વોરન્ટાઈન પિરિયડ પૂરો થઈ ચૂક્યો છે અને એ પછી આ ચિત્તાઓમાંથી ત્રણ ચિત્તા મધ્યપ્રદેશમાં છેલ્લા એકદોઢ વર્ષમાં નવા ડેવલપ થયેલા ગાંધી સાગર અભયારણ્યમાં વસવાટ માટે શિફ્ટ કરાયા છે.બાકી 6 ચિત્તા ક્યાં મૂકવા તે હજી નક્કી થયું નથી.ભાજપ સરકાર આ લોટમાંથી ગુજરાતને ચિત્તા ફાળવે છે કે પછી કૂનો-પાલપુર ખાતે ઉછરી રહેલા અન્ય 48 ચિત્તામાંથી આપે છે તેનો રાજ્યના વનવિભાગને કાગડોળે ઈન્તજાર છે.બન્નીના 660 હેક્ટર વિસ્તારમાં ભારત સરકારના સંપૂર્ણ ખર્ચે ચિત્તા સંવર્ધન સેન્ટર યાને એન્કલોઝર ઉભું થઈ ચૂક્યું છે.20 કરોડના આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી 18 કરોડ ખર્ચાઈ ચૂક્યાં છે. જેમાં ચિત્તાને નાનીથી મોટી જગ્યામાં રિલીઝ કરવા માટે ક્વોરન્ટાઈન બોમા, સોફ્ટ રિલીઝ બોમા અને ફાઈનલ રહેણાંક માટે આશરે 60 હેક્ટરના એક એવા 10 એસ્ક્લોઝર ફેન્સિંગ સાથે તૈયાર થઈ ચૂક્યાં છે. આ પણ વાંચોઃ Navsari: વિજલપોરમાં મોડી રાત્રે હિંસક બબાલ, બે યુવાનો પર પાઇપ અને લાકડાના ફટકાથી જીવલેણ હુમલો

Read Full Story arrow_forward