android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: પાવાગઢ માંચી ખાતે આધુનિક મલ્ટીલેવલ પાર્કિંગનો પ્રારંભ, એકસાથે 500 વાહનો રહી શકશે
calendar_today May 1, 2026

Panchmahal: પાવાગઢ માંચી ખાતે આધુનિક મલ્ટીલેવલ પાર્કિંગનો પ્રારંભ, એકસાથે 500 વાહનો રહી શકશે

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધુ એક મહત્વનું સોપાન ઉમેરાયું છે. પાવાગઢ ડુંગર પર દર્શન માટે આવતા યાત્રિકોને પડતી પાર્કિંગની મોટી સમસ્યાનો હવે સુખદ અંત આવ્યો છે. માંચી ખાતે નવનિર્મિત મલ્ટીલેવલ કાર પાર્કિંગ બિલ્ડિંગને આજે યાત્રિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.પાર્કિંગની સમસ્યાનો અંતઅગાઉ જ્યારે યાત્રિકો પોતાના ખાનગી વાહનો લઈને માંચી સુધી પહોંચતા હતા, ત્યારે પાર્કિંગ માટે પૂરતી જગ્યા ન હોવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઘણીવાર ટ્રાફિક જામ અને વાહનો ક્યાં મૂકવા તેની મથામણ રહેતી હતી. આ સમસ્યાને ધ્યાને રાખીને ગુજરાત સરકાર અને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે આ ભવ્ય મલ્ટીલેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.આધુનિક સુવિધાઓથી સજ્જઆ નવું મલ્ટીલેવલ પાર્કિંગ અત્યંત આધુનિક છે અને તેમાં એક સાથે 500 જેટલી કાર પાર્ક કરી શકાય તેવી ક્ષમતા છે. ડુંગર પર આ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવતા હવે યાત્રિકો નિશ્ચિંત થઈને માં મહાકાળીના દર્શન કરી શકશે. આજે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વરીયા ના હસ્તે આ બિલ્ડિંગનું લોકાર્પણ કરી તેને જનતા માટે સમર્પિત કરવામાં આવ્યું હતું.યાત્રિકોમાં આનંદની લહેરદર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓએ આ સુવિધાને બિરદાવી હતી. હવે લોકો છેક માંચી સુધી પોતાના વાહનો આસાનીથી લાવી શકશે અને સુરક્ષિત રીતે પાર્ક કરી શકશે. પાવાગઢના સર્વાંગી વિકાસના ભાગરૂપે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો સાબિત થશે.આ પણ વાંચો: Bhavnagar: માઢીયા પાસે હાઈવે પર ટ્રકમાં ભીષણ આગ, અકસ્માત બાદ ડીઝલ ટેન્ક તૂટતા સર્જાઈ દુર્ઘટના

Read Full Story arrow_forward
Kadi: જમીયતપુરામાં ખેડૂત પર લાકડીઓથી હુમલો, ગાયો ખેતરમાં ઘુસાડવાની ના પાડવી ભારે પડી
calendar_today May 1, 2026

Kadi: જમીયતપુરામાં ખેડૂત પર લાકડીઓથી હુમલો, ગાયો ખેતરમાં ઘુસાડવાની ના પાડવી ભારે પડી

ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા કડી પંથકમાં જમીયતપુરા ગામે અસામાજિક તત્વોએ એક ખેડૂતને નિશાન બનાવ્યો છે. પોતાના ખેતરમાં ઉભેલા પાકને પશુઓથી બચાવવા ગયેલા ખેડૂત પર ચાર શખ્સોએ ઘાતક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.ગાયો ચરાવવા બાબતે ખેડૂત પર હુમલોમળતી માહિતી મુજબ, જમીયતપુરા ગામના એક ખેડૂતના ખેતરમાં પાક ઉભો હતો. આ દરમિયાન કેટલાક શખ્સો ગાયો ચરાવવા માટે ખેતરમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ખેડૂતે પાક બગડતો હોવાથી ગાયોને બહાર કાઢવા અને અંદર ન લાવવા વિનંતી કરી હતી. આ સાંભળતા જ સામેવાળા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી શરૂ કરી હતી.બેફામ માર અને ધમકીશાબ્દિક ટપાટપી બાદ ચાર શખ્સોએ ખેડૂત પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. ખેડૂતને બેફામ માર મારવામાં આવ્યો હતો અને હુમલાખોરોએ "તને જાનથી મારી નાખીશું" તેવી ધમકી પણ આપી હતી. આટલું જ નહીં, હુમલાખોરોએ ખેડૂતના ઘરે જઈને ત્યાં હાજર મહિલા સભ્યોને પણ અપશબ્દો અને ભુંડી ગાળો આપી હતી.તપાસ અને સારવારહુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ખેડૂતને તાત્કાલિક કડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ખેડૂત દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે બાવલુ પોલીસે ૪ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો:Panchmahal: પાવાગઢ માંચી ખાતે આધુનિક મલ્ટીલેવલ પાર્કિંગનો પ્રારંભ, એકસાથે 500 વાહનો રહી શકશે

Read Full Story arrow_forward
West Bengal Elections: સ્ટ્રોંગ રૂમમાં મમતા બેનર્જી લગાવ્યા ગંભીર આરોપ, જાણો ચૂંટણી પંચે શું કહ્યુ?
calendar_today May 1, 2026

West Bengal Elections: સ્ટ્રોંગ રૂમમાં મમતા બેનર્જી લગાવ્યા ગંભીર આરોપ, જાણો ચૂંટણી પંચે શું કહ્યુ?

તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો સતત ચાલુ છે. મતદાન પૂર્ણ થયા પછી ઈવીએમ મશીનોને ‘સ્ટ્રોંગ રૂમ’માં રાખવા અંગે રાજ્યમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ખાસ કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભવાનીપુર સીટ પર પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી.TMCના નેતાઓએ આરોપ લગાવ્યો કે સ્ટ્રોંગ રૂમમાં રાખેલી ઈવીએમ મશીનો સાથે છેડછાડ થવાની શક્યતા છે. TMCના નેતાઓએ આરોપ લગાવ્યો કે સ્ટ્રોંગ રૂમમાં રાખેલી ઈવીએમ મશીનો સાથે છેડછાડ થવાની શક્યતા છે. આ આરોપો બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે જ સ્થળ પર પહોંચી ગઈ હતી. ગુરુવારે તેમણે દક્ષિણ કોલકાતાના ભવાનીપુર ખાતે આવેલા સખાવત મેમોરિયલ સ્કૂલમાં બનાવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી. તેઓ લગભગ ચાર કલાક સુધી ત્યાં હાજર રહી અને પરિસ્થિતિનો અંદાજ લીધો. મમતા બેનર્જીએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તેની માંગ કરી અને ચેતવણી આપી કે મતગણતરીમાં કોઈ પણ પ્રકારની ગડબડ સહન કરવામાં આવશે નહીં.લોકશાહીની સુરક્ષા માટે જરૂરી છે કે મતદાન પછી ઈવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે  મમતા બેનર્જીનું કહેવું છે કે લોકશાહીની સુરક્ષા માટે જરૂરી છે કે મતદાન પછી ઈવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. તેમણે પોતાના કાર્યકર્તાઓને પણ અપીલ કરી કે તેઓ સતર્ક રહે અને સ્ટ્રોંગ રૂમની બહાર નજર રાખે. TMCના કેટલાક નેતાઓએ દાવો કર્યો કે કેટલાક સ્થળોએ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી છે, જેના કારણે તેમના શંકા વધુ મજબૂત બન્યા છે.ચૂંટણી આયોગે આ તમામ આરોપોને નકારી કાઢ્યા  બીજી તરફ, ચૂંટણી આયોગે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. આયોગનું કહેવું છે કે ઈવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેને કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવી છે. દરેક સ્ટ્રોંગ રૂમ પર કેન્દ્રિય સુરક્ષા દળોની નજર છે અને CCTV કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ ત્યાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણી આયોગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મતગણતરીની પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રહેશે. તેમ છતાં, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી પણ રાજકીય તણાવ ઓછો થતો દેખાતો નથી અને બંને મુખ્ય પક્ષો વચ્ચેનો તણાવ યથાવત્ છે.આ પણ વાંચો: Weather Update: યુપી-બિહાર સહિત 11 રાજ્યમાં વરસાદ અને તોફાનની શક્યતા, IMDએ આપ્યુ એલર્ટ

Read Full Story arrow_forward