android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuchના ઝઘડિયા GIDCની મેટ્રોપોલિટન કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં ચોથા કામદારનું મોત, માનવ અધિકાર પંચ એક્શનમાં
calendar_today April 30, 2026

Bharuchના ઝઘડિયા GIDCની મેટ્રોપોલિટન કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં ચોથા કામદારનું મોત, માનવ અધિકાર પંચ એક્શનમાં

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી ભયાનક આગ અને દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા વધુ એક કામદાર હાર્દિક પરમારનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સાથે જ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા કામદારોનો કુલ આંકડો હવે 4 પર પહોંચ્યો છે. આ ઘટનામાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી હજુ પણ અન્ય કેટલાક કામદારોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.માનવ અધિકાર પંચે લીધી ગંભીર નોંધ એક પછી એક કામદારોના મોતના સમાચાર આવતા આ મામલે હવે રાષ્ટ્રીય કક્ષાએ પડઘા પડ્યા છે. માનવ અધિકાર પંચ (Human Rights Commission) દ્વારા આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે. કંપનીમાં સુરક્ષાના સાધનોનો અભાવ હતો કે કેમ, અને કામદારોની સલામતી સાથે કોઈ ચેડાં કરવામાં આવ્યા હતા કે નહીં, તે દિશામાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પંચ દ્વારા સંબંધિત વિભાગો પાસેથી આ દુર્ઘટનાનો વિગતવાર રિપોર્ટ માંગવામાં આવી શકે છે. પરિવારમાં શોક અને સાથી કામદારોમાં રોષ મૃતક હાર્દિક પરમારના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. ઝઘડિયા પંથકના ઔદ્યોગિક એકમોમાં કામદારોની સલામતીને લઈને અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે, ત્યારે આ મોટી દુર્ઘટનાએ ફેક્ટરી ઇન્સ્પેક્શન વિભાગની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. સાથી કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે બેદરકાર કંપની સંચાલકો સામે કડક પગલાં લેવામાં આવે અને મૃતકોના પરિવારોને યોગ્ય વળતર મળે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkotના માલવિયા વિસ્તારમાં લુખ્ખાઓ બેફામ. નજીવી બાબતે વૃદ્ધને ધોકા-પાઈપથી ઢોર માર માર્યો
calendar_today April 30, 2026

Rajkotના માલવિયા વિસ્તારમાં લુખ્ખાઓ બેફામ. નજીવી બાબતે વૃદ્ધને ધોકા-પાઈપથી ઢોર માર માર્યો

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. શહેરના માલવિયા વિસ્તારમાં લુખ્ખા તત્વોએ મર્યાદા ઓળંગી એક વૃદ્ધ પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લુખ્ખા તત્વોએ કોઈ પણ ડર વગર વૃદ્ધને ધોકા અને લોખંડના પાઈપ વડે ઢોર માર મારતા ચકચાર મચી ગઈ છે. લાચાર વૃદ્ધ પર તૂટી પડ્યા આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ હવે સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ બનેલા અસામાજિક તત્વો એક લાચાર વૃદ્ધ પર તૂટી પડ્યા હતા. વીડિયોમાં લુખ્ખાઓના હાથમાં હથિયારો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. આ મામલામાં વૃદ્ધને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. હુમલાખોરોની શોધખોળ CCTV ફૂટેજ વાયરલ થતા જ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી છે. માલવિયા નગર પોલીસે ગુનો નોંધીને વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ફરાર થઈ ગયેલા લુખ્ખાઓની શોધખોળ તેજ કરી છે. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આ ગુંડા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ પણ વાંચો---     AMCની રિવ્યુ બેઠકમાં કમિશનરનું રૌદ્ર સ્વરુપ, DyMC ભરત પરમાર અને અમૃતેશનો જાહેરમાં લીધો ઉધડો

Read Full Story arrow_forward
Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!
calendar_today April 30, 2026

Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલ કુતુબનગરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને ગમે તેવા મજબૂત કાળજાના માનવી પણ કંપી ઉઠે. વર્ષ 1992માં ગૂમ થયેલી ફરઝાના નામની મહિલાની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આશરે 34 વર્ષ બાદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓએ મહિલાની હત્યા કરી લાશને ઘરના જ ખાળકૂવામાં 20 ફૂટ ઊંડે દાટી દીધી હતી.શું હતી સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, મૂળ ધોળકાની ફરઝાના નામની મહિલાના પ્રથમ લગ્ન સુરત થયા હતા, પરંતુ એક વર્ષમાં છૂટાછેડા થતા તે શમશુદ્દીન નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ફરઝાના સેક્સ વર્કર તરીકે કામ કરતી હતી. વર્ષ 1992માં સાલિયા બીબી નામની મહિલાના ઘરે 4 લોકોએ ભેગા મળીને ફરઝાનાની ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ લાશને અગાઉથી જ તૈયાર રખાયેલા 20 ફૂટ ઊંડા ખાળકૂવામાં દાટી દઈ ઉપર પાકું બાંધકામ કરી દેવાયું હતું. ભૂતિયા મકાનનું રહસ્ય અને ક્રાઈમ બ્રાન્ચની એન્ટ્રી છેલ્લા કેટલાય વર્ષોથી સાલિયા બીબીનું આ મકાન ખાલી પડ્યું હતું. સ્થાનિકોમાં ચર્ચા હતી કે આ મકાનમાં કોઈ 'આત્મા'નો વસવાટ છે, જેના ડરથી કોઈ ત્યાં રહેવા આવતું નહોતું. જોકે, ક્રાઈમ બ્રાન્ચને મળેલી એક સચોટ બાતમીએ આ મિસ્ટ્રી પરથી પડદો ઉઠાવ્યો હતો. ગઈકાલે પોલીસે જેસીબીની મદદથી 20 ફૂટ ઊંડો ખાડો ખોદતા તેમાંથી માનવ કંકાલ અને અવશેષો મળી આવ્યા છે. DNA ટેસ્ટથી થશે ઓળખ ફરઝાનાના પરિવારને ત્રણ દાયકા સુધી તેની કોઈ ભાળ મળી નહોતી. હવે પોલીસે ફરઝાનાના ભાઈ સાથે DNA સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. એફ.એસ.એલ રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 34 વર્ષ જૂના આ 'કોલ્ડ કેસ'ના ખુલાસાએ સમગ્ર ગુજરાત પોલીસ બેડામાં ચર્ચા જગાવી છે. આ  પણ વાંચો----   AMCની રિવ્યુ બેઠકમાં કમિશનરનું રૌદ્ર સ્વરુપ, DyMC ભરત પરમાર અને અમૃતેશનો જાહેરમાં લીધો ઉધડો

Read Full Story arrow_forward