android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: રઘુવંશી આગેવાનનો ભયાનક અકસ્માત, રિક્ષાચાલક બાઈકને ટક્કર મારી ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ
calendar_today April 30, 2026

Rajkot News: રઘુવંશી આગેવાનનો ભયાનક અકસ્માત, રિક્ષાચાલક બાઈકને ટક્કર મારી ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટના જાણીતા રઘુવંશી અગ્રણી અને યુવા નેતા સાથે અકસ્માતની એક ચકચારી ઘટના સામે આવી છે. રઘુવંશી આગેવાન કેડી રઘુવંશી જ્યારે મોટરસાઈકલ પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક બેફામ રિક્ષાએ તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.રિક્ષાની ટક્કરે બાઈક હવામાં ફંગોળાયું ઘટનાની મળતી માહિતી અનુસાર, કે.ડી. રઘુવંશી પોતાનું મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક રિક્ષાચાલકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, તેઓ રોડ પર પછડાયા હતા અને તેમને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત આગેવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકીય રીતે પણ સક્રિય છે કે.ડી. રઘુવંશી ઉલ્લેખનીય છે કે, કે.ડી. રઘુવંશી રાજકોટના લોહાણા સમાજમાં મોટું નામ ધરાવે છે. તાજેતરમાં જ ચૂંટણીના માહોલ વચ્ચે તેમણે લોહાણા સમાજનું મોટું સંમેલન યોજીને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. લોહાણા સમાજના વિવિધ પ્રશ્નો અને ઉત્થાન માટે તેઓ સતત કાર્યશીલ રહેતા હોય છે. CCTVમાં કેદ થયા અકસ્માતના દ્રશ્યો અકસ્માતની આ ઘટનાના લાઈવ દ્રશ્યો CCTVમાં કેદ થયા છે, જેમાં રિક્ષાચાલકની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. હાલ રઘુવંશી સમાજના કાર્યકરો અને સમર્થકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ પણ વાંચો - Rajkotના માલવિયા વિસ્તારમાં લુખ્ખાઓ બેફામ. નજીવી બાબતે વૃદ્ધને ધોકા-પાઈપથી ઢોર માર માર્યો

Read Full Story arrow_forward
Botadના સરવા ગામે દુકાન ભાડાનો વિવાદ વકર્યો: મહિલાઓ વચ્ચે ફિલ્મી ઢબે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
calendar_today April 30, 2026

Botadના સરવા ગામે દુકાન ભાડાનો વિવાદ વકર્યો: મહિલાઓ વચ્ચે ફિલ્મી ઢબે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ

બોટાદ તાલુકાના સરવા ગામે દુકાન ભાડે આપવા જેવી સામાન્ય બાબતે બે પક્ષની મહિલાઓ વચ્ચે ઉગ્ર મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. દુકાન ભાડે આપ્યા બાદ ભાડુઆત દ્વારા લાંબા સમય સુધી ભાડું ન ચૂકવવામાં આવતા મામલો બિચક્યો હતો. વાતચીતમાંથી શરૂ થયેલી તકરાર જોતજોતામાં હિંસક બની ગઈ હતી અને મહિલાઓ વચ્ચે રસ્તા પર જ છૂટાહાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.પોલીસ ફરિયાદ બાદ આરોપીઓએ ઘરે જઈ કર્યો હુમલો આ મામલે અગાઉ પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, ભોગ બનનાર પક્ષનો આક્ષેપ છે કે ફરિયાદ નોંધાયા બાદ પણ આરોપીઓના મનમાં કોઈ ડર રહ્યો નહોતો. પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ તેઓ છૂટ્યા બાદ ફરીથી ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને ફરી એકવાર હિંસક હુમલો કર્યો હતો. આ સતત થઈ રહેલા હુમલાને કારણે ફરિયાદી પરિવારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાળીયાદ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાના બહેને પાળીયાદ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે પોલીસ દ્વારા આ મામલે કોઈ યોગ્ય કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આરોપીઓ વારંવાર હુમલો કરી રહ્યા હોવા છતાં પોલીસ નિષ્ક્રિય હોવાનો ઈજાગ્રસ્ત પક્ષનો આરોપ છે. પીડિત પરિવારે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયની માંગ કરી છે અને જણાવ્યું છે કે જો તાત્કાલિક કડક પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : કમાણી પડાવી લીધી ને મળ્યો ફક્ત ત્રાસ, પત્નીના પાપે પતિનું મોત, પોલીસે ફરાર થયેલી ભગવતીની ધરપકડ કરી
calendar_today April 30, 2026

Ahmedabad : કમાણી પડાવી લીધી ને મળ્યો ફક્ત ત્રાસ, પત્નીના પાપે પતિનું મોત, પોલીસે ફરાર થયેલી ભગવતીની ધરપકડ કરી

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં પત્નીના માનસિક ત્રાસ અને અનૈતિક સંબંધોથી કંટાળીને એક પતિએ જીવન ટૂંકાવ્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. આત્મહત્યા માટે મજબૂર કરનાર આરોપી પત્ની ભગવતી દેસાઈની રાણીપ પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, પતિ દશરથભાઈના આપઘાત બાદ ભગવતી ફરાર થઈ ગઈ હતી, જેને પોલીસે જહેમત બાદ ઝડપી પાડી છે.અંતિમ વિડીયોમાં ખોલ્યું પત્નીનું કાળું કરતૂત મૃતક દશરથભાઈએ મોતને ભેટતા પહેલા એક ચોંકાવનારો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં તેમણે પોતાની પત્ની ભગવતીના ત્રાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભગવતી તેમને વારંવાર પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી દબાવતી હતી. આ ઉપરાંત, વિડીયોમાં તેમણે ભગવતી, લસી, મહેશ, ભીખાભાઈ અને સુરેખા જેવા લોકોના નામ આપીને તેમને પોતાના મોત માટે જવાબદાર ગણાવ્યા હતા. પરિવારનો ગંભીર આક્ષેપ મૃતકના ભાઈ દેવશીભાઈ દેસાઈએ પોલીસ સમક્ષ ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, દશરથભાઈએ અત્યાર સુધી જે કંઈ પણ કમાણી કરી હતી તે તમામ પત્ની ભગવતીએ પડાવી લીધી હતી. એટલું જ નહીં, ભગવતીના અન્ય પુરુષો સાથે આડા સંબંધો હોવાથી દશરથભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.  ભગવતીની ધરપકડ પરિવારજનોની માંગ છે કે માત્ર ભગવતી જ નહીં, પરંતુ વિડીયોમાં જે અન્ય લોકોના નામ લેવામાં આવ્યા છે તેમની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. હાલમાં રાણીપ પોલીસે ભગવતીની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ અને કેસની વધુ તપાસ તેજ કરી છે.આ પણ વાંચો----    Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!

Read Full Story arrow_forward