android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: આત્મનિર્ભરતા તરફ આગેકૂચ, ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ
calendar_today April 30, 2026

Surat News: આત્મનિર્ભરતા તરફ આગેકૂચ, ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ

ગુજરાતના ઔદ્યોગિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા આગામી 1 અને 2 મે 2026ના રોજ સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાતનું આયોજન થવા જઈ રહ્યું છે.આ સંમેલનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રાજ્યની પ્રગતિ અને રોકાણની તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.વડાપ્રધાન મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ અત્યારે ભારતમાં પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ અને મુંબઇ વચ્ચે સાકાર થવા જઇ રહ્યો છે. હાઇ સ્પીડ ટ્રેન પણ મેઇડ ઇન ઇન્ડિયા હશે આપણા દેશને સક્ષમ બનાવીને આત્મનિર્ભર બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે હવે એવા પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. જેનાથી ભવિષ્યમાં હાઇ સ્પીડ ટ્રેન પણ મેઇડ ઇન ઇન્ડિયા હશે.આ દિશામાં આગળ વધતા અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભારતની રક્ષા મંત્રાલય હસ્તકની કંપની BEML લિમિટેડને ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી માટે સિંગલ ટેન્ડર જારી કરવામાં આવ્યું છે.28 ફેબ્રુઆરી 2026ના NHSRCL દ્વારા આ સિંગલ ટેન્ડર મેસર્સ BEML લિમિટેડને જારી કરવામાં આવ્યું છે જે ભારત સરકારના રક્ષા મંત્રાલય અંતર્ગત અનુસૂચિ ‘એ’માં સૂચિબદ્ધ કંપની છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે 508 કિમી હાઇ સ્પીડ રેલ કોરિડોર અમદાવાદ અને મુંબઇ વચ્ચે સાકાર થઇ રહ્યો છે. તેના માટે 508 કિલોમીટરનો રેલ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી ગુજરાત અને દાદરા-નગર હવેલીમાં 352 કિલોમીટર અને મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરનો રૂટ રહેશે. આ ટ્રેનના રૂટમાં 12 સ્ટેશન રહેશે, જેમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણે અને મુંબઈનો સમાવેશ થાય છે. દેશમાં 7 નવા હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2026-27માં રેલવે કનેક્ટિવિટીને નવો આકાર આપવા માટે 7 હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં મુંબઈથી પુણે, પૂણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદ થી ચેન્નઈ, ચેન્નઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલિગુડી કોરિડોર સામેલ છે. આ કોરિડોર નિર્માણથી ઉત્તર અને પૂર્વ ભારત તેમજ દક્ષિણ ભારત અને પશ્વિમ ભારતના વિસ્તારોમાં કનેક્ટિવિટીનો વ્યાપ વધશે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર આ નિર્ણય પર્યાવરણને અનુકૂળ ટકાઉ પેસેન્જર પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે જેનાથી શહેરો વચ્ચે જોડાણ વધશે અને તેમના વિકાસને ગતિ મળશે.આ પણ વાંચોઃ Gujarat School Summer Vacation 2026: આ તારીખે શરૂ થશે શાળાનું ઉનાળુ વેકેશન, જાણો કેટલા દિવસની મળશે રજા?

Read Full Story arrow_forward
Rajkot News: ગરમીનો પારો વધતા RMCએ જાહેર કરી એડવાઈઝરી, જાણો બચવાના ઉપાયો
calendar_today April 30, 2026

Rajkot News: ગરમીનો પારો વધતા RMCએ જાહેર કરી એડવાઈઝરી, જાણો બચવાના ઉપાયો

રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા શહેરના નાગરિકો માટે ખાસ 'હીટવેવ એડવાઈઝરી' જાહેર કરવામાં આવી છે. વધતી જતી ગરમી અને લૂથી બચવા માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.બપોરે બહાર નીકળવાનું ટાળો RMCની ગાઈડલાઈન મુજબ, બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે, તેથી આ સમયગાળામાં બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ વધુ કાળજી લેવી જરૂરી છે. આ ઉપરાંત, બાંધકામ કે અન્ય ક્ષેત્રે જોડાયેલા શ્રમિકો પાસે બપોરના સમયે કામ ન કરાવવા પણ અપીલ કરવામાં આવી છે. ખાનપાન અને પહેરવેશ પર આપો ધ્યાન શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી (પાણી) પીવું. ગરમીમાં રાહત મેળવવા માટે તરબૂચ, ટેટી, લીંબુ શરબત અને ગોળના શરબતનું સેવન કરવું. શરીરને ઠંડક મળે તે માટે હળવા અને આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે. લૂ લાગવાના લક્ષણોને નજરઅંદાજ ન કરો રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીના જણાવ્યા અનુસાર, જો તમને અથવા તમારી આસપાસ કોઈને નીચે મુજબના લક્ષણો જણાય, તો તે હીટવેવની અસર હોઈ શકે છે:ચક્કર આવવા અથવા આંખે અંધારા આવવા. ઉલ્ટી કે ઉબકા જેવું થવું. માથામાં અસહ્ય દુખાવો થવો. શરીરમાં સખ્ત દુખાવો અને છાતીમાં દબાણ અનુભવવું. તંત્ર દ્વારા જણાવાયું છે કે, જો આવા કોઈ પણ લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો. આ પણ વાંચો - Gujarat Weather News: આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી, રાજકોટમાં 26 KMની ઝડપે લૂ ફૂંકાઈ

Read Full Story arrow_forward
બંગાળમાં ચૂંટણી પૂર્ણ ,જાણો પરિણામ સુધી ક્યાં રખાય છે EVM?
calendar_today April 30, 2026

બંગાળમાં ચૂંટણી પૂર્ણ ,જાણો પરિણામ સુધી ક્યાં રખાય છે EVM?

પશ્ચિમ બંગાળમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયું. આ બંને તબક્કામાં 92 ટકાથી વધારે મતદાન થયું છે. હવે પશ્ચિમ બંગાળની સરકાર કોણ તેનો નિર્ણય 4મેના રોજ થશે. કારણ કે તે દિવસે મત ગણતરી છે. ત્યારે 30 થી 3 મે સુધી ઇવીએમ ક્યાં મૂકવામાં આવશે અને તેની સુરક્ષા કેવી રીતે થાય છે. શું હોય છે નિયમો તે વિશે જાણીએ, 

Read Full Story arrow_forward