android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : વડોદરાની SSG હોસ્પિટલમાં મારામારી કેસમાં પોલીસે 6 ઇસમોની કરી ધરપકડ, NRIને પણ ઝડપી લેવાયો
calendar_today April 30, 2026

Gujarat Latest News Live : વડોદરાની SSG હોસ્પિટલમાં મારામારી કેસમાં પોલીસે 6 ઇસમોની કરી ધરપકડ, NRIને પણ ઝડપી લેવાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Mehsana: દોરડા બાંધીને આરોપીઓનું સરઘસ કઢાયું, મુખ્ય આરોપી ભરત ચૌધરીએ લોકો સામે જોડ્યા હાથ
calendar_today April 30, 2026

Mehsana: દોરડા બાંધીને આરોપીઓનું સરઘસ કઢાયું, મુખ્ય આરોપી ભરત ચૌધરીએ લોકો સામે જોડ્યા હાથ

મહેસાણા નગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારના ભાણેજ મિતેન ચૌધરીની થયેલી ઘાતકી હત્યાના કેસમાં આજે પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસની પ્રક્રિયા હાથ ધરી હતી.તાવડિયા ચોકડી પર રિકન્સ્ટ્રક્શનમહેસાણા પોલીસે આજે આ કેસના મુખ્ય આરોપી અને કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત તમામ 6 આરોપીઓને સાથે રાખીને તાવડિયા ચોકડી ખાતે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો, કોણે કયું હથિયાર વાપર્યું અને મિતેન ચૌધરીને કઈ રીતે મોતને ઘાટ ઉતાર્યો તે તમામ બાબતોનું પોલીસે સ્થળ પર પંચોની હાજરીમાં નિરીક્ષણ કર્યું હતું.પોલીસનો લોખંડી બંદોબસ્તઆ સંવેદનશીલ કેસમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે LCB, SOG અને એ-ડિવિઝન પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓને દોરડા બાંધીને ઘટનાસ્થળે ફેરવ્યા હતા, જે જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.આરોપીએ જોડ્યા હાથક્રાઇમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન એક દ્રશ્ય ચર્ચાસ્પદ બન્યું હતું, જેમાં મુખ્ય આરોપી ભરત ચૌધરીએ પોલીસ અને લોકોની હાજરીમાં હાથ જોડીને પસ્તાવો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. જોકે, ચૂંટણી સમયે થયેલી આ હત્યાએ મહેસાણાના રાજકારણમાં ભારે ઉત્તેજના જગાવી છે.આ પણ વાંચો: Junagadh: પીઠ પાછળ ખંજર ભોંક્યું છે, દિનેશ ખટારીયાએ જવાહર ચાવડા સામે ખોલ્યો મોરચો

Read Full Story arrow_forward
Ahmedabad News: વટવાના ફરઝાના હત્યા કેસમાં 34 વર્ષ બાદ મળેલા માનવ અવશેષોનો DNA ટેસ્ટ થશે
calendar_today April 30, 2026

Ahmedabad News: વટવાના ફરઝાના હત્યા કેસમાં 34 વર્ષ બાદ મળેલા માનવ અવશેષોનો DNA ટેસ્ટ થશે

અમદાવાદના વટવામાં કુતુબનગરમાંથી દ્રશ્યમ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે.વર્ષ 1992માં પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરીને પરિવારજનો સાથે મળીને ઘરમાં ખાળકૂવામાં તેનો મૃતદેહ દાટી દીધો હોવાની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી.બે મહિના સુધી સતત ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટપૂર્વક વિગતો મેળવીને જેસીબીથી મકાન તોડીને ત્યાં કૂવામાંથી માટી કાઢીને તપાસ કરતા મહિલાની લાશના અવશેષો મળી આવતા FSLમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે.બીજી તરફ, લાશ દાટી દેવામાં મદદ કરનાર અંગે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. ખાળકૂવો ખોદીને મૃતદેહ ત્યાં દાટી દીધો અમદાવાદના વટવામાં કુતુબનગરમાં વર્ષ 1992માં શમશુદ્દીન પરિવારજનો સાથે રહેતો હતો.આ શમશુદ્દીને બે લગ્ન કર્યા હતા અને અન્ય ફરઝાના નામની પરિણીત મહિલા સાથે તેને પ્રેમસંબંધ હતો.જોકે વર્ષ 1992ના માર્ચ મહિનામાં શમશુદ્દિનના ઘરે ફરઝાના આવી ત્યારે પ્રેમી પ્રેમિકા વચ્ચે બોલાચાલી થઈ હતી.જે બાદ શમશુદ્દીને ફરઝાનાની હત્યા કરીને પરિવારજનો સાથે ઘરમાં જ ખાળકૂવો ખોદીને મૃતદેહ ત્યાં દાટી દીધો હતો. ત્યારબાદ કૂવામાં માટીનું પૂરાણ કરીને ઉપર પ્લાસ્ટર કરી દીધું હતું. વર્ષ 2015માં શમશુદ્દીનનું અવસાન થયા બાદ પરિવારજનોને સપનામાં ફરઝાના ઘરમાં હોવાનો ભ્રમ થતો હોવાથી તેઓ તાંત્રિક વિધિઓ કરાવતા હતા.પરંતુ પરિવારજનો મકાનને તાળું મારી બીજે રહેવા જતા રહ્યા હતા. હજી સુધી શોકમગ્ન પરિવારે ફરિયાદ નથી નોંધાવી આ જ ઘરમાં જે બે વ્યક્તિઓએ રહેવા માટે મકાન ભાડે લીધું હતું તેઓ પણ કોઈને કોઈ કારણસર બીમાર તેમજ હેરાન-પરેશાન રહેતા હતા.જેથી તેઓ પણ મકાન ખાલી કરીને જતા રહ્યા હતા.આ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા તેઓએ ત્યાં જઈને મકાન તોડી પાડીને ખોદકામ માટી કાઢવામાં આવતા મહિલાની કયું હતું. જેમાં કૂવો મળી આવતા તેમાંથી લાશના અવશેષો મળી આવ્યા હતા. જે પોલીસે FSLમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે.આ અંગે ક્રાઈમ બ્રાન્ચે હાલમાં જાણવાજોગ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસને તપાસમાં વર્ષો બાદ મળેલાં માનવ અવશેષોનું DNA થશે.ફરઝાના ઉર્ફે શબનમના ભાઈ સાથે DNA મેચ કરાશે. આ કેસમાં રહસ્યમય 3 આરોપીઓ પૈકી ત્રણના મોત થયા છે. હજી સુધી શોકમગ્ન પરિવારે ફરિયાદ નથી નોંધાવી. આ પણ વાંચોઃ  Mehsana News: બહુચરાજી તાલુકા પંચાયતમાં બહુમતી ભાજપની છતાં સત્તા કોંગ્રેસના હાથમાં

Read Full Story arrow_forward