android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari : ધારાસભ્ય અનંત પટેલ સહિત 22 આગેવાનો સામે લૂંટ અને હત્યાના પ્રયાસનો મામલો, 25 મેના રોજ કોર્ટ સંભળાવશે ચૂકાદો
calendar_today April 30, 2026

Navsari : ધારાસભ્ય અનંત પટેલ સહિત 22 આગેવાનો સામે લૂંટ અને હત્યાના પ્રયાસનો મામલો, 25 મેના રોજ કોર્ટ સંભળાવશે ચૂકાદો

દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવનાર નવસારીના ખેરગામમાં નોંધાયેલા ગંભીર ગુનાના મામલે આજે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત 22 જેટલા આગેવાનો સામે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં ડિસચાર્જ અરજી પર આજે અદાલતમાં ધારદાર દલીલો થઈ હતી.લૂંટ અને હત્યાના પ્રયાસનો ગંભીર આક્ષેપ વર્ષ 2022માં ખેરગામ ખાતે બનેલી એક ઘટનાના સંદર્ભમાં અનંત પટેલ અને અન્ય કોંગી કાર્યકરો વિરુદ્ધ લૂંટ અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાંથી મુક્તિ મેળવવા માટે આરોપીઓ દ્વારા કોર્ટમાં ડિસચાર્જ અરજી કરવામાં આવી હતી, જેના પર આજે બન્ને પક્ષો વચ્ચે જોરદાર કાનૂની જંગ જામ્યો હતો. બન્ને પક્ષોમાં જોરદાર કાનૂની જંગ જામ્યો અદાલતમાં સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) નયન સુખડવાલાએ રજૂઆતો કરી હતી, જ્યારે આરોપીઓ તરફે જાણીતા એડવોકેટ પરેશ વાતવેચાએ બચાવ પક્ષની દલીલો રજૂ કરી હતી. 25 મે ના રોજ અદાલત ચુકાદો આપશે બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ, અદાલતે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આગામી 25 મેના રોજ કોર્ટ આ ડિસચાર્જ અરજી પર પોતાનો અંતિમ ચુકાદો આપશે. આ કેસના પરિણામ પર સમગ્ર ગુજરાતના રાજકીય આલમની નજર ટકેલી છે, આ પણ વાંચો----     AMCની રિવ્યુ બેઠકમાં કમિશનરનું રૌદ્ર સ્વરુપ, DyMC ભરત પરમાર અને અમૃતેશનો જાહેરમાં લીધો ઉધડો

Read Full Story arrow_forward
Gujarat News: નવસારી અને વાપી સહિત પાલનપુરમાં ST બસના નવા 17 રૂટને મંજૂરી
calendar_today April 30, 2026

Gujarat News: નવસારી અને વાપી સહિત પાલનપુરમાં ST બસના નવા 17 રૂટને મંજૂરી

રાજ્યના નગર અને મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારી અને આધુનિક પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.આ દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના હેઠળ વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં બસ સેવા શરૂ કરવા માટે નવા રૂટની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવા 17 રૂટને લીલી ઝંડી આપવામાં આવતા હવે રાજ્યના ત્રણ મહત્વના શહેરોમાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. સરળ અને સસ્તી પરિવહન સેવા ઉપલબ્ધ થશે આ મંજૂરી અન્વયે નવસારી મહાનગરપાલિકા વિસ્તાર માટે નવા 07 રૂટ મંજૂર કરવામાં આવ્યા છે.નવસારીમાં આ રૂટ શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને શહેરના એક છેડેથી બીજા છેડે જવા માટે સરળ અને સસ્તી પરિવહન સેવા ઉપલબ્ધ થશે.તેવી જ રીતે વાપી મહાનગરપાલિકા વિસ્તાર માટે નવા 04 રૂટની મંજૂરી આપવામાં આવી છે. વાપી જેવા ઔદ્યોગિક હબમાં નવા બસ રૂટ શરૂ થવાથી શ્રમિકો અને નોકરિયાત વર્ગને અવરજવર માટે મોટી રાહત મળશે અને ખાનગી વાહનોની નિર્ભરતામાં ઘટાડો આવશે.પાલનપુર નગરપાલિકા વિસ્તારના વિકાસને ધ્યાને રાખીને ત્યાં પણ નવા 06 રૂટ મંજૂર કરવામાં આવ્યા છે. શહેરોના સર્વાંગી વિકાસમાં પૂરક સાબિત થશે બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરમાં બસ સેવાનો વ્યાપ વધતા આસપાસના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને તેનો સીધો લાભ મળશે. સરકારના આ આયોજનબદ્ધ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થશે.આ નવા 17 રૂટ શરૂ થવાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની રોજિંદી મુસાફરીને સુવિધાયુક્ત અને સમયબદ્ધ બનાવવાનો છે.અંતરિયાળ વિસ્તારો સુધી બસ કનેક્ટિવિટી પહોંચવાથી સામાન્ય નાગરીકોના સમય અને નાણાં બંનેની બચત થશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.રાજ્ય સરકારની આ યોજના હેઠળ આધુનિક બસો દ્વારા નાગરિકોને સલામત સવારીનો અનુભવ કરાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે, જે અંતે શહેરોના સર્વાંગી વિકાસમાં પૂરક સાબિત થશે. આ પણ વાંચોઃ Dwarka: ઓખામાં 'મેગા ડિમોલિશન', હાઈવે પરના ગેરકાયદેસર અને ધાર્મિક દબાણો પર ફરી વળ્યું બુલડોઝર

Read Full Story arrow_forward
Ahmedabad News: હવે પાણીપુરીની ગુણવત્તા સુધરશે, AMC લાવશે QR કોડ સિસ્ટમ, જાણો કેવી રીતે કરશે કામ?
calendar_today April 30, 2026

Ahmedabad News: હવે પાણીપુરીની ગુણવત્તા સુધરશે, AMC લાવશે QR કોડ સિસ્ટમ, જાણો કેવી રીતે કરશે કામ?

ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ ફૂડ, ખાસ કરીને પાણીપુરીની ગુણવત્તા અને હાઈજીન જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હવે અમદાવાદ શહેરની પાણીપુરીની લારીઓ પર QR કોડ લગાવવામાં આવશે, જેના દ્વારા ગ્રાહકો સીધો જ પોતાનો પ્રતિભાવ આપી શકશે.ગ્રાહકોના ફીડબેક પર થશે એક્શન AMCના આરોગ્ય અધિકારી તેજસ શાહે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા હાઈજીન મેન્ટેન કરવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ખાણીપીણીની લારીઓ પર QR કોડ લગાવવાની સિસ્ટમ અમલી બનશે. આ સિસ્ટમની શરૂઆત સૌથી પહેલા પાણીપુરીની લારીઓથી કરવામાં આવશે. ગ્રાહકો આ QR કોડ સ્કેન કરીને લારી પરની સ્વચ્છતા અને ખાવાની ગુણવત્તા વિશે રેટિંગ કે ફીડબેક આપી શકશે. જે લારીઓ વિશે નકારાત્મક ફીડબેક મળશે, તેની સામે તંત્ર કડક કાર્યવાહી કરશે. અગાઉ 1600થી વધુ સેમ્પલ લેવાયા તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, અગાઉ અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી પાણીપુરીના 1600 થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક નમૂના સબ-સ્ટાન્ડર્ડ એટલે કે અખાદ્ય માલુમ પડ્યા હતા, જેને પગલે અનેક લારીઓ હટાવવામાં આવી હતી. હવે નવી ટેકનોલોજીની મદદથી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. વેપારીઓને સ્વચ્છતા જાળવવા અપીલ આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, જે લોકો સ્ટ્રીટ ફૂડના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે જાતે જ સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડશે. જો હાઈજીન બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ જણાશે અથવા QR કોડ દ્વારા મળેલી ફરિયાદો સાચી ઠરશે, તો કાયદેસરના પગલાં ભરીને લારીઓ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો - Ahmedabad News: વટવાના 35 વર્ષ જૂના હત્યા કેસનો મુખ્ય આરોપી શમશુદ્દિન જીવિત હોવાનું ખુલ્યું

Read Full Story arrow_forward