Gujarat Weather Update: સુરેન્દ્રનગરમાં 43 અને અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આજે 43થી 44 ડિગ્રી ગરમીની આગાહી કરી છે. ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે ડીસા, કંડલા અને વડોદરામાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભુજમાં 40 અને ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ગરમીમાં રાહત મળવાના સંકેતો આપ્યા છે. ત્રણ દિવસ 40થી 43 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. આવતીકાલથી તાપમાન ઘટી શકે છે. દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ઉકળાટની અસર વર્તાશે. મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેશે. ભેજવાળા પવનો ફૂંકાતા ગરમીથી રાહત મળશે. તાપમાનમાં એકથી બે ડિગ્રી જેટલો સામાન્ય ઘટાડો થશે. ત્રણ દિવસ 40થી 43 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે. સુરેન્દ્રનગરમાં તાપમાન 43 ડિગ્રી વટાવી ગયું સુરેન્દ્રનગરમાં તાપમાન 43 ડિગ્રી વટાવી ગયું છે. જ્યારે અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે. રાજકોટમાં 42, વડોદરામાં 42, ગાંધીનગરમાં 42 અને કચ્છમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીથી બચવા માટે લોકોએ ઠંડા પીણાનો સહારો લીધો છે. રાજકોટ મનપા દ્વારા શહેરમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે.શહેરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. આગામી ચાર દિવસ આકરી ગરમીની શક્યતાઓ છે.બપોરે કામ વિના બહાર નહીં નિકળવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: ભગવાન જગન્નાથના મામા બનવા સરસપુરમાં ડ્રો યોજાયો, મેમનગરના દવે પરિવારને મળ્યો મોકો
Read Full Story arrow_forward