android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bank Holidays in May: બેંકના કામકાજ પતાવી લેજો! મે મહિનામાં 13 દિવસ બેંકો રહેશે બંધ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
calendar_today April 29, 2026

Bank Holidays in May: બેંકના કામકાજ પતાવી લેજો! મે મહિનામાં 13 દિવસ બેંકો રહેશે બંધ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

એપ્રિલ મહિનો પૂર્ણ થવાને આરે છે અને મે મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. જો તમારે આગામી મહિનામાં બેંકને લગતા કોઈ પણ મહત્વના કામ હોય, તો આ સમાચાર ખાસ વાંચજો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા મે 2026 માટે જાહેર કરવામાં આવેલા રજાઓના કેલેન્ડર મુજબ, આ મહિનામાં કુલ 13 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે. આ રજાઓમાં પાંચ રવિવાર, બે શનિવાર અને વિવિધ પ્રાદેશિક તથા રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ થાય છે. રજાઓની વિગતવાર યાદી મે 2026 માં બેંકોમાં રજાઓની શરૂઆત મહિનાના પહેલા જ દિવસથી થઈ રહી છે. નીચે મુજબની તારીખોએ બેંકો બંધ રહેશે: 1 મે (શુક્રવાર): મે ડે (શ્રમિક દિવસ) નિમિત્તે મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે (ગુજરાત સહિતના કેટલાક રાજ્યોને બાદ કરતા) 9 મે (શનિવાર): મહિનાનો બીજો શનિવાર અને પશ્ચિમ બંગાળમાં વિશેષ રજા. 16 મે (શનિવાર): સિક્કિમમાં રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે રજા. 23 મે (શનિવાર): મહિનાનો ચોથો શનિવાર. 26,27 અને 28 મે: ત્રિપુરા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ સહિતના વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારો અને વર્ષગાંઠોને કારણે રજા રહેશે. રવિવારની રજાઓ: 3, 10, 17, 24 અને 31મે ના રોજ સાપ્તાહિક રજા રહેશે. રાજ્યવાર રજાઓમાં તફાવત RBIના નિયમો મુજબ, કેટલીક રજાઓ સમગ્ર દેશમાં સમાન હોય છે, જ્યારે કેટલીક રજાઓ માત્ર જે-તે રાજ્યના ચોક્કસ તહેવાર મુજબ હોય છે. ઉદાહરણ તરીકે, 1 મેની રજા ગુજરાત કે રાજસ્થાન જેવા રાજ્યોમાં કદાચ લાગુ ન હોય, પરંતુ અન્ય રાજ્યોમાં બેંકો બંધ રહેશે. તેવી જ રીતે મહિનાના અંતમાં ૨૭ અને ૨૮ મેના રોજ પણ દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં રજાઓના આયોજન અલગ-અલગ છે. ડિજિટલ સેવાઓ કાર્યરત રહેશે બેંકની શાખાઓ ભલે બંધ રહે, પરંતુ ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. આજના ડિજિટલ યુગમાં બેંકિંગ સેવાઓ હવે માત્ર શાખાઓ સુધી મર્યાદિત નથી. રજાઓ દરમિયાન પણ નીચે મુજબની સેવાઓ 24/7 ચાલુ રહેશે ATM સેવાઓ: રોકડ ઉપાડવા કે જમા કરવા માટે. ઓનલાઈન બેંકિંગ: NEFT, RTGS અને IMPS દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા માટે. મોબાઈલ એપ્સ: યુટિલિટી બિલો ભરવા કે ખાતાની વિગતો તપાસવા માટે. જો તમારું કામ ચેક ક્લિયરન્સ કે લોન પ્રોસેસિંગ જેવું હોય, જેમાં બેંક અધિકારીની જરૂર પડે છે, તો તમારે આ કેલેન્ડર મુજબ અગાઉથી આયોજન કરી લેવું જોઈએ જેથી છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન પડે.આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: બુધવારે બદલાયો પેટ્રોલ ડીઝલનો ભાવ, જાણી લો 1 લિટરનો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદના વટવામાં 35 વર્ષ પહેલા થયેલી હત્યાની તપાસ, મૃતદેહ શોધવા જેસીબીથી ખોદકામ શરૂ કરાયું
calendar_today April 29, 2026

Gujarat Latest News Live : અમદાવાદના વટવામાં 35 વર્ષ પહેલા થયેલી હત્યાની તપાસ, મૃતદેહ શોધવા જેસીબીથી ખોદકામ શરૂ કરાયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: ભગવાન જગન્નાથના મામા બનવા સરસપુરમાં ડ્રો યોજાયો, મેમનગરના દવે પરિવારને મળ્યો મોકો
calendar_today April 29, 2026

Ahmedabad News: ભગવાન જગન્નાથના મામા બનવા સરસપુરમાં ડ્રો યોજાયો, મેમનગરના દવે પરિવારને મળ્યો મોકો

અમદાવાદના ઐતિહાસિક જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે ગત 20 એપ્રિલે અક્ષય તૃતીયાના મંગલ પર્વ પર 149મી રથયાત્રાની તૈયારીઓનો વિધિવત પ્રારંભ થયો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે રથપૂજનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હવે ભગવાનના મામા બનવા માટે સરસપુર ખાતે ડ્રો યોજાયો હતો. જેમાં શહેરના મેમનગરના દવે પરિવારને આ તક મળી છે. મેમનગરમાં રહેતા દવે પરિવારને આ મોકો મળ્યો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગત અખાત્રીજના દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. હવે ભગવાનના મામા બનવા માટે સરસપુર ખાતે ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના મેમનગરમાં રહેતા દવે પરિવારને આ મોકો મળ્યો છે. તેજસભાઈ દવે ભગવાનના મામા બનશે. સાત વર્ષ સુધી રાહ જોયા બાદ હવે તેમને આ તક મળી છે. ભગવાનનું મામેરુ તેઓ વાજતે ગાજતે કરશે. ભગવાન જગન્નાથને શીતળતા અર્પતી ચંદનયાત્રાનો પ્રારંભ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ભગવાનને શીતળતા આપવા માટે અખાત્રીજના દિવસે મંદિરમાં 'ચંદનયાત્રા'ની શરૂઆત કરવામાં આવી હતી.આ પરંપરાગત વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના વિગ્રહ પર ચંદનનો લેપ લગાવવામાં આવ્યો હતો.માન્યતા મુજબ, અક્ષય તૃતીયાથી શરૂ થતી આ ચંદનયાત્રા દ્વારા ભગવાનને શીતળ શૃંગાર કરવામાં આવે છે.રથપૂજન બાદ હવે રથોના સમારકામ, રંગરોગાન અને અન્ય વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની કામગીરી તેજ કરવામાં આવશે.આ વર્ષે રથયાત્રા 16 જુલાઈ, 2026 ના રોજ યોજાનાર છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: અંબાલાલ પટેલે ગરમીમાં રાહત મળે તેવા સંકેતો આપ્યા, આજથી ધીમે ધીમે તાપમાન ઘટશે

Read Full Story arrow_forward