Rajkot મનપામાં કોણ બનશે મેયર? સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયરની રેસમાં આ નામો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ હવે સૌની નજર નવા પદાધિકારીઓની વરણી પર ટકેલી છે. RMCમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયર જેવા મહત્વના પદો માટે ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે લોબિંગ શરૂ થઈ ગયું છે. પ્રથમ ટર્મમાં મેયર પદ માટે જનરલ પુરૂષ કેટેગરી ફાળવવામાં આવી હોવાથી અનેક દિગ્ગજ ચહેરાઓ મેદાનમાં છે.મેયર પદ માટે પાંચ દાવેદારો મેયરની ખુરશી માટે હાલમાં પાંચ મુખ્ય નામો ચર્ચામાં છે, જેમાં પરેશ ઠાકર, મનીષ ભટ્ટ, નેહલ શુક્લ, કેતન પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ પોતપોતાની રીતે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવી પાવરફુલ પોસ્ટ માટે ઘનશ્યામ હેરભા, પૂર્વ મેયર પ્રદીપ ડવ, નેહલ શુક્લ અને કેતન પટેલના નામ ચર્ચાની એરણે છે. જાતિગત સમીકરણો અને ડેપ્યુટી મેયર ડેપ્યુટી મેયર તરીકે કોઈ મહિલા ઉમેદવારની પસંદગી થવાની પ્રબળ શક્યતા છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પદ માટે રઘુવંશી અથવા ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. ઉદય કાનગડ, દર્શિતા શાહ અને રમેશ ટીલાળા જેવા દિગ્ગજ નેતાઓ પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.https://x.com/sandeshnews/status/2049382469041029127 કોંગ્રેસ માટે વિરોધ પક્ષનો દરજ્જો મુશ્કેલ બીજી તરફ, કોંગ્રેસ માટે વિરોધ પક્ષનો દરજ્જો મેળવવો લોઢાના ચણા ચાવવા જેવું છે. કુલ બેઠકના 10 ટકા કરતા ઓછી બેઠકો મળી હોવાથી નિયમ મુજબ દરજ્જો મળવો મુશ્કેલ છે. જો તેમ છતાં વિરોધ પક્ષનો દરજ્જો મળે, તો નેતા પદ માટે દીપ્તિબેન સોલંકી અથવા ઇબ્રાહીમભાઈ સોરાના નામ રેસમાં છે. આ પણ વાંચો - Gujarat Local Body Election Results 2026: રાજકોટમાં રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાની હાર, કોંગ્રેસના જ આગેવાનો પર ફૂટ્યો ગુસ્સો, જાણો શું કહ્યું?
Read Full Story arrow_forward