android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi In Varansi: 5 રાજ્યોમાં બીજેપી જીતની હેટ્રિક લગાવશે, ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે બોલ્યા PM
calendar_today April 29, 2026

PM Modi In Varansi: 5 રાજ્યોમાં બીજેપી જીતની હેટ્રિક લગાવશે, ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે બોલ્યા PM

 594KM ગંગા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું. હવે મેરઠથી પ્રયાગરાજ પર જવામાં માત્ર 6 કલાક લાગશે.   પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે આ એક્સપ્રેસવેનું નામ મા ગંગા પર છે. ગંગા એક્સપ્રેસ વે યુપીના વિકાસની લાઇફલાઇન છે.  લોકો ભયમુક્ત થઇને વોટિંગ કરી રહ્યા છે- પીએમ મોદી પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા બીજા તબક્કાના મતદાનને લઇને જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકો વોટિંગ કરી રહ્યા છે. મતદાન માટે લાંબી લાંબી લાઇનો લાગી છે. લોકો ભયમુક્ત થઇને વોટ કરી રહ્યા છે.   પીએમ મોદીએ ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે આ ઉત્તર પ્રદેશ માટે એક નવી જીવાદોરી તરીકે કામ કરે છે. બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે આ પ્રસંગે બોલતા, તેમણે ટિપ્પણી કરી આજે લોકશાહીના ઉજવણી માટે પણ એક મહત્વપૂર્ણ દિવસ છે. બંગાળમાં હાલમાં મતદાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, અને આવી રહેલા અહેવાલો સૂચવે છે કે ભારે મતદાન થયું છે. મા ગંગાના આશીર્વાદ મળ્યા છે- પીએમ મોદી પીએમ મોદીએ અવલોકન કર્યું કે એક્સપ્રેસવેનું નામ માતા ગંગાના નામ પર રાખવું એ ખૂબ જ આનંદદાયક અનુભવ છે. પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતી વખતે, તેમણે કહ્યું, હું ભગવાન નરસિંહની આ ભૂમિને મારા પ્રણામ કરું છું. માતા ગંગા અહીંથી થોડા કિલોમીટર દૂર વહે છે, જે પ્રદેશ પર તેમની કૃપા વરસાવે છે; પરિણામે આ સમગ્ર વિસ્તારનું ખૂબ મહત્વ છે. હું દ્રઢપણે માનું છું કે યુપીને મળેલ એક્સપ્રેસવેનું આ વરદાન હકીકતમાં, માતા ગંગા તરફથી જ મળેલ આશીર્વાદ છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : હિંમતનગરના જસવંતગઢ પાસે મીની બસે કારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં
calendar_today April 29, 2026

Gujarat Latest News Live : હિંમતનગરના જસવંતગઢ પાસે મીની બસે કારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Sabarkantha News: હિંમતનગર હાઈવે રકત રંજિત, જસવંતગઢ પાસે મીની બસે કારને ફંગોળી, છ લોકોના મોત, છ ઘાયલ
calendar_today April 29, 2026

Sabarkantha News: હિંમતનગર હાઈવે રકત રંજિત, જસવંતગઢ પાસે મીની બસે કારને ફંગોળી, છ લોકોના મોત, છ ઘાયલ

હિંમતનગર-શામળાજી હાઈવે પર આજે ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. હિંમતનગરના જસવંતગઢ પાટીયા પાસે એક મીની બસે કારને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.કેવી રીતે સર્જાયો અકસ્માત? ઘટનાની મળતી માહિતી અનુસાર, જસવંતગઢ પાટીયા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક મીની બસે આગળ જઈ રહેલી કારને પાછળના ભાગેથી જોરદાર અડફેટે લીધી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા આ અકસ્માતમાં ઘવાયેલા 6 જેટલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.https://x.com/sandeshnews/status/2049366424003751972 પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ ગાંભોઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને પોલીસે હળવો કરાવ્યો હતો. આ પણ વાંચો - Sabarkantha : ખેડબ્રહ્મામાં કળિયુગી શ્રવણે માતા અને પુત્રને કુહાડીથી પતાવી દીધા, વળતા હુમલામાં કાતિલનું પણ મોત

Read Full Story arrow_forward