Panchmahal: હેમરાજસિંહ મહારાઉલની જીતે જિલ્લામાં રાજકીય હલચલ મચાવી
બોડેલી તાલુકાના પાણેજ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી લડનાર હેમરાજસિંહ મહારાઉલે ભાજપના સત્તાવાર ઉમેદવારને 354 મતોથી હરાવતાં સત્તારૂઢ પક્ષ માટે આ પરિણામ ચોંકાવનારું સાબિત થયું છે. જાણવા મળ્યા મુજબ ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ થઈ હેમરાજસિંહ મહારાઉલે પાણેજ તાલુકા પંચાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સ્થાનિક સ્તરે મજબૂત પકડ અને વ્યક્તિગત પ્રભાવના કારણે તેઓએ ચૂંટણીમાં પ્રભાવશાળી જીત મેળવી. તેમની જીત બાદ છોટાઉદેપુર જિલ્લામાં ભાજપની અંદર ચાલી રહેલા અસંતોષ ને લઇ હેમરાજસિંહ મહારાઉલે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં ટિકિટ ફળવણી પારદર્શક રીતે કરવામાં આવી નથી. તેઓએ જણાવ્યું કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જ્યારે વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા કાર્યકરોને અવગણવામાં આવી રહ્યા છે. તેમણે ભાજપ હવે કોંગ્રેસ યુક્ત બની ગઈ હોવાનો પણ તીખો પ્રહાર કર્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward